Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 43:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 મિસર દેશમાં રહેવા ગયા. તેઓએ યહોવાનું વચન માન્યું નહિ; અને તેઓ તાહપાન્હેસમાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેઓ પ્રભુની આજ્ઞા અવગણીને ઇજિપ્તમાં ગયાં અને ત્યાં તેઓ તાહપાન્હેસ આવી પહોંચ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મિસર દેશમાં રહેવા ગયા. તેઓએ યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને તેઓ તાહપાન્હેસ પહોંચ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેઓ યહોવાની આજ્ઞાનું ઉલ્લંધન કરીને મિસર ગયા અને ત્યાં તાહપાન્હેસ પહોંચ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 43:7
11 Iomraidhean Croise  

પછી નાનામોટા સર્વ લોક તથા સૈન્યના સરદારો ઊઠીને મિસરમાં ગયા, કેમ કે તેઓ કાસ્દીઓથી બીધા.


પ્રબોધક અમાસ્યા સાથે વાત કરતો હતો એટલામાં રજાએ તેને કહ્યું, “શું અમે તેને અમારો મંત્રી ઠરાવ્યો છે? બસ કર; તું શા માટે હાથે કરીને મોત માગે છે?” ત્યારે પ્રબોધકે અમાસ્યાને કહ્યું, “હું જાણું છું કે ઈશ્વરે તમારો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે; કેમ કે તમે આ પ્રમાણે વર્ત્યા છો. ને મારી શિખામણ સાંભળતા નથી.” એમ બોલીને તે છાનો રહ્યો.


તેઓ મને પૂછયા વિના ફરુનના બળથી બળવાન થવા માટે, તથા મિસરની છાયામાં શરણ મેળવવા માટે મિસરમાં ચાલ્યા જાય છે!


જો કે તેના સરદારો સોઆનમાં છે, અને તેના એલચીઓ હાનેસ પહોંચ્યા છે;


વળી નોફના તથા તાહપન્હેસના લોકોએ તારી ખોપરી ભાંગી નાખી છે.


તેઓ મિસરમાં જતાં ખાલદીઓ [ની બીક] ને લીધે બેથલેહેમની પાસે ગેરૂથ કિમ્હામમાં રહ્યા;


આજે મેં તમને તે કહી દેખાડયું છે! પણ જે બાબતો વિષે તમારા ઈશ્વર યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે, તેમાંની એકપણ બાબતમાં તમે યહોવાનું વચન માન્યું નથી.


જે સર્વ યહૂદીઓ મિસર દેશમાં, મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ તથા પાથ્રોસ પ્રદેશમાં રહેતા હતા, તેઓ વિષે જે વચન યર્મિયાની પાસે આવ્યું તે આ:


વળી સર્વ લોકોને તથા સર્વ સ્ત્રીઓને યર્મિયાએ કહ્યું, “મિસર દેશમાં આવી રહેલા સર્વ યહૂદીઓ, યહોવાનું વચન સાંભળો:


“મિસરમાં ખબર આપો, મિગ્દોલમાં સંભળાવો, નોફમાં તથા તાહપાન્હેસમાં સંભળાવો; અને કહો, ‘ઊભો રહે, ને સજ્જ થા; કેમ કે તારી આસપાસ તરવારે નાશ કર્યો છે.’


વળી જ્યારે હું તાહપાનેસમાં મિસરે મૂકેલૌ ઝૂંસરીઓ ભાંગી નાખીશ, ને તેના અંત:કરણમાંના પોતાના બળ વિષેના અભિમાનનો નાશ થશે, ત્યારે ત્યાં દિવસ અંધકારમય થઈ જશે. તેને વાદળ ઢાંકી દેશે, ને તેની પુત્રીઓ ગુલામગીરીમાં જશે,


Lean sinn:

Sanasan


Sanasan