યર્મિયા 43:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 હું મિસરના દેવોનાં દેવસ્થાનોને આગ લગાડીશ. તે તેમને બાળી નાખશે, ને લોકોને બંદીવાસમાં લઈ જશે. અને જેમ ભરવાડ પોતાનું વસ્ત્ર ઓઢે છે તેમ તે મિસર દેશ [ની લૂંટ] થી પોતાને શણગારશે; અને ત્યાંથી તે શાંતિમાં પાછો ચાલ્યો જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 હું ઇજિપ્તના દેવોના મંદિરોને આગ લગાડીશ અને બેબિલોનનો રાજા તેમના દેવોને બાળી નાખશે અને લોકોને કેદ કરી લઈ જશે. જેમ ભરવાડ પોતાના ડગલામાંથી જૂ વીણી લઈને સાફ કરે છે તેમ બેબિલોનનો રાજા ઇજિપ્ત દેશને સફાચટ કરી નાખશે અને પછી વિજેતા બનીને પાછો ચાલ્યો જશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 હું મિસરના દેવોનાં મંદિરોને અગ્નિથી બાળીને ભસ્મ કરીશ, તે લોકોને બંદીવાન બનાવી લઈ જશે. જેમ ભરવાડ પોતાનું વસ્ત્ર ઓઢે છે તેમ તે મિસર દેશની લૂંટથી પોતાને શણગારશે. અને ત્યાંથી તે વિજયી બનીને પાછો જશે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 તે મિસરના દેવોનાં મંદિરોને અગ્નિથી બાળીને ભસ્મ કરશે, તે લોકોને બંદીવાન બનાવી લઇ જશે. જેમ કોઇ ભરવાડ પોતાની ચાદરમાંની જૂ વીણીને સાફ કરી નાખે છે તેમ તે મિસરને વીણીને સાફ કરી નાખશે અને વિજયી બનીને પાછો જશે. Faic an caibideil |