Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 43:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તેઓના ઈશ્વર યહોવાએ તેઓની પાસે યર્મિયાને જે વચન કહેવાને મોકલ્યો હતો, તે સર્વ વચન જ્યારે યર્મિયા સર્વ લોકોની આગળ બોલી રહ્યો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 જ્યારે યર્મિયાએ લોકોને તેમના ઈશ્વર પ્રભુએ તેને જે જે સંદેશાઓ પ્રગટ કરવા મોકલ્યો હતો તે સર્વ તેણે કહી બતાવ્યા,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તેઓના ઈશ્વર યહોવાહે તેઓની પાસે યર્મિયાને જે વચન કહેવા માટે મોકલ્યો હતો તે સર્વ વચન જ્યારે યર્મિયા લોકોની આગળ બોલી રહ્યો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 અને પછી જેવો યર્મિયાએ યહોવા તેમના દેવ તરફથી આવેલો સંદેશો લોકોને કહેવાનું પુરું કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 43:1
15 Iomraidhean Croise  

અને લોત નીકળ્યો, ને તેની દીકરીઓને પરણનારા તેના જમાઈઓને બોલાવીને તેણે કહ્યું, “ઊઠો, આ જગામાંથી નીકળી જાઓ, કેમ કે યહોવા આ નગરનો નાશ કરવાના છે.” પણ તે ઠઠ્ઠા કરતો હોય એમ તેના જમાઈઓને લાગ્યું.


પછી મૂસાએ આવીને લોકોને યહોવાની સર્વ વાતો તથા તેના સર્વ કાનૂનો કહી સંભળાવ્યાં; અને બધા લોકે એકે અવાજે ઉત્તર આપ્યો, “યહોવાએ જે બધી વાતો કહી છે તે અમે પાળીશું.”


એ માટે તું તારી કમર બાંધીને ઊઠ, તથા જે કંઈ હું તને ફરમાવું તે તું તેઓને કહે. તેમને લીધે તું ગભરાઈશ નહિ, રખેને તેઓની આગળ હું તને ગભરાવું.


ત્યારે યહોવાએ મને કહ્યું, “હું બાળક છું, એમ જ બોલ! જેઓની પાસે હું તને મોકલું તે સર્વની પાસે તારે જવું, અને જે કંઈ હું તને મોકલું તે સર્વની પાસે તારે જવું, અને જે કંઈ હું તને ફરમામું તે તારે બોલવું.


એટલે યહોવા કહે છે, “તું યહોવાના મંદિરના આંગણામાં ઊભો રહે, ને યહૂદિયાનાં સર્વ નગરોમાંના જે લોકો યહોવાના મંદિરમાં ભજન કરવા માટે આવે છે, તેઓની આગળ જે વચનો મેં તને બોલવાની આજ્ઞા આપી છે તે સર્વ બોલ; તેમાંનો એકે શબ્દ તું છોડી દઈશ નહિ.


યહોવાએ સર્વ લોકોની આગળ જે જે બોલવાની યર્મિયાને આજ્ઞા આપી હતી તે સર્વ જ્યારે યર્મિયા બોલી રહ્યો, ત્યારે યાજકોએ, પ્રબોધકોએ તથા સર્વ લોકોએ તેને પકડીને કહ્યું, “તું જરૂર મૃત્યુ પામશે.


આજે મેં તમને તે કહી દેખાડયું છે! પણ જે બાબતો વિષે તમારા ઈશ્વર યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે, તેમાંની એકપણ બાબતમાં તમે યહોવાનું વચન માન્યું નથી.


હવે ખચીત જાણજો કે, જ્યાં તમે જઈને રહેવા માગો છો તે સ્થળમાં તમે તરવારથી, દુકાળથી તથા મરકીથી મરશો.


તેઓએ યહોવાનો નકાર કર્યો છે, ને કહ્યું છે, “આ તો [યહોવાની વાત] નથી! અમારા પર વિપત્તિ આવશે નહિ. અને અમે તરવાર તથા દુકાળ જોઈશું નહિ.


જ્યારે તું આ પુસ્તક વાંચી રહે ત્યારે તારે તેને પથ્થર બાંધીને ફ્રાત નદીમાં ફેંકી દેવું;


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


કેમ કે ઈશ્વરનો પૂરો મનોરથ તમને જણાવવાને મેં આચંકો ખાધો નથી.


“તમે જાઓ, અને મંદિરમાં ઊભા રહીને એ જીવન વિષેની બધી વાતો લોકોને કહી સંભળાવો.”


પછી શમુએલે, જે લોકો રાજા માગતા હતા તેઓને યહોવાનાં સર્વ વચનો કહી સંભળાવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan