Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 42:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી સૈન્યોના સર્વ સરદારો, કારેઆનો પુત્ર યોહાનાન, હોશાયાનો પુત્ર યઝાન્યા તથા નાનાથી તે મોટા સુધી બધા લોકોએ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પછી કારેઆનો પુત્ર યોહાનાન, હોશાયાનો પુત્ર યઝાન્યા અને બીજા બધા સેનાનાયકો તથા નાનામોટા, તમામ લોકોએ સંદેશવાહક યર્મિયા પાસે આવીને તેને વિનંતી કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી સૈન્યોના સર્વ સરદારો, કારેઆનો દીકરો યોહાનાન અને હોશાયાનો દીકરો યઝાન્યા નાના તેમ જ મોટા બધા લોકો યર્મિયા પ્રબોધક પાસે ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પછી કારેઆહનો પુત્ર યોહાનાન અને હોશાયાનો પુત્ર યઝાન્યા પણ બધા સૈનાનાયકો; નાના મોટા બધા લોકો સાથે પ્રબોધક યર્મિયા પાસે ગયા અને કહેવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 42:1
25 Iomraidhean Croise  

હવે સૈન્યના સર્વ સરદારોએ તથા તેઓના માણસોએ સાંભળ્યું કે બાબિલના રાજાએ ગદાલ્યાને લૂબો ઠરાવ્યો છે, ત્યારે તેઓ, એટલે નથાન્યાનો દીકરો ઈશ્માએલ, કારેહનો દીકરો યોહાનાન, નટોફાથી તાન્હુમેથનો દીકરો સરાયા તથા માકાથીનો દીકરો યઝાન્યા, તેઓ પોતાના માણસો સહિત ગદાલ્યા પાસે મિસ્પામાં આવ્યા.


વળી પ્રભુએ કહ્યું, “આ લોકો તો મારી પાસે આવે છે, ને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હ્રદય મારાથી દૂર રાખ્યું છે, ને તેઓમાં મારી જે બીક છે તે [માત્ર] પાઠે કરેલી માણસની આજ્ઞા છે;


હે યાકૂબનાં સંતાનો, તમે આ સાંભળો; તમે તો ઇઝરાયલના નામથી ઓળખાઓ છો, ને યહૂદિયાના ઝરાથી નીકળી આવેલાં છો; તમે તો યહોવાના નામના સમ ખાઓ છો, અને ઇઝરાયલના ઈશ્વરનું સ્મરણ કરો છો, પણ સચ્ચાઈથી નહિ, ને પ્રામાણિકપણાથી નહિ.


સિદકિયા રાજાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માસેયાના પુત્ર સફાન્યા યાજકને યર્મિયા પ્રબોધકની પાસે મોકલીને તેઓની મારફત કહેવડાવ્યું, “તું અમારે માટે આપણા ઈશ્વર યહોવાને વિનંતી કર.”


પછી કારેઆનો પુત્ર યોહાનાન તથા જે સૈન્યોના સરદારો સીમમાં હતા, તેઓ સર્વે મિસ્પામાં ગદાલ્યાની પાસે આવીને,


ત્યારે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆના પુત્રો યોહાનાન અને યોનાથાન, તાન્હમેથનો પુત્ર સરાયા, એફાય નટોફાથીના પુત્રો, માખાથીના એક વતનીનો પુત્ર યઝાન્યા, તથા તેઓના માણસો મિસ્પામાં ગદાલ્યાની પાસે આવ્યા.


પણ નથાન્યાના પુત્ર ઇશ્માએલે જે સર્વ ભૂંડાં કામ કર્યાં હતાં, તે વિષે જ્યારે કારેઆના પુત્ર યોહાનાને તથા તેની સાથેના સૈન્યોના સર્વ સરદારોએ સાંભળ્યું,


નથાન્યાના પુત્ર ઇશ્માએલે અહીકામના પુત્ર ગદાલ્યાને મારી નાખ્યા પછી બાકી રહેલા લોકોને યોહાનાને મિસ્પામાં ઇશ્માએલના હાથમાંથી છોડાવ્યા હતા, એટલે જે લડવૈયા, સ્ત્રીઓ, છોકરાં તથા ખોજાઓને તે ગિબયોનથી પાછાં લાવ્યો હતો, તેઓને કારેઆનો પુત્ર યોહાનાન તથા તેની સાથેના સૈન્યોના સર્વ સરદારો લઈ ગયા.


કેમ કે બાબિલના રાજાએ દેશના હાકેમ તરીકે નીમેલા અહીકામના પુત્ર ગદાલ્યાને નથાન્યાના પુત્ર ઇશ્માએલે મારી નાખ્યો હતો, તેથી તેઓ તેમનાથી બીતા હતા.


કેમ કે તમે તમારાં હ્રદયોમાં કપટ કર્યું છે; કારણ કે “અમારા ઈશ્વર યહોવાની આગળ અમારે માટે પ્રાર્થના કર, ને જે કંઈ યહોવા અમારા ઈશ્વર કહે, તે અમને કહી બતાવ, અમે તે કરીશું, ” એમ કહીને તમે મને તમારા ઈશ્વર યહોવાની પાસે મોકલ્યો હતો.


ત્યારે તેણે કારેઆના પુત્ર યોહાનાનને, તેની સાથેના સૈન્યોના સર્વ સરદારોને તથા નાનથી તે મોટા સુધી સર્વ લોકોને બોલાવીને કહ્યું,


ત્યારે હોશાયાના પુત્ર અઝાર્યાએ, કારેઆના પુત્ર યોહાનાને તથા સર્વ ગર્વિષ્ઠ માણસોએ યર્મિયાને કહ્યું, “તું જૂઠું બોલે છે; મિસરમાં જઈ રહેવાની મના કરવા માટે આપણા ઈશ્વર યહોવાએ તને મોકલ્યો નથી.


યહૂદિયાના બાકી રહેલાઓમાંના જેઓએ મિસર દેશમાં જઈ રહેવા માટે ઠરાવ કર્યો છે, તેઓને હું જોઈ લઈશ, ને તેઓ સર્વનો નાશ થશે. મિસર દેશમાં તેઓ પડશે. તેઓ તરવારથી તથા દુકાળથી નાશ પામશે; નાનાથી તે મોટા સુધી તમામ તરવારથી તથા દુકાળથી માર્યા જશે; અને તેઓ ધિક્કારરૂપ, વિસ્મયરૂપ, શાપરૂપ તથા નિંદારૂપ થઈ પડશે.


“કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી બધા લોભી થયા છે; અને પ્રબોધકથી તે યાજક સુધી બધા જૂઠાણું ચલાવે છે.


તે માટે હું તેઓની પત્નીઓ બીજા પુરુષોને તથા તેઓનાં ખેતરો બીજા માલિકોને આપીશ, કેમ કે નાનાથી તે મોટા સુધી સઘળા લોભિયા થયા છે. પ્રબોધકથી તે યાજક સુધી સઘળા જૂઠાણું ચલાવે છે.


વળી આત્મા મને ઊંચકીને યહોવાના મંદિરના પૂર્વ તરફના દરવાજા આગળ લાવ્યો. અને જુઓ, તે દરવાજાના બારણા આગળ પચીસ માણસો હતા. મેં તેઓમાં લોકોના સરદાર આઝઝુરના દીકરા યાઝનિયા તથા બનાયાના દીકરા પલાટ્યાને જોયા.


તેઓ લોકોના રિવાજ પ્રમાણે તારી પાસે આવે છે, ને મારા લોકો તરીકે તારી આગળ બેસે છે, તેઓ તારા વચનો સાંભળે છે, પણ તેમનો અમલ કરતા નથી, કેમ કે તેમના મુખથી તેઓ બહું પ્રેમ દર્શાવે છે, પણ તેમનું મન તો તેમના સ્વાર્થ પાછળ ભટકે છે.


તેઓની આગળ ઇઝરાયલ લોકોના વડીલોમાંના સિત્તેર માણસો ઊભેલા હતા, ને તેઓની સાથે શાફાનનો પુત્ર યાઝનિયા ઊભો હતો, ને દરેક માણસના હાથમાં પોતપોતાની ધૂપદાની હતી. અને ધૂપના ગોટેગોટા [નીકળતા હતા] , અને તેની વાસ બધે પ્રસરતી હતી.


‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં મન મારાથી વેગળાં જ રહે છે.


તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેનું સાંભળતાં, તેઓ કહેતા, “ઈશ્વરની જે મહાન શક્તિ કહેવાય છે તે એ માણસ છે.”


Lean sinn:

Sanasan


Sanasan