Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 41:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ તેઓમાંના દશ માણસોએ ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખ; કેમ કે ઘઉંના, જવના, તેલના તથા મધના ભંડારો અમે અમારા ખેતરમાં સંતાડેલાં છે.” તેથી ઇશ્માએલે પોતાનો હાથ અટકાવીને તેઓને તેઓના ભાઈઓની જેમ મારી નાખ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પરંતુ તે જૂથના દસ માણસો બચી ગયા. તેમણે ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખો! અમારી પાસે ખેતરમાં ઘઉં, જવ, ઓલિવતેલ અને મધનો વિપુલ જથ્થો સંતાડેલો છે.” તેથી તેણે તેમને જવા દીધા અને તેમના અન્ય સાથીઓની જેમ મારી નાખ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પરંતુ તેઓમાંના દશ માણસોએ ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખ, કેમ કે ઘઉં, જવ, તેલ અને મધના ભંડારો અમે ખેતરમાં સંતાડેલા છે.” તેથી તેણે તેમને જીવતા રહેવા દીધા અને તેઓને તેઓના સાથીઓની જેમ મારી ન નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પરંતુ તેઓમાંના દશ માણસોએ ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખશો. અમારી પાસે ઘઉં, જવ, તેલ અને મધ ખેતરોમાં સંતાડેલા છે.” આથી તેણે તેમને જીવતા રહેવા દીધા અને તેમના સાથીઓ ભેગા મારી ન નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 41:8
9 Iomraidhean Croise  

શેતાને યહોવાને ઉત્તર આપ્યો, “ચામડીને બદલે ચામડી, હા, માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.


દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે; પણ દરિદ્રીને ધમકી સાંભળવી પડતી નથી.


હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત સ્થળમાં છુપાવેલું દ્રવ્ય આપીશ, જેથી તું જાણે કે હું તારું નામ લઈને તને બોલાવનાર ઇઝરાયલનો ઈશ્વર યહોવા છું.


ગદાલ્યાની સાથે આવેલા માણસોને ઇશ્માએલે મારી નાખ્યા હતા તેઓનાં સર્વ મુડદાં તેણે ટાંકામાં નાખ્યાં હતાં, તે ટાંકું તેણે મુડદાંથી ભર્યું (તે ટાંકું આસા રાજાએ ઇઝરાયલના રાજા બાશાથી બીહીને બંધાવ્યું હતું).


કેમ કે જો માણસ આખું જગત મેળવે, ને પોતાનો જીવ ખોઈ બેસે, તો તેને શો લાભ થાય? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે?


એ માટે હું તમને કહું છું કે તમારા જીવને માટે ચિંતા ન કરો કે, ‘અમે શું ખાઈશું અથવા શું પીશું;’ અને તમારા શરીરને માટે ચિંતા ન કરો કે ‘અમે શું પહેરીશું.’ શું જીવ ખોરાક કરતાં, ને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી?


Lean sinn:

Sanasan


Sanasan