Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 40:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાએ તેઓની તથા તેઓના માણસોની સમક્ષ સમ ખાઈને કહ્યું, “ખાલદીઓની સેવા કરતાં બીહો નહિ. આ દેશમાં રહીને બાબિલના રાજાની સેવા કરો. તેથી તમારું ભલું થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાએ તેમને શપથપૂર્વક કહ્યું, “ખાલદીઓની શરણાગતિ સ્વીકારતાં ગભરાશો નહિ; આ દેશમાં વસવાટ કરો અને બેબિલોનના રાજાની સેવા કરો, એટલે તમારું ભલું થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાએ તેઓની અને તેમના માણસો સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે, “ખાલદીઓની સેવા કરતાં ડરશો નહિ. આ દેશમાં રહીને બાબિલના રાજાની સેવા કરો. તેથી તમારું સારું થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ગદાલ્યાએ તેમને અને તેમના માણસોને વચન આપ્યું કે, “બાબિલવાસીઓને તાબે થતાં ડરશો નહિ. આ દેશમાં ઠરીઠામ થઇને રહો અને બાબિલના રાજાની સેવા કરો. સૌ સારાવાના થશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 40:9
9 Iomraidhean Croise  

અને તેણે એક આરામસ્થાન જોયું તો તે સારું હતું, ને ભૂમિ [જોઈ] તો તે ખુશકારક હતી. અને તેણે ભાર લેવાને ખાંધ ધરી, ને તે વેઠ કરનારો દાસ થયો.


ગદાલ્યાએ તેઓ આગળ તથા તેઓના માણસો આગળ સમ ખાઈને તેઓને કહ્યું, કાસ્દીઓના ચાકરોથી બીશો નહિ. દેશમાં વસો, ને બાબિલના રાજાને તાબે રહો, તેથી તમારું હિત થશે.


તું તારે હાથે મહેનત કરીને ખાશે; તું સુખી થશે, અને તારું કલ્યાણ થશે.


યહોવા પર ભરોસો રાખ, અને ભલું કર; દેશમાં રહે, અને વિશ્વાસુપણાની પાછળ લાગ,


પણ જે પ્રજા બાબિલના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકશે, ને તેના દાસ થશે, તેને હું તેના વતનમાં રહેવા દઈશ. તે તેને ખેડશે, ને તેમાં વસશે, ” એવું યહોવા કહે છે.


જે નગરી વસતિથી ભરચક હતી, તે કેમ એકલવાઈ બેઠી છે! તે કેમ વિધવા સરખી થઈ છે! પ્રજાઓમાં જે મહાન તથા નગરીઓમાં રાણી હતી, તે કેમ ખંડણી આપનારી થઈ છે!


રાનમાં [ભટકતા લોકો] ની તરવારને લીધે અમારો જીવ જોખમમાં નાખીને અમે અમારું અન્‍ન પેદા કરીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan