Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 40:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ત્યારે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆના પુત્રો યોહાનાન અને યોનાથાન, તાન્હમેથનો પુત્ર સરાયા, એફાય નટોફાથીના પુત્રો, માખાથીના એક વતનીનો પુત્ર યઝાન્યા, તથા તેઓના માણસો મિસ્પામાં ગદાલ્યાની પાસે આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેથી નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆના પુત્રો યોહાનાન અને યોનાથાન, તાન્હુમેથનો પુત્ર સરાયા, એફાય નટોફાથીના પુત્રો અને માઅખાથીનો વતની યઝાન્યા તથા તેના માણસો ગદાલ્યા પાસે મિસ્પામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ત્યારે નથાન્યાનો દીકરો ઇશ્માએલ, કારેઆનો દીકરો યોહાનાન અને યહોનાથાન તાન્હુમેથનો દીકરો સરાયા, એફાય નટોફાથીના દીકરા; માખાથીનો દીકરો યઝાન્યા તથા તેઓના માણસો મિસ્પાહમાં ગદાલ્યાની પાસે આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેઓ મિસ્પાહ ખાતે ગદાલ્યા પાસે આવ્યા, ત્યારે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆહના પુત્રો યોહાનાન અને યોનાથાન તાન્હુમેથના પુત્ર સરાયા, નટોફાથીને એફાયના પુત્રો માઅખાથીનો પુત્ર યઝાન્યા તથા તેઓની ટૂકડીઓ મિસ્પાહમાં ગદાલ્યાની પાસે આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 40:8
29 Iomraidhean Croise  

આમ્‍મોનપુત્રોએ જોયું કે અમે દાઉદની નજરમાં ધિક્કારપાત્ર થયા છીએ, ત્યારે આમ્નોનપુત્રોએ માણસો મોકલીને બેથ-રાહોબના અરામીઓ તથા સોબાના અરામીઓમાંથી વીસ હજાર પાયદળને, એક હજાર માણસો સહિત માકાના રાજાને, તથા ટોબના બાર હજાર માણસોને પગાર આપીને રાખ્યા.


આમ્‍મોનપુત્રોએ બહાર આવીને દરવાજાના નાકા આગળ વ્યૂહ રચ્યો; અને સોબાના તથા રાહોબના અરામીઓ, અને ટોબના તથા માકાના માણસો મેદાનમાં અળગા ઊભા હતા.


માકાથીના દિકરા અહાસ્બાયનો દિકરો અલીફેલેટ, અહિથોફેલ ગિલોનીનો દિકરો અલીઆમ;


હવે સૈન્યના સર્વ સરદારોએ તથા તેઓના માણસોએ સાંભળ્યું કે બાબિલના રાજાએ ગદાલ્યાને લૂબો ઠરાવ્યો છે, ત્યારે તેઓ, એટલે નથાન્યાનો દીકરો ઈશ્માએલ, કારેહનો દીકરો યોહાનાન, નટોફાથી તાન્હુમેથનો દીકરો સરાયા તથા માકાથીનો દીકરો યઝાન્યા, તેઓ પોતાના માણસો સહિત ગદાલ્યા પાસે મિસ્પામાં આવ્યા.


પણ યર્મિ. ૪૧:૧-૩. સાતમા માસમાં એમ થયું કે, એલિશામાના દીકરા નથાન્યાનો દીકરો ઈશ્માએલ, જે રાજવંશી હતો, તે પોતાની સાથે દશ માણસ લઈને આવ્યો. ને ગદાલ્યાને એવો માર્યો કે તે મરી ગયો. વળી જે યહૂદિયો તથા કાસ્દીઓ મિસ્પામાં તેની સાથે હતા તેઓને [પણ મારી નાખ્યા].


માહરાય નટોફાથી, નટોફાથી બાનાનો પુત્ર હેલેદ;


કાલેબની ઉપપત્ની માકાને પેટે શેબેર તથા તિર્હના થયા.


સાલ્માના પુત્રો:બેથલેહેમ તથા નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ તથા માનાહાથીઓનો અર્ધ ભાગ, તથા સોરાઈઓ.


તેઓ ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બુલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ તથા બાનાની સાથે આવ્યા. ઇઝરાયલી લોકની સંખ્યા :


ટોફાના મનુષ્યો, છપ્પન.


બેથલેહેમના તથા નટોફાના મનુષ્યો, એક સો અઠ્યાસી.


સરદારોએ યર્મિયા પર કોપાયમાન થઈને તેને માર્યો, ને યહોનાથાન ચિટનીસના ઘરમાં તેને કેદ કર્યો, કેમ કે તે [મકાન] ને તેઓએ કેદખાનું બનાવ્યું હતું.


હે રાજા, મારા મુરબ્બી, સાંભળો, મારી વિનંતી સાંભળો; તમે મને ફરીથી યહોનાથાન ચિટનીસના ઘરમાં મોકલી ન દો, રખેને હું ત્યાં મરણ પામું.”


ત્યારે તું તેઓને કહેજે કે, રાજા મને યહોનાથાણા ઘરમાં મરવાને પાછો ન મોકલે એવી દીન વિનંતી મેં તેને કરી.”


જે યહૂદીઓ મોઆબમાં, આમ્મોનીઓ ભેગા, અદોમમાં તથા બીજા જે જે દેશોમાં હતા, તેઓ સર્વે સાંભળ્યું કે બાબિલના રાજાએ યહૂદિયામાંના કેટલાકને બાકી રહેવા દીધા છે, ને તેઓ પર શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને અધિકારી ઠરાવ્યો છે,


પછી કારેઆનો પુત્ર યોહાનાન તથા જે સૈન્યોના સરદારો સીમમાં હતા, તેઓ સર્વે મિસ્પામાં ગદાલ્યાની પાસે આવીને,


તેને કહ્યું, “શું તને ખબર છે કે આમ્મોનીઓના રાજા બાલિસ તને મારી નાખવા માટે નાથાન્યાના પુત્ર ઇશ્માએલને મોકલ્યો છે?” પણ અહીકામના પુત્ર ગદાલ્યાએ તેમનું કહ્યું માન્યું નહિ.


ત્યારે કારેઆના પુત્ર યહોનાને મિસ્પામાં ગદાલ્યાને છાની રીતે કહ્યું, “નથાન્યાના પુત્ર ઇશ્માએલને મારી નાખવાને માટે મને જવા દે, ને તે વાતની કોઈને ખબર પડશે નહિ. તે શા માટે તને મારી નાખે, ને તેથી જે યહૂદીઓ તારી પાસે એકત્ર થાય છે તેઓ વિખેરાઈ જાય, ને યહૂદિયાના બાકી રહેલા લોકો નાશ પામે?”


પછી યર્મિયા, અહીકામના પુત્ર ગદાલ્યાની પાસે મિસ્પામાં ગયો, ને તેની સાથે દેશમાં જે લોકો બાકી રહ્યા હતા તેઓ મધ્યે રહ્યો.


હવે સાતમા માસમાં અલીશામાના પુત્ર નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, જે રાજવંશી હતો તેમ જ રાજાનો એક મુખ્ય સરદાર હતો, તે પોતાની સાથે દશ માણસ લઈને મિસ્પામાં અહીકામના પુત્ર ગદાલ્યાની પાસે આવ્યો અને તેઓએ સાથે મિસ્પામાં રોટલી ખાધી.


પણ નથાન્યાના પુત્ર ઇશ્માએલે જે સર્વ ભૂંડાં કામ કર્યાં હતાં, તે વિષે જ્યારે કારેઆના પુત્ર યોહાનાને તથા તેની સાથેના સૈન્યોના સર્વ સરદારોએ સાંભળ્યું,


પછી નથાન્યાના પુત્ર ઇશ્માએલે ને તેની સાથે આવેલા દશ માણસોએ ઊઠીને શાફાનના પુત્ર અહીકામનો પુત્ર ગદાલ્યા કે, જેને બાબિલના રાજાએ દેશમાં હાકેમ નીમ્યો હતો, તેને તરવારથી મારી નાખ્યો.


પછી સૈન્યોના સર્વ સરદારો, કારેઆનો પુત્ર યોહાનાન, હોશાયાનો પુત્ર યઝાન્યા તથા નાનાથી તે મોટા સુધી બધા લોકોએ,


ત્યારે તેણે કારેઆના પુત્ર યોહાનાનને, તેની સાથેના સૈન્યોના સર્વ સરદારોને તથા નાનથી તે મોટા સુધી સર્વ લોકોને બોલાવીને કહ્યું,


ત્યારે હોશાયાના પુત્ર અઝાર્યાએ, કારેઆના પુત્ર યોહાનાને તથા સર્વ ગર્વિષ્ઠ માણસોએ યર્મિયાને કહ્યું, “તું જૂઠું બોલે છે; મિસરમાં જઈ રહેવાની મના કરવા માટે આપણા ઈશ્વર યહોવાએ તને મોકલ્યો નથી.


પણ જ્યાં જ્યાં [યહૂદિઓને] નસાડી મૂકવામાં આવ્યા હતા તે સર્વ દેશોમાંતી યહૂદિયા દેશમાં રહેવા માટે પાછા આવેલા યહૂદિ લોકમાં જે બાકી રહ્યા હતા


મનાશ્શાના પુત્ર યાઈરે ગશૂરીઓ તથા માખાથીઓની સરહદ સુધીનો આખો આર્ગોબ‍ પ્રાંત લીધો. અને તેણે પોતાના નામ ઉપરથી તેમને એટલે બાશાનને, હાવ્વોથ-યાઈર એ નામ આપ્યું, અને તે નામ આજ સુધી ચાલે છે.]


અને હેર્મોન પર્વત ઉપર ને સાલખા ઉપર ને આખા બાશાન ઉપર એટલે ગશૂરીઓની તથા માખાથીઓની હદ સુધી તથા અર્ધા ગિલ્યાદ ઉપર, એટલે હેશ્બોનના રાજા સિહોનની હદ સુધી, રાજ કરતો હતો તેની સરહદ સુધી [દેશ કબજે થયો.]


Lean sinn:

Sanasan


Sanasan