Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 40:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 યર્મિયા હજી જવાબ વાળે તે પહેલાં નબૂઝારદાને કહ્યું, “શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને બાબિલના રાજાએ યહૂદિયાનાં નગરો પર હાકેમ નીમ્યો છે, તેની પાસે પાછો જા, ને તેની સાથે લોકોમાં રહે; અથવા જ્યાં કહીં જવું તને યોગ્ય લાગે ત્યાં જા.” પછી રક્ષકટુકડીના સરદારે તેને અન્ન તથા ભેટ આપીને વિદાય કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પણ યર્મિયાએ ઉત્તર ન આપ્યો, એટલે તેણે કહ્યું, “શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યા પાસે પાછો જા. બેબિલોનના રાજાએ તેને યહૂદિયાનો રાજ્યપાલ બનાવ્યો છે. તેની સાથે લોકો મધ્યે રહેજે; અથવા તને યોગ્ય લાગે ત્યાં રહેજે.” પછી અંગરક્ષકદળના વડાએ તેને આહાર અને બક્ષિસ આપીને વિદાય કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પરંતુ યર્મિયાએ જવાબ આપ્યો નહિ ત્યારે નબૂઝારઅદાને કહ્યું, “શાફાનના દીકરા, અહિકામના દીકરા, ગદાલ્યાને બાબિલના રાજાએ યહૂદા નગરો ઉપર હાકેમ બનાવ્યો છે, તેની પાસે પાછો જા. અને તેની પાસે લોકોમાં રહે અથવા જ્યાં કઈ તને યોગ્ય લાગે ત્યાં જઇ શકે છે.” ત્યારબાદ રક્ષક ટુકડીના સરદારે તેને ખોરાક અને ભેટ આપ્યાં અને વિદાય કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પરંતુ યર્મિયા જવાબ આપે તે પહેલાં જ નબૂઝારઅદાને કહ્યું, “તું જો અહીં વસવાનો નિર્ણય કરે તો પછી યહૂદિયા પાછો જા, કારણ કે બાબિલના રાજાએ ત્યાં ના લોકો પર ગદાલ્યાને હાકેમ તરીકે નીમેલો છે, અને તેની હકૂમત હેઠળના લોકો સાથે તું રહે. પરંતુ તેનો નિર્ણય તારે કરવાનો છે; તું ઇચ્છે ત્યાં જઇ શકે છે.” ત્યારબાદ નબૂઝારઅદાને થોડો ખોરાક અને નાણાં યર્મિયાને આપ્યાં અને તેને વિદાય કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 40:5
24 Iomraidhean Croise  

અને રાજાએ હિલ્કિયા યાજકને, શાફાનના દીકરા અહિકામને, મિખાયાના દીકરા આખ્બોરને, શાફાન ચિટનીસને તથા રાજાના ચાકર અસાયાને આજ્ઞા કરી,


માટે હિલ્કિયા યાજક, અહિકામ, આખ્બોર, શાફાન તથા આસાયા, પોષાકખાતાના ઉપરી હાર્હાસના દીકરા તિકવાના દીકરા શાલ્લુમની સ્ત્રી હુલ્દા પ્રબોધિકા પાસે ગયા. (હવે તે યરુશાલેમમાં બીજા મહોલ્લામાં રહેતી હતી.) અને તેઓએ તેની સાથે વાત કરી.


તેણે હિલ્કિયાને, શાફાનના પુત્ર અહીકામને, મિખાના પુત્ર આબ્દોનને, શાફાન ચિટનીસને તથા રાજાના સેવક અસાયાને આજ્ઞા કરી,


આપણા પૂર્વજોના ઈશ્વર યહોવાને ધન્ય હો કે જેમણે રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે યરુશાલેમમાં યહોવાનું જે મંદિર છે તેને સુશોભિત કરવું.


બાબિલથી ત્યાં ગયો. ઇઝરાયલના ઈશ્વર યહોવાએ આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં તે પ્રવીણ શાસ્ત્રી હતો. વળી તેના પર યહોવાની કૃપા હતી તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી.


એ પ્રભુ, આ તમારા સેવકની પ્રાર્થના તથા તમારા જે સોવકો તમારાથી ડરે છે, અને તમારા નામ પ્રત્યે આદરભાવ રાખવામાં આનંદ માને છે તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળો. આજે કૃપા કરીને તમારા સેવકને તમે આબાદાની આપો, ને આ માણસની મારા પર કૃપાર્દષ્ટિ થાય એમ તમે કરો. (હું તો રાજાનો પાત્રવાહક હતો.)


જ્યારે તેઓ [તને] પાડી નાખે, ત્યારે તું કહેશે કે ઉઠાડવામાં આવશે; અને નમ્ર માણસને તે બચાવશે.


જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવા રાજી થાય છે, ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહસંપમાં રાખે છે.


પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાના હાથમાં છે, તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.


યહોવાએ કહ્યું, “ખચીત હું તારા હિતને અર્થે તને સામર્થ્ય આપીશ. ખચીત વિપત્તિની વેળાએ તથા સંકટને સમયે હું વૈરીઓ પાસે તારી આગળ વિનંતી કરાવીશ.


તોપણ શાફાનના પુત્ર અહીકામે યર્મિયાનો પક્ષ લીધો, તેથી તેને મારી નાખવા માટે લોકોના હાથમાં સોંપવામાં આવ્યો નહિ.


માણસ મોકલીને યર્મિયાને ચોકીમાંથી કાઢયો, ને તેને ઘેર લઈ જવા માટે શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને સ્વાધીન કર્યો. અને યર્મિયા લોકોમાં જઈને રહ્યો.


અને હવે, જે બેડીઓ તારા હાથે પહેરાવી હતી. તેઓથી મેં તને આજે છૂટો કર્યો છે. જો તને મારી સાથે બાબિલ આવવું સારું લાગે તો આવ. હું સારી રીતે તારી સંભાળ રાખીશ; અને જો મારી સાથે બાબિલ આવતાં તને માઠું લાગે તો અહીં રહે:જે, આખો દેશ તારી આગળ ખુલ્લો છે; જ્યાં જવું તને સારું તથા યોગ્ય લાગે ત્યાં જા.”


હવે સાતમા માસમાં અલીશામાના પુત્ર નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, જે રાજવંશી હતો તેમ જ રાજાનો એક મુખ્ય સરદાર હતો, તે પોતાની સાથે દશ માણસ લઈને મિસ્પામાં અહીકામના પુત્ર ગદાલ્યાની પાસે આવ્યો અને તેઓએ સાથે મિસ્પામાં રોટલી ખાધી.


કેમ કે બાબિલના રાજાએ દેશના હાકેમ તરીકે નીમેલા અહીકામના પુત્ર ગદાલ્યાને નથાન્યાના પુત્ર ઇશ્માએલે મારી નાખ્યો હતો, તેથી તેઓ તેમનાથી બીતા હતા.


પછી નથાન્યાના પુત્ર ઇશ્માએલે ને તેની સાથે આવેલા દશ માણસોએ ઊઠીને શાફાનના પુત્ર અહીકામનો પુત્ર ગદાલ્યા કે, જેને બાબિલના રાજાએ દેશમાં હાકેમ નીમ્યો હતો, તેને તરવારથી મારી નાખ્યો.


બીજે દિવસે અમે સિદોનમાં બંદર કર્યું, અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોને ત્યાં જઈને આરામ લેવાની રજા આપી.


પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેમને તેમની ધારણા અમલમાં લાવતાં અટકાવ્યા. અને આજ્ઞા કરી કે, જેઓને તરતાં આવડતું હોય તેઓએ કૂદી પડીને પહેલા કિનારે જવું.


વળી તેઓએ અમારું ધણું સન્માન કર્યું, અને અમે ઊપડ્યા ત્યારે અમને જોઈતી ચીજો તેઓએ વહાણમાં મૂકી.


તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે, “પ્રભુ મને સહાય કરનાર છે; હું બીશ નહિ: માણસ મને શું કરનાર છે?”


Lean sinn:

Sanasan


Sanasan