Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 4:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તારી ચાલ તથા તારી કરણીઓને લીધે તારી એવી સ્થિતિ થઈ છે; આ તારી દુષ્ટતા છે; ખરેખર તે કડવી છે, તે તારા હ્રદયને વીંધે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 હે યહૂદિયા, તારી ચાલ અને તારાં કાર્યોને લીધે તારી આવી દશા થઈ છે. આ તો તારા પાપની કડવાશ છે અને તેનાથી તારું હૃદય વીંધાયું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તારા પોતાના વર્તન અને કાર્યોને કારણે આ બધું તારા પર વીત્યું છે. આ તારી દુષ્ટતા છે. અને ખરેખર તે કડવી છે, તે તારા હૃદયને વીંધી નાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “હે યરૂશાલેમ તારાં પોતાનાં વર્તન અને કાર્યોને કારણે, તેં મારી વિરુદ્ધ બળવો કર્યો છે. માટે આ બધું તારા પર વિત્યું છે. આ તારી સજા છે! કેવી આકરી: તારા હૃદયને એ કેવું વીંધી નાખે છે!”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 4:18
15 Iomraidhean Croise  

મૂર્ખો પોતાના પાપથી તથા પોતાની ભૂંડાઈથી સંકટમાં આવી પડે છે.


માટે તેઓ પોતાના માર્ગનું ફળ ચાખશે, અને પોતાની યુક્તિપ્રયુક્તિઓનો પેટભરીને અનુભવ કરશે.


દુષ્ટ તેની પોતાની દુષ્ટતામાં સપડાઈ જશે, અને તેના પાપરૂપી પાશથી પકડાઈ રહેશે.


યહોવા એવું પૂછે છે, “જે ફારગતીથી મેં તમારી માને તજી દીધી તે ક્યાં છે? અથવા મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા છે? જુઓ, તમારા અન્યાયને લીધે તમે વેચાયા હતા, ને તમારા અપરાધોને લીધે તમારી માને તજી દીધી હતી.


વળી જે લોકોને તેઓ પ્રબોધ કરે છે, તેઓને દુકાળ તથા તરવારથી યરુશાલેમના મહોલ્લાઓમાં નાખી દેવામાં આવશે; અને તેઓને, તેઓની પત્નીઓને, તેઓના દીકરાઓને તથા તેઓની દીકરીઓને દાટવા માટે કોઈ રહેશે નહિ; કેમ કે હું તેઓ પર તેમની દુષ્ટતા રેડી દઈશ.’


જ્યારે યહોવા તારો ઈશ્વર તને માર્ગમાં ચલાવતો હતો ત્યારે તેં તેને છોડી દીધો, તેથી તું તારી આ દશા તારા પોતાના પર લાવ્યો નથી?


તારી પોતાની દુષ્ટતા તને શિક્ષા કરશે, તથા તારાં બંડખોરીનાં કામો તને ઠપકો આપશે; માટે તારે સમજી લેવું કે, તેં યહોવા તારા ઈશ્વરને છોડી દીધા છે ને તેને તેમનું ભય નથી; આ તો ભૂંડું તથા કડવું છે, ” એમ પ્રભુ, એટલે સૈન્યોનો [ઈશ્વર] યહોવા, કહે છે.


ત્યારે યહૂદિયાના રાજા હિઝકિયાએ તથા આખા યહૂદિયાએ તેને મારી નાખ્યો હતો કે? શું તે યહોવાથી બીધો નહોતો? વળી તેણે મહેરબાની રાખવાને યહોવાને વિનંતી કરી નહોતી? ત્યારે યહોવા તેઓના ઉપર જે વિપત્તિ પાડવાને બોલ્યા હતા, તે વિષે તેમણે પશ્ચાતાપ કર્યો. પણ [જો આપણે યર્મિયાને મોતની સજાને લાયક ઠરાવીએ તો] આપણે આપણા પોતાના જીવોની મોટી હાનિ કરનારા થઈશું.


જ્યારે તમે પૂછશો, “અમારા ઈશ્વર યહોવાએ અમને એ બધું [દુ:ખ] કેમ આપ્યું છે?” ત્યારે તું તેઓને કહેજે, “જેમ તમે મારો ત્યાગ કરીને તમારા દેશમાં પારકા દેવની સેવા કરી છે, તેમ જે દેશ તમારો નથી તેમાં તમે પારકાઓની સેવા કરશો.”


એ [કૃપાદાનો] તો તમારા અન્યાયોએ દૂર કર્યાં છે, ને તમારાં પાપોએ તમારું હિત રોકી રાખ્યું છે.


હે પૃથ્વી, સાંભળ! જુઓ, આ લોકો પર વિપત્તિ, એટલે તેઓની કલ્પનાનું ફળ, હું લાવીશ, કેમ કે તેઓએ મારાં વચનો ગણકાર્યાં નથી; અને તેઓએ મારા નિયમશાસ્ત્રનો ત્યાગ કર્યો છે.


તેમણે મને કડવાશથી ભર્યો છે, તેમણે મને નાગદમણથી તૃપ્ત કર્યો છે.


તેમની અશુદ્ધતા પ્રમાણે ને તેમના અપરાધો પ્રમાણે મેં તેઓને [શિક્ષા] કરી; અને મેં મારું મુખ તેઓથી અવળું ફેરવ્યું.


તેઓની બધી દુષ્ટતા મારા સ્મરણમાં છે. એવો તેઓ પોતાના મનમાં વિચાર કરતા નથી; તેમનાં પોતાનાં કામોએ તેમને ચોતરફ ઘેરી લીધા છે; તે [કામો] મારી નજર આગળ જ છે.


Lean sinn:

Sanasan


Sanasan