Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 39:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 એ પ્રમાણે યરુશાલેમને જીતી લેવામાં આવ્યું ત્યારે નેર્ગાલ-શારેસેર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રાબ-સારીસ, નેર્ગાલ-શારેસેર, રાબ-માગ, ઇત્યાદિ બાબિલના રાજાના સર્વ સરદારો આવીને [શહેરના] વચલા દરવાજામાં બેઠા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 યરુશાલેમ જીતી લેવામાં આવ્યું ત્યારે બેબિલોનના રાજાના બધા સેનાનાયકોએ નગરમાં પ્રવેશ કર્યો અને નગરના વચલા દરવાજા આગળ સભામાં બિરાજમાન થયા. તેઓમાં નેર્ગાલ-શારએસેર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રા-સારીસ, નેર્ગોલ-શારએસેર, રાબ-માગ તથા બીજા અધિકારીઓનો સમાવેશ થતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 બાબિલના સૈન્યના સર્વ અધિકારીઓ નગરમાં આવ્યા અને વિજય પ્રાપ્ત કરીને નગરના વચલા દરવાજામાં બેઠા, ત્યારે નેર્ગાલ-શારેસર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રાબ-સારીસ, નેર્ગાલ-શારેસેર, રાબ-માગ વગેરે રાજાના સર્વ સરદારો આવીને શહેરના વચલા દરવાજામાં બેઠા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 બાબિલના સૈન્યના સર્વ અધિકારીઓ નગરમાં આવ્યાં અને વિજય પ્રાપ્ત કરીને નગરનાં વચલા દરવાજામાં બેઠાં, સામ્ગારનબૂ, સાર્સખીમ, રાબ-સારીસ અને રાજાનો મુખ્ય મદદનીશ નેર્ગલ-શારએસેર તથા અન્ય ત્યાં હાજર હતાં.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 39:3
6 Iomraidhean Croise  

બાબિલના માણસોએ સુક્કોથ-બનોથ [નામે મૂર્તિ] બનાવી, કૂથના માણસોએ નેર્ગોલ [નામે મૂર્તિ] બનાવી, હમાથના માણસોએ અશીમા [નામે મૂર્તિ] બનાવી.


કેમ કે યહોવા કહે છે, જો, હું ઉત્તરનાં રાજ્યોમાંના સર્વ કુળોને બોલાવીશ; અને તેઓ આવશે, ને યરુશાલેમના દરવાજાઓની પાસે, તથા આસપાસ તેના સર્વ કોટોની સામે, તથા યહૂદિયાનાં સર્વ નગરોની સામે, તેઓ પોતપોતાનું આસન ઊભું કરશે.


યહોવા ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, લડાઈનાં જે શસ્ત્રો તમારા હાથમાં છે, જે શસ્ત્રો વડે તમે બાબિલના રાજાની સાથે તથા કોટ બહાર તમને ઘેરો ઘાલનારા ખાલદીઓની સાથે લડો છો, તે હું પાછાં ફરેવીશ, ને તેઓને આ નગર મધ્યે એકઠાં કરીશ.


ત્યારે ય્રમિયાએ સિદકિયાને કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જો તમે બાબિલના રાજાના સરદારોને શરણે જશો, તો તમારો જીવ બચશે, ને આ નગરને આગ લગાડીને બાળી નાખવામાં આવશે નહિ. અને તમે તથા તમારા ઘરનાં માણસો જીવતાં રહેશો.


માટે રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન તથા નબૂશાઝબાન, રાબ-સારીસ, નેર્ગોલ-શારેસેર, રાબ-માગ તથા બાબિલના રાજાના સર્વ મુખ્ય સરદારોએ


તેના ઘોડાઓ પુષ્કળ હોવાથી તેમની ધૂળ તને ઢાંકી નાખશે, કોઈ નગરના કોટમાં બાકોરું પડે છે ત્યારે જેમ લોકો તેમાં પેસી જાય છે, તેમ જ્યારે તે તારા દરવાજાઓમાં પ્રવેશ કરશે ત્યારે ઘોડેસવારોના, પૈડાંના તથા રથોના ઘમઘમાટથી તારા કોટ થથરશે.


Lean sinn:

Sanasan


Sanasan