Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 38:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હવે રાજાના મહેલમાંના એક હબશી ખોજા એબેદ-મેલેખે સાંભળ્યું કે તેઓએ યર્મિયાને ટાંકામાં નાખ્યો છે, ને રાજા બિન્યામીનના દરવાજામાં હાલ બેઠો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 હવે રાજમહેલમાં કામ કરતા એબેદ-મેલેખ નામના કૂશી અધિકારીએ સાંભળ્યું કે યર્મિયાને ટાંકામાં નાખી દેવામાં આવ્યો છે. તેથી રાજા જ્યારે બિન્યામીન દરવાજા પાસે રાજદરબારમાં બેઠો હતો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હવે રાજાના મહેલમાં એક કૂશ દેશના ખોજા, એબેદ-મેલેખે સાંભળ્યું કે તેઓએ યર્મિયાને ટાંકામાં નાખ્યો છે. અને રાજા બિન્યામીનના દરવાજા આગળ બેઠો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 કૂશનો એબેદ-મેલેખ એ રાજમહેલમાં એક ખોજો હતો. તેણે સાંભળ્યું કે તેઓએ યર્મિયાને ધાતુના ટાંકામાં નાખવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 38:7
22 Iomraidhean Croise  

નબૂખાદનેસ્સાર યહોયાખીનને બાબિલ લઈ ગયો. રાજાની માને તથા રાજાની સ્ત્રીઓને, તેના કારભારીઓને તથા દેશના મુખ્ય માણસોને પકડીને તે યરુશાલેમથી બાબિલમાં ગુલામગીરીમાં લઈ ગયો.


મિસરમાંથી અમીરો આવશે; કૂશ દેશ જલદી ઈશ્વર આગળ હાથ જોડશે.


લોહીના તરસ્યા માણસો સદાચારીના વૈરી છે; તેઓ પ્રામાણિકનો જીવ લેવા મથે છે.


વળી જે પરદેશી યહોવાના સંબંધમાં આવેલો છે, તેણે એવું જ કહેવું કે યહોવા મને પોતાના લોકથી ખચીત જુદો પાડશે, વળી ખોજાએ ન કહેવું કે, જુઓ હું તો [માત્ર] સુકાયેલું ઝાડ છું.


હબશી પોતાની ચામડી કે ચિત્તો પોતાનાં ટપકાં બદલી શકે શું? તો તમે ભૂંડું કરવાને ટેવાયેલા પણ ભલું કરી શકશો!


ત્યારે પાશહૂરે યર્મિયા પ્રબોધકને માર્યો, ને યહોવાના મંદિરની પાસે બિન્યામીનના ઉપલા દરવાજામાં હેડ હતી તેમાં તેના પગ નાખ્યા.


ત્યારે સરદારોએ તથા સર્વ લોકોએ યાજકોને તથા પ્રબોકોને કહ્યું:“આ માણસ મરણદંડને લાયક નથી; કેમ કે આપણા ઈશ્વર યહોવાને નામે તે આપણી આગળ બોળ્યો છે.”


બંદીવાસમાં ગયેલાઓમાંના બાકી રહેલા વડીલો, ત્યાંના યાજકો, પ્રબોધકો તથા જે લોકોને નબૂખાદનેસ્સાર યરુશાલેમમાંથી બાબિલના બંદીવાસમાં લઈ ગયો હતો,


એટલે યહૂદિયાના તથા યરુશાલેમના સરદારોને, ત્યાંના ખોજાઓને, યાજકોને, તથા વાછરડાના બે ભાગોની વચ્ચે થઈને ગયેલા દેશના સર્વ લોકોને,


તે બિન્યામીનને દરવાજે પહોંચ્યો ત્યારે ત્યાં હનાન્યાના પુત્ર શેલેમ્યાનો પુત્ર નામે ઇરિયા નાયક હતો. તેણે યર્મિયા પ્રબોધકને પકડીને કહ્યું, “તું ખાલદીઓના પક્ષમાં જતો રહે છે.”


ત્યારે એબેદ-મેલેખે રાજાના મહેલમાંથી નીકળીને રાજાની પાસે જઈને ક્હું.


દરવાજામાં ઠપકો દેનારને રેડી તેઓ ધિક્કારે છે, ને પ્રામાણિકપણે બોલનારનો તેઓ તિરસ્કાર કરે છે.


આખો દેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી બદલાઈને મેદાન થઈ જશે. બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજા સુધી, અને હનાનેલના બુરજથી તે રાજાના દ્રાક્ષાકુંડ સુધી, [યરુશાલેમને] ઊંચું કરવામાં આવશે, અને તે પોતાને સ્થાને રહેશે.


એમ જેઓ છેલ્લા તેઓ પહેલા અને જેઓ પહેલા તેઓ છેલ્લા થશે.


તો તેનાં માતપિતા તેને પકડીને તેમના નગરના વડીલોની પાસે ને તેમના રહેઠાણની ભાગળે તેને બહાર લાવે.


અને તે તેમાંના કોઈએક નગરમાં નાસી જાય, ને તે નગરના દરવાજાના નાકા આગળ ઊભો રહીને તે પોતાની હકીકત નગરના વડીલોને કહી સંભળાવે; અને તેઓ તેને નગરમાં પોતાની પાસે રાખીને પોતા મધ્યે રહેવાની જગા આપે.


Lean sinn:

Sanasan


Sanasan