Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 38:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્યારે તેઓએ યર્મિયાને પકડીને રાજાના પુત્ર માલ્ખિયાના ચોકી નીચેના ટાંકામાં નાખ્યો. અને તેઓએ યર્મિયાને દોરડાં બાંધીને તેમાં ઉતાર્યો. તે ટાંકામાં પાણી ન હતું, પણ કાદવ હતો. અને યર્મિયા કાદવમાં કળી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેથી તેઓએ યર્મિયાને પકડી લીધો અને તેને ચોકીદારોના ચોકમાં રાજકુમાર માલ્ખીયાના તાબા હેઠળના ટાંકામાં દોરડાં વડે ઉતારીને અંદર નાખી દીધો. ટાંકામાં પાણી નહોતું; ફક્ત ક્દવ હતો અને તેથી યર્મિયા ક્દવમાં ખૂંપી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 આથી એ લોકોએ યર્મિયાને પકડીને રાજાના દીકરા માલ્ખિયાની ચોકીના ટાંકામાં નાખ્યો, તેઓએ તેને દોરડા વડે નીચે ઉતાર્યો. તે ટાંકામાં પાણી નહોતું, પણ ફક્ત કાદવ હતો અને યર્મિયા કાદવમાં ખૂંપી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આથી એ લોકોએ યર્મિયાને લઇ જઇને રક્ષકઘરના પ્રાંગણમાં આવેલા રાજકુમાર માલ્ખિયાના ધાતુંના ટાંકામાં તેને ઉતાર્યો. તેઓએ તેને દોરડા વડે નીચે ઉતાર્યો. ધાતુના ટાંકામાં પાણી નહોતું, પણ ફકત કાદવ હતો અને યર્મિયા એ કાદવમાં ખૂંપી ગયો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 38:6
19 Iomraidhean Croise  

અને તેઓએ તેને પકડયો, ને તેને ખાડામાં નાખી દીધો. તે ખાડો ખાલી હતો, ને તેમાં પાણી ન હોતું.


વળી તેઓએ ઉપકારને બદલે અપકાર, અને મારા પ્રેમને બદલે દ્વેષ કર્યો છે.


તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢયો. તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા, અને મારાં પગલાં સ્થિર કર્યાં.


હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું કે, જ્યાં ઊભા રહેવાને કંઈ આધાર નથી; હું ઊંડા પાણીંમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે.


તે સમયે તો બાબિલના રાજાનું સૈન્ય યરુશાલેમને ઘેરાવ કરતું હતું, ને યહૂદિયાના રાજાના મહેલમાં યહેરેગીરોની ચોકીમાં યર્મિયા પ્રબોધકને કેદ કરી રાખેલો હતો.


પછી રાજાએ પોતાના પુત્ર યરાહમેલને, આઝીએલના પુત્ર સરાયાને તથા આબ્દેલના પુત્ર શેલેમ્યાને, બારુખ લેખકને તથા યર્મિયા પ્રબોધકને પકડવાની આજ્ઞા આપી; પણ યહોવાએ તેમને સંતાડી રાખ્યા.


યર્મિયા કારાગૃહના ભોંયરામાં ગયો, ને ત્યાં તે ઘણા દિવસ રહ્યો.


ત્યારે સિદકિયા રાજાએ આજ્ઞા આપી “યર્મિયાને ચોકીમાં રાખવો.” નગરમાંથી સર્વ રોટલી થઈ રહી, ત્યાં સુધી ભઠિયારાઓના મહોલ્લામાંથી તેને રોજ રોજ એક કટકો રોટલી આપવામાં આવી. આ પ્રમાણે યર્મિયા ચોકીમાં રહ્યો.


પછી તેઓએ યર્મિયાને દોરડાં વડે ઉપર ખેંચી કાઢયો, ને ટાંકામાંથી તેને બહાર લાવ્યા. ત્યાર પછી યર્મિયા ચોકીમાં રહ્યો.


‘જુઓ, યહૂદિયાના રાજમહેલમાં જે સ્ત્રીઓ બાકી રહી છે તેઓ સર્વને બાબિલના રાજાના સરદારોની પાસે પકડીને લઈ જવામાં આવશે, ને તે સ્ત્રીઓ કહેશે કે, તારા દિલોજાન મિત્રોએ તને ઠગ્યો છે, ને તેઓ તારા પર ફાવી ગયા છે, તારા પગ કાદવમાં કળી ગયા, એટલે તેઓ [તને મૂકીને] જતા રહ્યા છે.’


ત્યારે રાજાએ હુકમ કર્યો, ને તેઓએ દાનિયેલને લઈ જઈને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું, “તારો ઈશ્વર જેની તું હમેશા ઉપાસના કરે છે, તે તને છોડાવશે.”


તારે વિષે પણ [પ્રભુ આ પ્રમાણે કહે છે,] “તારી સાથે [કરેલા] કરારના રક્તને લીધે મેં તારા બંદીવાનોને પાણી વગરના ખાડામાંથી બહાર કાઢીને મોકલી દીધા છે.


એવી આજ્ઞા મળવાથી તેણે તેઓને અંદરના બંદીખાનામાં પૂર્યા, અને તેઓના પગ હેડમાં બાંધી દીધા.


કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે.


Lean sinn:

Sanasan


Sanasan