Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 38:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પણ યર્મિયાએ કહ્યું, “તેઓ તમને [તેઓના હાથમાં] સોંપશે નહિ. યહોવાનું જે વચન હું તમને કહું છું તે તમે માનશો તો તમારું હિત થશે, ને તમારો જીવ બચી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 યર્મિયાએ ઉત્તર આપ્યો, “તને તેમના હાથમાં સોંપી દેવામાં આવશે નહિ. હું તને જે પ્રભુનો સંદેશ જણાવું છું તે તું માનીશ તો તારું ભલું થશે, અને તારો જીવ બચી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 યર્મિયાએ પ્રત્યુત્તર આપ્યો કે, “તમને તેમના હાથમાં સોંપવામાં નહિ આવે. જો તમે કેવળ યહોવાહને આધીન થશો તો તમારો જીવ બચી જશે અને તમારું હિત થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 યર્મિયાએ પ્રત્યુત્તર આપ્યો, “તને તેમના હાથમાં સોંપવામાં નહિ આવે. જો તું કેવળ યહોવાને આધીન થશે તો તારું જીવન બચી જશે અને બધા સારા વાનાં થશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 38:20
20 Iomraidhean Croise  

તો ‘હું તેની બહેન છું, ’ એમ તું કહેજે; એ માટે કે તારે લીધે મારું ભલું થાય, ને તારાથી મારો જીવ બચે.”


હવે જો, આ નગર પાસે છે, માટે ત્યાં નાસી જવાનું સહેલું છે, ને તે નાનું છે; ત્યાં મને નાસી જવા દો, (શું તે નાનું નથી?) તો મારો જીવ બચશે.”


તેઓ સવારમાં વહેલા ઊઠીને અકોઆના અરણ્યમાં ગયા. તેઓ ચાલતા હતા તે દરમ્યાન યહોશાફાટે ઊભા રહીને કહ્યું, “હે યહૂદિયા તથા યરુશાલેમનાં રહેવાસીઓ, મારું સાંભળો. તમારા ઈશ્વર યહોવા પર વિશ્વાસ રાખો, ને તમે સ્થિર થશો; તેમના પ્રબોધકોનું માનો ને તમે આબાદ થશો.”


મારા પિતાએ મને શિક્ષણ આપતાં કહ્યું, “તારા અંત:કરણમાં મારા શબ્દો સંઘરી રાખ; મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે:


મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે; મારા શિક્ષણનું તારી આંખની કીકીની જેમ [જતન કર].


કાન દો, મારી પાસે આવો; સાંભળો, એટલે તમારો આત્મા જીવશે! અને દાઉદ પર [કરેલી] કૃપા જેમ નિશ્ચલ છે તે પ્રમાણે હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ.


જે દિવસે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી, લોઢાની ભઠ્ઠીમાંથી, કાઢી લાવ્યો, ત્યારે મેં તેઓને આજ્ઞા આપીને કહ્યું હતું કે, ‘મારું વચન માનો, ને જે વાત વિષે હું તમને આજ્ઞા આપું છું તે સર્વ તમે પાળો; તો તમે મારા લોકો થશો, ને હું તમારો ઈશ્વર થઈશ;


તોપણ તેઓએ માન્યું નહિ, ને કાન ધર્યો નહિ, પણ તેઓ સર્વ પોતાના દુષ્ટ હ્રદયના દુરાગ્રહ પ્રમાણે ચાલ્યા. આ કરાર પાળવાને મેં તેઓને આજ્ઞા આપી હતી, પણ તેઓએ તે પાળ્યો નહિ, તેથી મારાં સર્વ વચન [પ્રમાણે] હું તેમના પર [વિપત્તિ] લાવ્યો.”


તો હવે તમે તમારાં આચરણ તથા તમારાં કૃત્યો સુધારો, ને તમારા ઈશ્વર યહોવાનું વચન માનો; એટલે તમારા ઉપર જે વિપત્તિ પાડવા યહોવા બોલ્યો છે તે વિષે તે પશ્ચાતાપ કરશે.


પણ જો તમે ત્યાં જવા કબૂલ નહિ કરો તો યહોવાએ જે વચન મને જણાવ્યું છે તે આ છે:


પણ મેં તેઓને આટલું ફરમાવીને કહ્યું હતું કે, મારું સાંભળો, અને હું તમારો ઈશ્વર થઈશ, ને તમે મારા લોક થશો; તમારું હિત થાય, માટે જે માર્ગો મેં તમને ફરમાવ્યા તે સર્વ માર્ગોમાં તમે ચાલો.


એ માટે, હે રાજાજી, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાઓ, અને સદાચાર વડે અપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. જોઈએ, એથી કદાચ આપની જાહોજલાલી લાંબો કાળ ટકે.”


કેમ કે યહોવા ઇઝરાયલ લોકને કહે છે, “મને શોધો, તો તમે જીવશો.


યહોવાને શોધો, એટલે તમે જીવશો. રખેને તે યૂસફના ઘરમાં અગ્નિની જેમ પ્રગટે, ને તે તેને ભસ્મ કરી નાખે, ને બેથેલમાં તેને હોલવનાર કોઈ નહિ હોય.


પાઉલે કહ્યું, “ઈશ્વર કરે ને ગમે તો થોડા [પ્રયાસ] થી કે ઘણાથી, એકલા આપ જ નહિ, પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય મારા જેવા થાય.”


માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ, પણ અમે ઈશ્વરને પ્રગટ થયેલા છીએ. અને તમારાં અંત:કરણોમાં પણ અમે પ્રગટ થયા છીએ એવી હું આશા રાખું છું.


એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ, જાણે કે ઈશ્વર અમારી મારફતે વિનંતી કરતા હોય તેમ, અમે ખ્રિસ્ત તરફથી તમારી આજીજી કરીએ છીએ કે, ઈશ્વરની સાથે સમાધાન કરો.


અમે, [ઈશ્વરની] સાથે કામ કરનારા હોઈને, તમને એવી પણ વિનંતી કરીએ છીએ કે, તમે ઈશ્વરની કૃપાનો અવરથા અંગીકાર ન કરો,


પણ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને માત્ર સાંભળનારા જ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan