યર્મિયા 38:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યર્મિયાએ સર્વ લોકોની આગળ કહ્યું, “યહોવા કહે છે કે, જે આ નગરમાં રહેશે તે તરવારથી, દુકાળથી, તથા મરકીથી મરણ પામશે; પણ જે કોઈ ખાલદીઓને શરણે જશે તે જીવતો રહેશે, તે તેનો જીવ લૂંટ તરીકે ગણશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1-3 યર્મિયા સર્વ લોકોની આગળ સંદેશાઓ પ્રગટ કરતો હતો. તે કહેતો, “પ્રભુ આ પ્રમાણે કહે છે: જે કોઈ આ નગરમાં રહેશે તે યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી માર્યો જશે, પણ જે કોઈ ખાલદીઓને તાબે થશે તે જીવતો રહેશે; પોતાનો જીવ બચે એ જ યુદ્ધમાં લૂંટ મળ્યા બરાબર ગણાશે. કારણ, પ્રભુ આમ કહે છે કે આ નગર બેબિલોનના રાજાના લશ્કરના હાથમાં સોંપી દેવાશે અને તે તેને જીતી લેશે.” આ સંદેશા માત્તાનના પુત્ર શફાટયાએ, પાશહૂરના પુત્ર ગદાલ્યાએ, શેલેમ્યાના પુત્ર યુકાલે તથા માલ્ખીયાના પુત્ર પાશહૂરે સાંભળ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 આ સર્વ વચનો માત્તાનના દીકરા શફાટયાએ, પાશહૂરના દીકરા ગદાલ્યાએ, શેલેમ્યાના દીકરા યુકાલે અને માલ્કિયાના દીકરા પાશહૂરે સાંભળ્યા. યર્મિયાએ લોકોને કહ્યું કે, Faic an caibideilપવિત્ર બાઈબલ1 પરંતુ જ્યારે માત્તાનનો પુત્ર શફાટયા, પાશહૂરનો પુત્ર ગદાલ્યા, શેલેમ્યાનો પુત્ર યુકાલ અને માલ્ખિયાનો પુત્ર પાશહૂરે યર્મિયા લોકોને જે કહેતો હતો તે સાંભળ્યું: Faic an caibideil |