Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 37:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “યહૂદિયાના જે રાજાએ તમને મારી પાસે પૂછવા મોકલ્યા, તેને કહો કે, જુઓ, તમને સહાય કરવાને ફારુનનું જે સૈન્ય નીકળ્યું છે, તે પોતાના મિસર દેશમાં પાછું જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; યહૂદિયાના જે રાજાએ તમને મારી પાસે પૂછવા મોકલ્યા, તેને કહો કે, “જુઓ, તમને સહાય કરવાને ફારુનનું જે સૈન્ય મોકલ્યું છે, તે પોતાના મિસર દેશમાં પાછું જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “ઇસ્રાએલના દેવ યહોવા આ પ્રમાણે કહે છે કે, ‘યહૂદિયાના જે રાજાએ તમને મારી પાસે પૂછવા મોકલ્યા, તેને કહો કે, જુઓ, તમને સહાય કરવાને ફારુનનું જે સૈન્ય મોકલ્યું છે, તે પોતાના મિસર દેશમાં પાછું જશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 37:7
22 Iomraidhean Croise  

પણ યહૂદિયાનો રાજા જેણે તમને યહોવાને પૂછવા માટે મોકલ્યા તેને તમે એવું કહેજો કે, જે વાતો તેં સાંભળી છે તે વિષે ઇઝરાયલનો ઈશ્વર યહોવા એવું કહે છે કે,


મિસરનો રાજા ત્યાર પછી કોઈ પણ વખત પોતાનાં દેશમાંથી ચઢી આવ્યો નહિ. કેમ કે બાબિલના રાજાએ મિસરની નદીથી તે ફ્રાત નદી સુધી જે કંઈ મિસરના રાજાને તાબે હતું તે લઈ લીધું હતું.


યહોવાની વિરુદ્ધ ચાલે એવું કોઈ પણ જ્ઞાન, બુદ્ધિ કે મસલત નથી.


પણ મિસર [ની સહાય] વૃથા છે, તેની સહાય નકામી છે; તે માટે મેં તેનું નામ ‘બેસી રહેનારી રાહાબ’ પાડયું છે.


જો, તું આ ભાંગેલા બરુના દાંડા પર, એટલે મિસર પર, ભરોસો રાખે છે કે, જેના ઉપર જો કોઈ ટેકે તો તે તેની હથેલીમાં પેસીને તેને વીંધી નાખશે! મિસરનો રાજા ફારુન તેના પર ભરોસો રાખનાર સર્વ પ્રત્યે તેવો જ છે.


હવે મિસરને માર્ગે જઈને નીલનું પાણી પીવાનું તારે શું કામ છે? અને આશૂરને માર્ગે જઈને [ફ્રાત] નદીનું પાણી પીવાનું તારે શું કામ છે?


તું તારો માર્ગ બદલવા માટે આમતેમ કેમ ભટકે છે? તું આશૂરથી લજ્જિત થયો હતો તેમ તું મિસરથી પણ લજ્જિત થઈશ.


તારા માથા પર તારા હાથ રાખીને તું તેની પાસેથી પણ નીકળી જઈશ, કેમ કે જેઓ પર તેં ભરોસો રાખ્યો તેઓને યહોવાએ નાકબૂલ કર્યા છે, ને તેઓથી તું સફળ થઈશ નહિ.


જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના પુત્ર પાશહૂરને તથા માસેયા યાજકના પુત્ર સફાન્યાને યર્મિયાની પાસે મોકલીને કહાવ્યું,


“કૃપા કરીને તું અમારી તરફથી યહોવાને પૂછ; કેમ કે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સાથે યુદ્ધ કરે છે. કદાચ યહોવા પોતાનાં સર્વ અદભુત કૃત્યો પ્રમાણે અમારી સાથે એવી રીતે વર્તશે કે તે રાજા પાછો જાય.” તે પ્રસંગે યહોવા તરફથી જે વચન યર્મિયા પાસે આવ્યું તે આ.


સિદકિયા રાજાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માસેયાના પુત્ર સફાન્યા યાજકને યર્મિયા પ્રબોધકની પાસે મોકલીને તેઓની મારફત કહેવડાવ્યું, “તું અમારે માટે આપણા ઈશ્વર યહોવાને વિનંતી કર.”


ફારુનનું સૈન્ય મિસરમાંથી નીકળી ચૂક્યું હતું; અને જે ખાલદીઓએ યરુશાલેમને ઘેરો નાખ્યો હતો તેઓએ તે ખબર સાંભળી, ત્યારે તેઓ યરુશાલેમથી જતા રહ્યા.


પછી યહોવાનું વચન યર્મિયા પ્રબોધકની પાસે આ પ્રમાણે આવ્યું:


યરુશાલેમ પોતાના [આ] દુ:ખ તથા વિપત્તિના દિવસોમાં આગલા સમયનાં પોતાનાં સર્વ વૈભવી વાનાંઓનું સ્મરણ કરે છે; જ્યારે તેના લોકો શત્રુના હાથમાં પડ્યા, ને તેને સહાય કરનાર કોઈ નહોતું, ત્યારે શત્રુઓએ તેને જોઈને, ને તેની પાયમાલી જોઈને હાંસી ઉડાવી.


અમારી આંખો ખાલી સહાયની રાહ જોઈ જોઈને થાકી ગઈ છે. અમને બચાવી શકે નહિ એવા દેશની અમે ઘણી અપેક્ષા કરી છે.


યુદ્ધમાં જ્યારે ઘણા લોકોનો સંહાર કરવા માટે મોરચા ઉઠાવવામાં આવશે તથા કિલ્લાઓ બાંધવામાં આવશે તે વખતે ફારુન પોતાનું મહાન સૈન્ય તથા મોટો સમુદાય છતાં તેના લાભમાં કંઈ કરી શકશે નહિ.


ત્યાર પછી તે કદી ઇઝરાયલ લોકો પોતાના પાપનું સ્મરણ કરીને મદદને માટે તેમની તરફ જોશે નહિ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ યહોવા છું.”


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, હું મિસરના રાજા ફારુનની વિરુદ્ધ છું, ને તેના [બન્ને] હાથ. મજબૂત તેમજ ભાંગેલો, ભાંગી નાખીશ. અને હું તેના હાથમાંથી તરવાર પાડી નાખીશ.


Lean sinn:

Sanasan


Sanasan