Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 37:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તમારા જે પ્રબોધકોએ તમને ભવિષ્ય કહ્યું હતું, ‘બાબિલનો રાજા તમારા ઉપર તથા આ દેશ ઉપર ચઢી આવશે નહિ, ’ તેઓ ક્યાં છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 બેબિલોનનો રાજા તારા પર કે આ દેશ પર આક્રમણ કરશે નહિ એવો સંદેશ પ્રગટ કરનારા તમારા બધા સંદેશવાહકો ક્યાં છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જે પ્રબોધકોએ તમને કહ્યું હતું કે, બાબિલનો રાજા તમારા પર કે તમારા દેશ પર હુમલો નહિ કરે, તેઓ ક્યાં ગયા?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 જે પ્રબોધકોએ તમને કહ્યું હતું કે, ‘બાબિલનો રાજા તમારા પર કે તમારા દેશ પર હુમલો નહિ કરે, તેઓ ક્યાં ગયા?’

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 37:19
16 Iomraidhean Croise  

એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “મારે ને તમારે શું છે? તમારા પિતાના પ્રબોધકો પાસે તથા તમારી માના પ્રબોધકો પાસે જાઓ.” ઇઝરાયલના રાજાએ તેને કહ્યું, “એમ નહિ; કેમ કે યહોવાએ અમ આ ત્રણ રાજાઓને મોઆબના હાથમાં સોંપી દેવા માટે એકત્ર કર્યાં છે, ”


“પણ તારા જે દેવો તેં તારે માટે બનાવ્યા છે તેઓ ક્યાં છે? તેઓ તારા સંકટમાં જો તને બચાવી શકે તો ભલે તેઓ ઊઠે; કેમ કે, હે યહૂદિયા, જેટલાં તારાં નગરો તેટલા તારા દેવો પણ છે.”


જેઓ મને તુચ્છ ગણે છે તેઓને તેઓ કહેતા ફરે છે, ‘યહોવા બોલ્યા છે કે, તમને શાંતિ થશે.’ અને જોએ પોતાના હ્રદયના દુરાગ્રહ પ્રમાણે ચાલે છે તે સર્વને તેઓ કહે છે, ‘તમારા પર વિપત્તિ આવશે નહિ.’


“સર્વ બંદીવાનો ઉપર [સંદેશો] મોકલીને કહેવડાવ કે, શમાયા નેહેલામી વિષે યહોવા કહે છે કે, શમાયાએ તમને ભવિષ્ય કહ્યું છે, પણ મેં તેને મોકલ્યો નથી, તેણે જૂઠી વાત પર તમારી પાસે વિશ્વાસ કરાવ્યો છે;


કંઈ પણ શાંતિ ન છતાં, તેઓએ, ‘શાંતિ, શાંતિ, ’ બોલીને મારા લોકની દીકરીનો ઘા ઉપરઉપરથી રુઝાવ્યો છે.


અને કંઈ પણ શાંતિ ન છતાં, ‘શાંતિ, શાંતિ, ’ એમ કહીને તેઓએ મારા લોકોની દીકરીનો ઘા ઉપરઉપરથી રુઝાવ્યો છે.


તારા પ્રબોધકોએ તારે માટે નિરર્થક તથા ઘેલાં સંદર્શનો જોયાં છે; અને તેઓએ તારો અન્યાય ઉઘાડો કર્યો નહિ કે, જેથી તારો બંદિવાસ પાછો ફેરવાઈ ગયો હોત; પણ તેઓએ તારે માટે અસત્ય વચનો તથા દેશનિકાલ થાય. એવાં સંદર્શનો જોયાં છે.


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના જે પ્રબોધકો પોતાના મનમાંથી કલ્પીને પ્રબોધ કરે છે, તેઓની વિરુદ્ધ પ્રબોધ કરીને તેઓને કહે કે, તને યહોવાનું વચન સાંભળો.


જેઓને યહોવાએ મોકલ્યા નથી તેમ છતાં તેઓ કહે છે કે યહોવા આમ આમ કહે છે, તેઓને વ્યર્થતાનું તથા જૂઠા શકૂનનું દર્શન થયું છે અને તેઓએ માણસોમાં એવી આશા ઉત્પન્ન કરી છે કે તેમનું વચન ફળીભૂત થશે.


જેઓએ તેઓના યજ્ઞની ચરબી ખાધી, [અને] તેઓનાં પેયાર્પણનો દ્રાક્ષારસ પીધો તેઓ ક્યાં ગયા? તેઓ ઊઠીને તમને મદદ કરે, તેઓ તમારો આશરો થાય!


Lean sinn:

Sanasan


Sanasan