Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 37:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પછી યર્મિયાએ સિદકિયા રાજાને કહ્યું, “મેં તમારો અથવા તમારા સેવકોનો અથવા લોકોનો શો અપરાધ કર્યો છે કે તમે મને બંદીખાનામાં નાખ્યો છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 પછી યર્મિયાએ સિદકિયા રાજાને પૂછયું, “તારી કે તારા અધિકારીઓની કે આ લોકોની વિરુદ્ધ મેં શો ગુનો કર્યો છે કે તમે બધાએ મને કેદમાં નાખ્યો છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ત્યારબાદ યર્મિયાએ સિદકિયા રાજાને કહ્યું, મેં તમારો કે તમારા સેવકોનો તથા તમારા લોકોનો શો અપરાધ કર્યો છે કે તેં મને કેદ કર્યો છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 ત્યારબાદ યર્મિયાએ રાજા સિદકિયાને પૂછયું, “મેં તમારું કે તમારા અમલદારોનું કે આ લોકોનું શું બગાડ્યું છે કે તમે મને કેદ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 37:18
15 Iomraidhean Croise  

અને યાકૂબને‍ રોષ ચઢયો, ને તેણે લાબાન સાથે વિવાદ કર્યો; અને યાકૂબે ઉત્તર આપીને લાબાનને કહ્યું, “મારો શો અપરાધ? અને મારું શું પાપ કે તું મારી પાછળ લાગ્યો છે?


જે કોઈ ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે, તેના ઘરમાંથી હાનિ દૂર થશે નહિ.


વળી નેકીવાનને દંડ કરવો, તથા પ્રામાણિકપણાને લીધે સજ્‍જનોને મારવા એ યોગ્ય નથી.


ત્યારે યહૂદિયાના રાજા હિઝકિયાએ તથા આખા યહૂદિયાએ તેને મારી નાખ્યો હતો કે? શું તે યહોવાથી બીધો નહોતો? વળી તેણે મહેરબાની રાખવાને યહોવાને વિનંતી કરી નહોતી? ત્યારે યહોવા તેઓના ઉપર જે વિપત્તિ પાડવાને બોલ્યા હતા, તે વિષે તેમણે પશ્ચાતાપ કર્યો. પણ [જો આપણે યર્મિયાને મોતની સજાને લાયક ઠરાવીએ તો] આપણે આપણા પોતાના જીવોની મોટી હાનિ કરનારા થઈશું.


મારા ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોના મોં બંધ કરાવ્યાં છે, ને તેઓએ મને [કંઈ પણ] ઈજા કરી નથી; કેમ કે હું તેમની નજરમાં નિર્દોષ માલૂમ પડ્યો. વળી, હે રાજાજી, મેં આપનો પણ કંઈ અપરાધ કર્યો નથી.”


ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના ક્યા કામને લીધે તમે મને પથ્થર મારો છો?”


ત્યારે પાઉલે ન્યાયસભાની સામે એકીનજરે જોઈ રહીને કહ્યું, “ભાઈઓ, હું આજ દિન સુધી ઈશ્વરની સમક્ષ શુદ્ધ અંત:કરણથી વર્ત્યો છું.”


એમ માનીને હું ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હંમેશાં નિર્દોષ અંત:કરણ રાખવાનો પ્રયત્ન કરું છું.


જો હું ગુનેગાર હોઉં, અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મરવાને ના પાડતો નથી. પણ જે વિષે તેઓ મારા પર તહોમત મૂકે છે તેમાંની જો એકે વાત ખરી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસારની પાસે ન્યાય માગું છું.


પણ મને એવું માલૂમ પડ્યું કે તેણે મરણદંડને યોગ્ય કંઈ કર્યું નથી. વળી તેણે પોતે સમ્રાટની પાસે ઇન્સાફ માગ્યો, તેથી મેં તેને [રોમ] મોકલી દેવાનો નિશ્ચય કર્યો છે.


ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું, “યહૂદીઓના નિયમશાસ્‍ત્ર અથવા મંદિર અથવા કાઈસારની વિરુદ્ધ મેં કંઈ ગુનો કર્યો નથી.”


તેઓએ એકાંતમાં જઈને અંદરઅંદર વિચાર કરીને કહ્યું, “એ માણસે મરણદંડ અથવા બેડીઓ [પહેરાવવા] યોગ્ય કંઈ કર્યું નથી.”


ત્યારે શું તમને સાચું કહેવાથી હું તમારો દુશ્મન થયો છું?


Lean sinn:

Sanasan


Sanasan