Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 36:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 વળી યર્મિયાએ એક બીજું ઓળિયું લઈને નેરિયાના પુત્ર બારુખ લેખકને આપ્યું; અને જે પુસ્તક યહૂદિયાના રાજા યહોયાકીમે અગ્નિમાં બાળી નાખ્યું હતું, તેમાંનાં યર્મિયાના મુખનાં બોલેલાં સર્વ વચન બારુખે તેમાં લખ્યાં. અને તેઓના જેવાં બીજાં ઘણાં વચન પણ તેમાં ઉજમેરાયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 પછી યર્મિયાએ ચર્મપત્રનો બીજો વીંટો લીધો અને લહિયા બારૂખને આપ્યો. યહોયાકીમ રાજાએ બાળી નાખેલા વીંટામાં હતા તે બધા સંદેશાઓ તેણે યર્મિયાના લખાવ્યા પ્રમાણે તેમાં લખ્યા. વળી, એ પ્રકારના બીજા સંદેશાઓ પણ તેમાં ઉમેરવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 ત્યારબાદ યર્મિયાએ બીજું ઓળિયું લીધું અને નેરિયાના દીકરા બારુખ લહિયાને લખવા આપ્યું. અને જે પુસ્તક યહૂદિયાના રાજા યહોયાકીમે અગ્નિમાં બાળી નાખ્યું હતું. તેમાંનાં યર્મિયાના મુખનાં બોલેલાં સર્વ વચન બારુખે તેમાં લખ્યાં. અને તેઓના જેવાં બીજા ઘણાં વચનો પણ તેમાં ઉમેર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 ત્યારબાદ યર્મિયાએ બીજું ઓળિયું લીધું અને નેરિયાના પુત્ર બારૂખ લહિયાને લખવા આપ્યું. પછી પહેલાં લખાયું હતું તે સર્વ તેણે બારૂખને ફરીથી લખાવ્યું, પરંતુ આ વખતે યહોવાએ તેમાં ઘણાં વચનો ઉમેર્યા.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 36:32
13 Iomraidhean Croise  

અને યહોવાએ મૂસાને કહ્યું, “પહેલીના જેવી બે શિલાપાટીઓ તારે માટે ઘડ; અને તારાથી ભાંગી ગયેલી પાટીઓ પર જે શબ્દો હતા, તે હું આ પાટીઓ પર લખીશ.


ત્યારે બારૂખે તેઓને કહ્યું, “તેણે પોતાના મુખથી આ સર્વ વચન ઉચ્ચાર્યાં, ને મેં પુસ્તકમાં તે શાહીથી લખ્યાં.”


જ્યારે યેહૂદીએ ત્રણ ચાર પાનાં વાંચ્યાં ત્યારે [રાજાએ] ચપ્પૂ વડે તે કાપીને સગડીમાં નાખ્યાં, ને એ પ્રમાણે આખું ઓળિયું બાળી નાખવામાં આવ્યું.


ત્યારે યર્મિયાએ નેરિયાના પુત્ર બારુખને બોલાવ્યો; અને યહોવાએ જે વચનો કહ્યાં હતાં તે સર્વ, યર્મિયાના બોલવા પ્રમાણે, બારુખે ઓળિયામાં લખ્યાં.


ત્યારે નબૂખાદનેસ્સારને રોમેરોમે ક્રોધ વ્યાપ્યો, ને શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોની સામે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું! તેણે એવો હુકમ ફરમાવ્યો, “ભઠ્ઠી હમેશાં ગરમ કરવામાં આવતી હતી તે કરતાં સાતગણી ગરમ કરવી.”


બાબિલના રાજા બેલ્શાસ્સારને પહેલે વર્ષે દાનિયેલને પોતના બિછાનામાં સ્વપ્ન આવ્યું, ને તેના મગજમાં સંદર્શનો થયાં. તેણે તે સ્વપ્ન લખી લીધું, ને તે બાબતોમાં સાર કહી બતાવ્યો.


અને એ બધું થયા છતાં જો તમે મારું નહિ સાંભળો, તો હું તમને તમારાં પાપને લીધે સાતગણી વધારે શિક્ષા કરીશ.


અને જો તમે મારી વિરુદ્ધ ચાલશો, ને મારું સાંભળવાને નહિ ચાહો, તો હું તમારા પાપ પ્રમાણે સાતગણા પીડાપાત તમારાં પર લાવીશ.


તો હું પણ તમારી વિરુદ્ધ ચાલીશ, અને હું, હા, હું તમારાં પાપને લીધે તમને સાતગણી શિક્ષા કરીશ.


તો હું કોપાયમાન થઈને તમારી વિરુદ્ધ ચાલીશ, અને હું તમારાં પાપને લીધે તમને સાતગણી શિક્ષા કરીશ.


હું, આ પત્ર લખી આપનાર તેર્તિયુસ, પ્રભુમાં તમને સલામ કહું છું.


આ પુસ્તકમાંનાં ભવિષ્યવચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગન દઈને કહું છું, “જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે.


Lean sinn:

Sanasan


Sanasan