Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 36:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે તું લખ, ‘બાબિલનો રાજા ખચીત આવીને આ દેશનો નાશ કરશે, ને તેમાંનાં મનુષ્યો તથ પશુઓનો નાશ થશે, એમ યહોવા કહે છે, એવું આ ઓળિયામાં તેં શા વાસ્ત લખ્યું છે, ’ એમ કહીને તેં એ ઓળિયું બાળી નાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 યહૂદિયાના રાજા યહોયાકીમને આ પ્રમાણે કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે કે બેબિલોનનો રાજા આવીને આ દેશનો વિનાશ કરશે અને લોકોનો તથા પ્રાણીઓનો સંહાર કરશે એવું શા માટે લખ્યું છે એમ કહીને યહૂદિયાના રાજા યહોયાકીમે જાતે જ વીંટો બાળી નાખવાની હિંમત કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 પછી યહૂદિયાના રાજા યહોયાકીમને કહે કે; બાબિલનો રાજા નિશ્ચે આવીને દેશનો નાશ કરશે તથા તેમાંના માણસોનો અને પશુઓનો નાશ કરશે’ એવું યહોવાહ કહે છે, એવું તેં શા માટે આ ઓળિયામાં લખ્યું છે, એમ કહીને તેં એ ઓળિયું બાળી નાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 અને યહૂદિયાના રાજા યહોયાકીમને કહે કે, ‘આ યહોવાના વચન છે: “તે પોતે આ ઓળિયું બાળીને યર્મિયાને એમ કહીને ઠપકો આપ્યો છે કે, તું આવું તો કેવી રીતે કહી શકે કે, બાબિલનો રાજા આ દેશમાં ચોક્કસપણે આવી જે અહીંના માણસોનો અને પશુઓનો સંહાર કરી નાખશે?”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 36:29
21 Iomraidhean Croise  

સંકટ તથા વેદના તેને ગભરાવે છે; યુદ્ધને માટે સજ્જ થયેલા રાજાની જેમ તેઓ તેના પર જય પામે છે;


કેમ કે તેણે ઈશ્વર વિરુદ્ધ પોતાનો હાથ ઉઠાવ્યો છે, અને સર્વશક્તિમાનની વિરુદ્ધ તે અહંકારથી વર્તે છે;


શું તું મારો ઠરાવ પણ રદ કરશે? તું ન્યાયી ઠરે, માટે તું મને દોષિત ઠરાવશે?


તેઓ તો મુકરદમામાં માણસને ગુનેગાર ઠરાવનાર, ને દરવાજે ઠપકો આપનારને માટે પાશ પાથરનાર, ને ખોટા બહાનાથી નિર્દોષને દોષિત ઠરાવનાર છે.


તેઓ દષ્ટાઓને કહે છે, ‘તમે દર્શન કરશો નહિ’ અને પ્રબોધકાને [કહે છે] , ‘તમે અમને સત્ય વાતો કહેશો નહિ, પણ અમારી આગળ મીઠી મીઠી વાતો બોલો, ઠગાઈનો પ્રબોધ કરો;


જે પોતાના બનાવનાર સાથે વાદ કરે છે તેને અફસોસ! માટીનાં ઠીકરાંમાં તે ઠીકરું જ છે! શું માટી ઘડનારને પૂછે કે, ‘તું શું કરે છે?’ અને શું તારું કામ [કહે કે,] ‘તારા કામને હાથ નથી?’


યહોવા કહે છે, હિતને માટે નહિ, પણ વિપત્તિને માટે મેં આ નગરની સામે મારું મુખ ફેરવ્યું છે; તે બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે, ને તેને આગ લગાડી બાળી નાખશે.


તે દેશ વિષે જે સર્વ વચનો હું બોલ્યો હતો તે પ્રમાણે હું તેના પર [વિપત્તિ] લાવીશ, એટલે જે બધું આ પુસ્તકમાં લખેલું છે, જે ભવિષ્ય યર્મિયાએ સર્વ દેશો વિષે કહ્યું છે, તે પ્રમાણે હું [વિપત્તિ] લાવીશ.


તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ. અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ.


તેં યહોવાને નામે શા માટે એવું ભવિષ્ય કહ્યું છે કે, આ મંદિર શીલોના જેવું થઈ જશે, ને આ નગર વસતિહીન તથા ઉજજડ થશે?” પછી સર્વ લોકો યર્મિયાની પાસે યહોવાના મંદિરમાં એકત્ર થયા.


મારી અગાઉ તથા તારી અગાઉ પુરાતન કાળના જે પ્રબોધકો હતા તેઓએ ઘણા દેશોની વિરુદ્ધ તથા મોટાં રાજ્યોની વિરુદ્ધ લડાઈ, વિપત્તિ તથા મરકી વિષે ભવિષ્ય કહ્યું હતું.


કેમ કે યહૂદિયાના રાજા સિદકિયાએ તેને એમ કહીને કેદ કરી રાખ્યો હતો, “તું એવું ભવિષ્ય શા માટે કહે છે કે, યહોવા કહે છે કે, જુઓ, આ નગર હું બાબિલના રાજાના હાથમાં સોંપીશ, ને તે તેને લેશે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “વસતિહીન તથા પશુહીન થઈને ઉજજડ થયેલા એવા આ સ્થાનમાં તથા તેનાં સર્વ નગરોમાં, [ઘેટાંનાં] ટોળાં બેસાડનારા ભરવાડોનું રહેણાણ ફરી થશે.


જ્યારે યેહૂદીએ ત્રણ ચાર પાનાં વાંચ્યાં ત્યારે [રાજાએ] ચપ્પૂ વડે તે કાપીને સગડીમાં નાખ્યાં, ને એ પ્રમાણે આખું ઓળિયું બાળી નાખવામાં આવ્યું.


“અમે તમને સખત મના કરેલી હતી કે તમારે બોધ કરતાં એ નામ લેવું નહિ, તે છતાં જુઓ, તમે તો તમારા બોધથી યરુશાલેમને ગજાવી મૂક્યું છે, અને એ માણસનું લોહી [પાડવાનો દોષ] અમારા ઉપર મૂકવા માગો છો.”


પણ જો ઈશ્વરનું હશે તો તમારાથી તે ઊથલાવી નંખાશે નહિ, નહિ તો કદાચ તમે ઈશ્વરની સામા પણ લડનારા જણાશો.


તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં જોરાવર છીએ?


અને રખેને તે આ શાપની વાતો સાંભળે ત્યારે, તે પોતાના મનમાં પોતાને મુબારકબાદી આપીને કહે, ‘હું મારા હ્રદયની હઠીલાઈ પ્રમાણે ચાલું, ને સુકાની સાથે લીલાનો નાશ કરું તોપણ મને શાંતિ થશે.’


Lean sinn:

Sanasan


Sanasan