Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 35:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હું યહોવાના મંદિરમાં લાવ્યો; સરદારોના ઓરડાની પાસે દરવાન શાલુમના પુત્ર માસેયાના ઓરડા ઉપર, ઈશ્વરભક્ત ગદાલ્યાના પુત્ર હનાનના પુત્રોના ઓરડામાં મેં તેઓને ભેગા કર્યા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 ઈશ્વરભક્ત ગદાલ્યાના પુત્ર હનાનના પુત્રોના ઓરડામાં તેમને એકત્ર કર્યા. આ ઓરડો અધિકારીઓના ઓરડા પાસે અને દ્વારપાલ શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડા ઉપર આવેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હું યહોવાહના ઘરમાં લાવ્યો. સરદારોના ઓરડાઓ પાસે દરવાન શાલ્લુમના દીકરા માસેયાના ઓરડાની ઉપર ઈશ્વરના પુરુષ ગદાલ્યાના દીકરા હનાનના દીકરાના ઓરડામાં મેં તેઓને ભેગા કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 મંદિરમાં તેઓને ગદાલ્યાના પુત્ર હનાન પ્રબોધકના પુત્રોને આપવામાં આવેલા ઓરડામાં લઇ આવ્યો. આ ઓરડો મહેલના અધિકારીના ઓરડા પાસે તથા મંદિરના દરવાન શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડાની બરોબર પર હતો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 35:4
35 Iomraidhean Croise  

પણ ઈશ્વરની વાણી ઈશ્વર ભક્ત શમાયા પાસે આ પ્રમાણે આવી,


અને જુઓ, યહોવાના વચનથી એક ઈશ્વરભક્ત યહૂદિયામાંથી બેથેલ આવ્યો. અને યરોબામ ધૂપ બાળવા માટે વેદી પાસે ઊભેલો હતો.


જે પ્રબોધક એને માર્ગેથી પાછો વાળી લાવ્યો હતો તેણે તે વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “તે ઈશ્વરભક્ત છે, જેણે યહોવાના વચન સામે બંડ કર્યું હતું. માટે યહોવાએ તેને સિંહને સોંપ્યો છે, ને યહોવાએ તેને પોતાનું જે વેણ કહ્યું હતું તે પ્રમાણે એણે તેને ફાડીને મારી નાખ્યો છે.”


તે સ્ત્રીએ એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત, તમારે મારી વિરુદ્ધ શું છે? શું તમે મારા અપરાધનું સ્મરણ કરાવવા, તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યા છો?”


તે સ્ત્રીએ એલિયાને કહ્યું, “હવે હું જાણું છું કે તમે ઈશ્વરભક્ત છો, ને તમારા મુખમાં યહોવાનું જે વચન છે તે સત્ય છે.”


અને એક ઈશ્વરભકતે પાસે આવીને ઇઝરાયલના રાજાને કહ્યું, “યહોવા એમ કહે છે કે, અરામીઓએ કહ્યું છે કે, યહોવા તો પર્વતોનો દેવ છે, પણ તે મેદાનનો દેવ નથી; એ માટે હું આ આખો મોટો સમુદાય તારા હાથમાં સોંપીશ, ને તમે જાણશો કે હું જ યહોવા છું.”


પછી [રાજાએ] પચાસના જમાદારને તેના પચાસ [સિપાઇઓ] સાથે એલિયાની પાસે મોકલ્યો. તે એની પાસે ગયો. અને જુઓ, તે પહાડના શિખર પર બેઠેલો હતો. જમાદારે એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત, રાજાએ કહ્યું, ‘તું નીચે ઊતર.’”


પણ યહોયાદા યાજકે એક પેટી લઈને તેને ઢાંકણામાં છેદ પાડીને તેને યહોવાના મંદિરમાં પેસતાં જમણી બાજુએ વેદી પાસે મૂકી; અને દરવાજાની ચોકી કરનાર યાજકો, જે સર્વ પૈસા યહોવાના મંદિરમાં લાવવામાં આવતા, તે તેમાં નાખતા.


રક્ષક ટુકડીના સરદારે મુખ્ય યાજક સરાયાને, બીજા યાજક સફાન્યાને તથા ત્રણ દ્વારરક્ષકોને લીધા.


એટલે તે ગયો, ને ઈશ્વરભક્તના કહ્યા પ્રમાણે યર્દનમાં સાત વાર ડૂબકી મારી, એટલે તેનું માસ બદલાઈને નાના છોકરાના માંસ જેવું થઈ ગયું, ને તે શુદ્ધ થયો.


પણ ઈશ્વરભકત એલિશાના ‍ચાકર ગેહઝીએ કહ્યું, “જો, આ અરામી નામાન જે લાવ્યો હતો, તે તેની પાસેથી લીધા વગર મારા શેઠે એને જવા દીધો છે; પણ યહોવાના જીવના સમ કે હું તો એની પાછળ દોડીને એની પાસેથી કેટલુંક લઈશ.”


અને જે સ્થળ વિષે ઈશ્વરભક્તે ઇઝરાયલના રાજાને કહાવીને તેને ચેતવણી આપી હતી ત્યાં માણસ મોકલીને ઇઝરાયલનો રાજા બચવા પામ્યો. એક બે વાર જ [બચવા પામ્યો] એમ નહિ.


જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો, તેને રાજાએ દરવાજાની સંભાળ રાખવાનું સોંપ્યું. રાજા ઊતરીને તેની પાસે આવ્યો ત્યારે ઈશ્વરભક્તે જેમ કહ્યું હતું તેમ, તે [સરદાર] દરવાજામાં લોકોનાં પગ નીચે છૂંદાઈને મરણ પામ્યો.


ત્યારે જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો તેણે ઈશ્વરભક્તને ઉત્તર આપ્યો, “જો યહોવા આકાશમાં બારીઓ કરે તોપણ એ વાત બની શકે શું?” અને એલિશાએ કહ્યું, “જો, તું તે નજરે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”


તેઓ ઈશ્વરના મંદિરની આસપાસ રહેતા હતા, કેમ કે તે તેમના હવાલામાં હતું. દર સવારે તે ઉઘાડવાનું કામ તેઓનું હતું.


તેણે દરરોજના કાર્યક્રમ પ્રમાણે પોતાના પિતા દાઉદના વિધિ પ્રમાણે યાજકોના કામ પર વારા પ્રમાણે નિયુક્ત કરેલી ટોળીઓને, લેવીઓને, પોતાના કામ ઉપર એટલે સ્તોત્ર ગાવા તથા યાજકની સેવા કરવા માટે, ઠરાવ્યા. વળી દરેક દ્વાર આગળ વારા પ્રમાણે દ્વારપાળો [નીમ્યા] ; (કેમ કે ઈશ્વરભકત દાઉદે એવી આજ્ઞા કરી હતી.)


કેમ કે હજાર દિવસ કરતાં તમારાં આંગણાંમાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટતાનાં તંબુઓમાં રહેવું, તે કરતાં મારા ઈશ્વરના મંદિરના દરવાન થવું તે મને વધારે પસંદ છે.


જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના પુત્ર પાશહૂરને તથા માસેયા યાજકના પુત્ર સફાન્યાને યર્મિયાની પાસે મોકલીને કહાવ્યું,


જ્યારે યહૂદિયાના સર્વ સરદારોએ આ વાત સાંભળી ત્યારે તેઓ રાજાના મહેલમાંથી યહોવાના મંદિરમાં ચઢી આવ્યા; અને તેઓ યહોવાના મંદિરના નવા દરવાજાને નાકે બેઠા.


ત્યારે હબાસીન્યાના પુત્ર યર્મિયાના પુત્ર યાઝાન્યાને, તેના ભાઈઓને તથા તેના સર્વ પુત્રોને તથા તમામ રેખાબી ગોત્રીઓને,


પછી રક્ષકટુકડીના સરદારે મુખ્ય યાજક સરાયાને, તેનાથી ઊતરતા યાજક સફાન્યાને તથા ત્રણ દરવાનને પકડી લીધા.


દરવાજાના ખાંભો પાસે કમાડવળી ઓરડી હતી. ત્યાં દહનીયાર્પણો ધોવામાં આવતાં હતાં.


તેઓએ પોતાના ઉંબરા મારા ઉંબરા પાસે ને પોતાની બારસાખો મારી બાસાખ પાસે બેસાડી હતી, ને મારી તથા તેમની વચમાં ફક્ત એક ભીંત જ આવેલી હતી. તેઓએ ધિક્કારપાત્ર કૃત્યો કરીને તેઓ વડે મારા પવિત્ર નામને કલંક લગાડ્યું છે; એ માટે મેં મારા કોપમાં તેઓનો સંહાર કર્યો છે.


અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મરણ અગાઉ ઇઝરાયલી લોકોને જે આશીર્વાદ આપ્યો તે આ છે.


પણ, હે ઈશ્વરભક્ત, તું તેઓથી નાસી જા. અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર.


જેથી ઈશ્વરનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને માટે તૈયાર થાય.


અને યહૂદાપુત્રો યહોશુઆ પાસે ગિલ્ગાલમાં આવ્યા; અને કનિઝી યફૂન્‍નેના દીકરા કાલેબે તેને કહ્યું, “કાદેશ-બાર્નેઆમાં યહોવાએ ઈશ્વરભક્ત મૂસાને તારા વિષે ને મારા વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.


ઈશ્વરના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, “યહોવા એમ કહે છે કે, જ્યારે તારા પિતૃનું કુળ મિસરમાં ફારુનના કુળની [ગુલામીમાં] હતું, ત્યારે મેં તેઓને દર્શન આપ્યું હતું કે નહિ?


Lean sinn:

Sanasan


Sanasan