Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 35:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહૂદિયાના રાજ યોશિયાના પુત્ર યહોયાકીમની કારકિર્દીમાં જે વચન યર્મિયાની પાસે આવ્યું તે આ:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 યોશિયાના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાકીમના રાજ્યકાળ દરમ્યાન યર્મિયાને પ્રભુ તરફથી સંદેશ મળ્યો:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના રાજ્યકાળ દરમ્યાન યહોવાહનું વચન યર્મિયા પાસે આવ્યું તે આ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યકાળ દરમ્યાન યહોવાનો આ સંદેશો યર્મિયા પાસે આવ્યો:

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 35:1
14 Iomraidhean Croise  

ફારુન-નકોએ યોશિયાના દીકરા એલ્યાકીમને તેના પિતા યોશિયાની જગાએ રાજા ઠરાવ્યો, ને તેનું નામ ફેરવીને યહોયાકીમ પાડ્યું; પણ તે યહોઆહાઝને પકડી લઈ ગયો; અને તે મિસરમાં આવ્યા પછી મરણ પામ્યો.


યહોયાકીમ ફારુનને ઠરાવેલું રૂપું તથા સોનું આપતો; પણ ફારુનના હુકમ પ્રમાણે પૈસા આપવા માટે તેણે દેશ પર કર નાખ્યો, ફારુન-નકોને આપવા માટે રૂપું તથા સોનું દેશના લોક પાસેથી, તેના પર ઠરાવેલા કર પ્રમાણે તે જોરજુલમથી લેતો હતો.


વળી યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના સમયમાં, અને યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર સિદકિયાના અગિયારમા વર્ષની આખર સુધી, એટલે તે વરસના પાંચમા મહિનામાં યરુશાલેમનો બંદીવાસ થતાં સુધી તે વચન આવ્યું.


યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના ચોથા વર્ષમાં, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના પહેલા વર્ષમાં, યહૂદિયાના સર્વ લોકો વિષે જે વચન યર્મિયાની પાસે આવ્યું;


યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમની કારકિર્દીના આરંભમાં આ વચન યહોવાની પાસેથી આવ્યું.


ત્યારે જે સ્તંભ, સમુદ્ર, પાયા તથા જે પાત્રો તે લઈ ગયો નહિ, પણ જે આ નગરમાં હજુ રહેલાં છે, તેઓ વિષે સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે કે,


વળી યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના ચોથા વર્ષમાં યહોવાનું આ વચન યર્મિયાની પાસે આવ્યું:


યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે તું લખ, ‘બાબિલનો રાજા ખચીત આવીને આ દેશનો નાશ કરશે, ને તેમાંનાં મનુષ્યો તથ પશુઓનો નાશ થશે, એમ યહોવા કહે છે, એવું આ ઓળિયામાં તેં શા વાસ્ત લખ્યું છે, ’ એમ કહીને તેં એ ઓળિયું બાળી નાખ્યું છે.


યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના પાંચમા વર્ષના નવમા માસમાં યરુશાલેમમાંના સર્વ લોકો, તથા યહૂદિયાનાં નગરોમાંથી જેઓ યરુશાલેમમાં આવ્યા હતા તેઓએ યહોવાની આગળ ઉપવાસ કરવાનું ફરમાવ્યું.


મિસર વિષેની વાત:મિસરના રાજા ફારુન નકોનું જે સૈન્ય ફ્રાત નદીની પાસે કાર્કમીશમાં હતું, જેને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના ચોથા વર્ષમાં હરાવ્યું તેને લગતી વાત.


યહૂદિયાના રાજા યહોયાકીમની કારકિર્દીને ત્રીજે વર્ષે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યરુશાલેમ આવીને તેને ઘેરો નાખ્યો.


Lean sinn:

Sanasan


Sanasan