Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 34:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 [એ કરાર તો એવો હતો કે,] દરેક માણસ પોતાના હિબ્રૂ દાસ અને દાસીને છોડી મૂકે, જેથી કોઈ પણ માણસ તેઓની પાસે, એટલે પોતાનાં હિબ્રૂ ભાઈ [બહેન] ની પાસે સેવા કરાવે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 એ કરાર પ્રમાણે દરેક હિબ્રૂ સ્ત્રી કે પુરુષે ગુલામોને મુક્તિ આપવાની હતી; જેથી કોઈ હિબ્રૂ બીજા હિબ્રૂને ગુલામીના બંધનમાં રાખે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 દરેક માણસ પોતાના હિબ્રૂ દાસ દાસીઓને છોડી મૂકે. જેથી કોઈ પણ માણસ તેઓની પાસે એટલે પોતાના યહૂદા ભાઈ બહેનો પાસે સેવા કરાવે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 કારણ કે રાજા સિદકિયાએ ફરમાન બહાર પાડ્યું હતું કે, દરેક જણે પોતાનાં સ્ત્રી કે પુરુષ હિબ્રૂ ગુલામને છોડી દેવાના હતાં. અને કોઇએ પછી કોઇ જાતભાઇને ગુલામ રાખવાનો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 34:9
16 Iomraidhean Croise  

અને એક જણ નાઠો હતો, તેણે આવીને હિબ્રૂ ઇબ્રામને ખબર આપી; કેમ કે તે એશ્કોલ તથા આનેરના ભાઈ અમોરીના મામરેનઆં એલોન ઝાડ પાસે રહેતો હતો. અને તેઓ ઇબ્રામની સાથે સંપીલા હતા.


કેમ કે હિબ્રૂઓના દેશમાંથી હું ખરેખર ચોરાઈ ગયેલો છું, અને અહીં પણ મેં કેદમાં નંખાવા લાયક કંઈ કર્યું નથી.”


અને તે ઉઘાડી તો તેણે પેલું બાળક જોયું; અને જુઓ, તે બાળક રડતું હતું. અને ફારુન-પુત્રીને તેના ઉપર દયા આવી, ને તેને કહ્યું, “એ કોઈ હિબ્રૂનું બાળક છે.”


અને તેઓ તરી વાણી સાંભળશે; અને તું તથા ઇઝરાયલના વડીલો મિસરના રાજાની પાસે જઈને તેને કહો, ‘હિબ્રૂઓના ઈશ્વર, યહોવા અમને મળ્યા છે. અને હવે અમારા ઈશ્વર યહોવાની આગળ યજ્ઞ કરવા માટે અમને ત્રણ દિવસની મજલ જેટલે અરણ્યમાં જવા દે.’


ઘણી પ્રજાઓ તથા મોટા મોટા રાજાઓ તેઓની પાસે સેવા કરાવશે. અને હું તેઓનાં આચરણ પ્રમાણે તથા તેઓના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપીશ.”


તેના દેશને માટે નિર્માણ થયેલો સમય આવે, ત્યાં સુધી સર્વ પ્રજાઓ તેની, તેના પુત્રની તથા તેના પૌત્રની સેવા કરશે; [પરંતુ] ત્યારપછી ઘણી પ્રજાઓ તથા મોટા રાજાઓ તેની પાસે સેવા કરાવશે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તે દિવસે હું તેની ઝૂંસરી તારી ગરદન પરથી ભાંગી નાખીશ, ને તારાં બંધનો તોડી નાખીશ. પરદેશીઓ ફરી તેની પાસે સેવા કરાવશે નહિ.


સર્વ સરદારો તથા સર્વ લોકો એવા કરારના બંધનમાં આવ્યા હતા કે દરેક પોતાના દાસને ને પોતાની દાસીને છોડી મૂકે, ને હવે પછી તેઓની પાસે સેવા કરાવે નહિ; એ કરાર પાળીને તેઓએ તેઓને છોડી મૂક્યાં;


ઊલટું તમે પોતે અન્યાય કરો છો, તથા [બીજાનું] પડાવી લો છો, અને તે વળી [તમારા] ભાઈઓનું!


શું તેઓ હિબ્રૂ છે? તો હું પણ છું. શું તેઓ ઇઝરાયલી છે? તો હું પણ છું. શું તેઓ ઇબ્રાહિમના સંતાન છે? તો હું પણ છું.


જો તારો ભાઈ, એટલે કોઈ હિબ્રૂ પુરુષ અથવા હિબ્રૂ સ્‍ત્રી, તારે ત્યાં વેચાયો હોય, ને છ વર્ષ સુધી તે તારી ચાકરી કરે, તો સાતમે વર્ષે તારે તેને છોડી મૂકવો.


આઠમે દિવસે સુન્‍નત પામેલો, ઇઝરાયલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રૂઓનો હિબ્રૂ, નિયમ [શાસ્‍ત્ર] સંબંધી ફરોશી;


પછી તે બન્‍નેએ પલિસ્તીઓના લશ્કરને દેખા દીધી. પલિસ્તીઓએ કહ્યું, “જુઓ, જે ખાડાઓમાં હિબ્રૂઓ સંતાઈ રહ્યા હતા તેમાંથી તેઓ બહાર આવે છે.”


જ્યારે પલિસ્તીઓએ હોકારાનો અવાજ સાંભળ્યો, ત્યારે તેઓએ કહ્યું, “હિબ્રૂઓની છાવણીમાં આવો મોટો હોકારો કેમ થાય છે?” અને તેઓ સમજ્યા કે યહોવાનો કોશ છાવણીમાં આવ્યો છે.


ઓ પલિસ્તીઓ, તમે બળવાન થાઓ, ને પુરુષાતન દાખવો, રખેને જેમ હિબ્રૂઓ તમારા દાસ થયા હતા, તેમ તમે તેઓના દાસ થાઓ; પુરુષાતન દાખવો, ને લડો.”


Lean sinn:

Sanasan


Sanasan