Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 34:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 યરુશાલેમમાં રહેલા લોકોને છુટકારાની જાહેરખબર આપવાનો કરાર સિદકિયા રાજાએ યરુશાલેમમાંના સર્વ લોકોની સાથે કર્યો હતો, ત્યાર પછી જે વચન યહોવાથી યર્મિયાની પાસે આવ્યું તે નીચે પ્રમાણે હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 સિદકિયા રાજાએ યરુશાલેમના સર્વ લોકો સાથે ગુલામોની મુક્તિની જાહેરાત કરવાનો કરાર કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યહૂદિયાના રાજા સિદકિયાએ યરુશાલેમના સર્વ ગુલામોને મુકત કરવાને લગતા કરાર કર્યા પછી યર્મિયાની પાસે યહોવાહનું જે વચન આવ્યું તે આ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 યહૂદિયાના રાજા સિદકિયાએ યરૂશાલેમના સર્વ ગુલામોને મુકત કરવાને લગતા કરાર કર્યા પછી યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 34:8
18 Iomraidhean Croise  

યહોયાદાએ યહોવાની અને રાજા તથા લોકોની વચ્ચે કરાર કર્યો કે, તેઓએ યહોવાના લોક થવું; વળી રાજા તથા લોકોની વચ્ચે પણ [તેણે કરાર કર્યો].


પછી યહોયાદાએ પોતે તથા સર્વ લોક તથા રાજાની વચ્ચે એવા કોલકરાર કર્યા, “આપણે યહોવાના લોક થવું.”


હવે આપણા પરથી ઈશ્વરનો ઉગ્ર કોપ સમે માટે ઇઝરાયલના ઈશ્વર યહોવાની સાથે કરાર કરવાનું મારું મન છે.


એ સર્વને લીધે અમે નક્કી કરાર કરીએ છીએ; અને તે નોંધીએ છીએ. તે પર અમારા સરદારો, અમારા લેવીઓ [તથા] અમારા યાજકો પોતપોતાની મુદ્રા કરે છે.”


[પણ] દુષ્ટતાનાં બંધનો છોડવાં, ઝૂંસરીનાં જોતર છોડવાં, દબાયેલાને મુક્ત કરીને વિદાય કરવા, અને વળી સર્વ ઝૂંસરીને ભાંગી નાખવી.-જે ઉપવાસ હું પસંદ કરું છું તે શું એ નથી?


પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા માટે યહોવાએ મને અભિષિક્ત કર્યો છે; ભગ્ન હ્રદયોવાળાને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઊઘડવાની ખબર પ્રસિદ્ધ કરવા માટે;


તેથી યહોવા કહે છે, “તમે દરેકે પોતાના ભાઈનો તથા પોતાના પડોશીનો છુટકારો જાહેર કરવાનું મારું [વચન] પાળ્યું નથી, તેથી યહોવા કહે છે કે, હું તમારો ત્યાગ કરીને તમને તરવાર, મરકી તથા દુકાળને સ્વાધીન કરીશ. અને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં હું તમને વિખેરી નાખીશ.


અને પચાસમું વર્ષ તમારે પવિત્ર પાળવું, ને આખા દેશમાં તેના સર્વ રહેવાસીઓને માટે છૂટકાની જાહેરાત કરવી. તે તમારે માટે રણશિંગડાનું [એટલે જુબિલીનું] વર્ષ થાય; અને તમ પત્યેક માણસે પોતપોતાના વતનમાં પાછા આવવું, ને તમ પ્રત્યેક માણસે પોતપોતાના કુટુંબમાં પાછા આવવું.


જો તારો ભાઈ, એટલે કોઈ હિબ્રૂ પુરુષ અથવા હિબ્રૂ સ્‍ત્રી, તારે ત્યાં વેચાયો હોય, ને છ વર્ષ સુધી તે તારી ચાકરી કરે, તો સાતમે વર્ષે તારે તેને છોડી મૂકવો.


Lean sinn:

Sanasan


Sanasan