Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 33:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે આ નગરમાંના ઘરો તથા યહૂદિયાના રાજાઓના મહેલો, જે મોરચાઓની સામે તથ તરવારની સામે [રક્ષણનાં બાંધકામ કરવા માટે] પાડી નાખેલાં છે, તેઓ વિષે ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 કારણ, હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહું છું: યરુશાલેમનાં મકાનો અને યહૂદિયાના રાજાઓના મહેલોને ખાલદીઓનાં લશ્કર ઘેરા આક્રમણથી તોડી પાડી ખંડેર બનાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 આથી આ નગરનાં ઘરો અને યહૂદિયાના રાજાઓના મહેલો જે મોરચાઓની સામે તથા તલવારની સામે રક્ષણ મેળવવા માટે તોડી નંખાયાં હતાં. તેઓ વિષે ઇઝરાયલના ઈશ્વર કહે છે કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 આથી જ ઇસ્રાએલના દેવ યહોવા આ નગરના ઘરો અને યહૂદિયાના રાજાઓના ઘરો માટે કહે છે, જેને બાબિલના હુમલાઓથી રક્ષણ મેળવવા માટે તોડી નંખાયાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 33:4
11 Iomraidhean Croise  

તમે યરુશાલેમનાં ઘરોને ગણી જોયાં, ને કોટને સમારવા માટે ઘરોને પાડી નાખ્યાં.


મારા લોકોની ભૂમિ પર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે; ઉલ્લાસી નગરનાં સર્વ આનંદભર્યા ઘર પર તેઓ ઊગશે.


કેમ કે રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે; વસતિવાળું નગર ઉજજડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાંના આનંદનું સ્થાન, અને ઘેટાંનું ચરણ થશે.


આ મોચાઓ જુઓ! નગરને જીતી લેવા માટે તેની નજીક તેઓ ઊભા કરવામાં આવ્યા છે. અને તેના પર રહીને જે ખાલદીઓ લડે છે તેઓના હાથમાં તરવાર, દુકાળ તથા મરકીને લીધે, નગર આપવામાં આવ્યું છે. તમે જે બોલ્યા છો તે થયું છે; અને જુઓ, તમે તે જુઓ છો.


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવાએ ફરમાવ્યું છે, “તમે વૃક્ષો કાપીને યરુશાલેમની વિરુદ્ધ મોરચા બાંધો. જેની ખબર લેવાની છે તે આ નગર છે; તેનામાં નર્યો બલાત્કાર જ છે.


પ્રભુએ પોતાની વેદી તજી દીધી છે, તે પોતાના પવિત્રસ્થાનથી કંટાળી ગયા છે. પ્રભુએ તેમના રાજમહેલોની ભીંતો શત્રુના હાથમાં સોંપી દીધી છે. જેમ શુભ સભાને દિવસે ઘોંઘાટ થાય છે તેમ તેઓએ યહોવાના મંદિરમાં ઘોંઘાટ કર્યો છે.


તેના જમણા હાથમાં યરુશાલેમ [સંબંધી] શકુન આવ્યા હતા, એટલે કોટભંજક યંત્રો ચોઢવા, સંહારાર્થે મોં ઉઘાડવા, મોટે ઘાંટે હોકારા પાડવા, દરવાજાઓ સામે દ્વારભંજક યંત્રો ગોઠવવા, મોરચા ઉઠાવવા, [તથા] કિલ્લાઓ બાંધવા સંબંધી [શકુન આવ્યા હતા].


તે તરવારથી તારી પુત્રીઓને સીમમાં મારી નાખશે. તે તારી સામે કિલ્લા બાંધશે, તારી સામે મોરચા ઉઠાવશે, ને તારી સામે ઢાલ ધરશે.


અને ચિત્રમાં તેની વિરુદ્ધ ઘેરો નાખ, ને તેની સમે કિલ્લા બાંધ, ને તેની સામે મોરચા ઉઠાવ; તેની સામે છાવણીઓ પણ નાખ, ને તેની સામે ચારે તરફ કોટ તોડવાનાં યંત્રો ઊભા કર.


હા, તે રાજાઓની મશ્કરી કરે છે, ને અમલદારો તો તેની નજરમાં હાસ્યરૂપ છે. દરેક કિલ્લાની તે હાંસી કરે છે. કેમ કે ધૂળના ઢગલા કરીને તે તેને લઈ લે છે.


જે ઝાડ વિષે તું જાણે છે કે તે ફળઝાડ નથી, તેઓનો જ નાશ કરવો ને તેઓને જ કાપી નાખવાં. અને જે નગર તારી સામે યુદ્ધ કરે છે તેનો પરાજય થતાં સુધી તારે તેની સામે મોરચા બાંધવા.


Lean sinn:

Sanasan


Sanasan