Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 33:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 યહોવા જે જગતના ઉત્પન્ન કરનાર, તેના રચનાર ને તેને સ્થિર કરનાર છે, તેમનું નામ યહોવા છે, તે કહે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પૃથ્વીને ઉત્પન્‍ન કરનાર અને તેની રચના કરી તેને સ્થાપિત કરનાર ઈશ્વર જેમનું નામ યાહવે છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “યહોવાહ જે જગતના ઉત્પન્ન કરનાર, તેનો રચનાર અને તેને સ્થિર કરનાર છે. તેમનું નામ યહોવાહ છે; તે કહે છે કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 આ પ્રમાણે યહોવા કહે છે જે જગતનો ઉત્પન કરનાર છે, જે યહોવાએ તેને સ્થાપિત થાય તે માટે બનાવ્યું છે, યહોવા તેનુ નામ છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 33:2
21 Iomraidhean Croise  

કેમ કે યહોવાએ સિયોનને બાંધ્યું છે, અને પોતાના ગૌરવથી તે પ્રગટ થયા છે;


વળી સિયોન વિષે કહેવાશે, “આ માણસનો તથા પેલા માણસનો જન્મ તેમાં થયો; પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”


યહોવા તો યોદ્ધો છે; તેમનું નામ યહોવા છે.


અને સર્વસમર્થ ઈશ્વર, એ નામે મેં ઇબ્રાહિમને તથા ઇસહાકને તથા યાકૂબને દર્શન આપ્યું, પણ યહોવા એ મારા નામથી તેઓ મને ઓળખતા નહોતા.


તો દેશના એલચીઓને કેવો ઉત્તર આપવો? તે આ-યહોવાએ સિયોનનો પાયો નાખેલો છે, ને તેના લોકોમાંના જેઓ દુ:ખી છે તેઓ એના આશ્રયમાં આવી રહેશે.”


[યહોવા કહે છે,] શું તેં નથી સાંભળ્યું કે, મેં પુરાતન કાળથી તે [ઠરાવ] કર્યો ચે, ને પ્રાચીન કાળથી તે ઘાટ ઘડયો છે? અને હવે હું એવું કરું છું કે કોટવાળાં નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડિયેરના ઢગલા તું કરી નાખનાર થાય.


હું યહોવા છું; એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને, તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ.


પણ હવે, હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા યહોવા, ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે.


મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે.


તે યરુશાલેમને સ્થાપે, ને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે, ત્યાં સુધી પ્રભુને વિશ્રામ આપવો નહિ.


યાકૂબનો હિસ્સો તેમના જેવો નથી, કેમ કે તે સર્વના બનાવનાર છે; અને ઇઝરાયલ તેમના વારસાની કોમ છે: તેમનુમ નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે.


[યહોવા કહે છે,] “તે માટે, હું તેઓને જણાવીશ, આ વખતે હું તેઓને મારો હાથ તથા મારું સામર્થ્ય જણાવીશ. અને ત્યારે તેઓ જાણશે કે મારું નામ યહોવા છે.”


તમે હજારો પર કૃપા કરો છો, ને પૂર્વજોના અન્યાયનું ફળ તેઓની પાછળ આવનાર તેઓના પુત્રોના ખોળામાં ભરી આપો છો. તમે મહાન તથા શક્તિમાન ઈશ્વર છો, તમારું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે.


યાકૂબનો હિસ્સો તેઓના જેવો નથી; કેમ કે તે સર્વનો બનાવનાર છે; અને ઇઝરાયલ તેમના વારસાના લોક છે; તેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, યહોવા છે.


તમે તેમને શોધો કે જે કૃત્તિકા તથા મૃગશિરના કર્તા છે, જે ઘોર અંધકારને પ્રભાતરૂપ કરી નાખે છે, ને જે દિવસને રાત વડે અંધકારમય કરી દે છે, અને જે સમુદ્રના પાણીને હાંક મારે છે, ને તેઓને પૃથ્વીની સપાટી પર રેડી દે છે, તેમનું નામ યહોવા છે.


જે આકાશમાં પોતાના ઓરડાઓ બાંધે છે, ને પૃથ્વી પર પોતાનો મુગટ સ્થાપે છે; જે સમુદ્રનાં પાણીને આજ્ઞા કરી બોલાવે છે, ને તેમને પૃથ્વીની સપાટી પર રેડી દે છે, તેમનું નામ યહોવા છે.


કેમ કે જે શહેરને પાયો છે, જેના યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે, તેની આશા તે રાખતો હતો.


પણ હવે તેઓ વધારે સારા [દેશની] , એટલે સ્વર્ગીય દેશની, ઇચ્છા રાખે છે; માટે ઈશ્વર તેઓના ઈશ્વર કહેવાતાં શરમાતા નથી. કેમ કે તેમણે તેઓને માટે એક શહેર તૈયાર કર્યું છે.


[એમ કહીને] તે મને આત્મામાં એક મોટા, ઊંચા પહાડ પર લઈ ગયો, અને મને ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઈશ્વરના મહિમાસહિત ઊતરતું પવિત્ર નગર યરુશાલેમ બતાવ્યું.


વળી મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના પતિને માટે શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું.


Lean sinn:

Sanasan


Sanasan