Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 33:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તે સમયે તથા તે વેળાએ હું દાઉદને માટે ન્યાયીપણાનો અંકુર ઉગાડીશ; અને દેશમાં તે ન્યાય તથ નીતિ પ્રવર્તાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 તે દિવસોમાં હું દાવિદવંશના નેક અંકુરને ઉગાડીશ; તે રાજા સમગ્ર દેશમાં નેકી અને ન્યાયથી રાજ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તે સમયે હું દાઉદના કુળમાં એક ન્યાયીપણાનો અંકુર ઉગાવીશ. જે નીતિ અને ન્યાયીપણાથી રાજ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તે સમયે હું દાઉદના કુળનો એક સાચો જ વંશજ પેદા કરીશ. જે નીતિ અને ન્યાયીપણાથી રાજ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 33:15
21 Iomraidhean Croise  

સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે.


તમને ન્યાયીપણા પર પ્રેમ છે, અને દુષ્ટતા પર દ્વેષ છે; માટે ઈશ્વરે, તમારા ઈશ્વરે, તમારા સાથીઓ કરતાં [તમને શ્રેષ્ઠ ગણીને] આનંદના તેલથી તમને અભિષિક્ત કર્યા છે.


તે દિવસે ઇઝરાયલનાં બચેલાંને માટે યહોવાએ ઉગાડેલો અંકુર સુંદર તથા તેજસ્વી, ને ભૂમિની પેદાશ ઉત્તમ તથા શોભાયમાન થશે.


યહોવા પોતાના દઢ હેતુને લીધે, નિયમશાસ્ત્રનું મહાત્મ્ય વધારવા તથા તેને માનવંત કરવા રાજી થયા.


તે તો તેની સમક્ષ ફણગાની જેમ, તથા સૂકી ભૂમિમાંની જડની જેમ ઊગ્યો; તેનામાં કંઈ સૌદર્ય નહોતું, ને લાવણ્ય નહોતુમ; આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ.


દાઉદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના [ઈશ્વર] યહોવાની ઉત્કંઠાથી આ થશે.


તો આ નગરના દરવાજાઓમાં થઈને દાઉદના રાજ્યાસન પર બિરાજનારા રાજાઓ તથા સરદારો રથોમાં તથા ઘોડાઓ પર બેસીને, તેઓ તથા તેઓના સરદારો, યહૂદિયાના પુરુષો તથા યરુશાલેમના રહેવાસીઓ અંદર પેસશે; અને આ નગર સર્વકાળ ટકી રહેશે.


પણ તેઓના ઈશ્વર યહોવાની સેવા તેઓ કરશે, તથા તેઓને માટે તેઓના રાજા તરીકે હું દાઉદને ઊભો કરીશ, તેની [સેવા તેઓ કરશે].”


જેઓ તેઓને મળ્યા, તેઓ સર્વ તેઓને ખાઈ ગયા છે. તેઓના શત્રુઓએ કહ્યું, ‘તેઓએ પોતાના ન્યાયાસ્પદ યહોવા, હા તેઓના પૂર્વજોની આશા યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, તેથી અમે દોષપાત્ર ઠરીશું નહિ.


હે પ્રમુખ યાજક યહોશુઆ, તું તથા તારી આગળ બેસનાર તારા સાથીઓ, હવે સાંભળો; કેમ કે તે માણસો અચંબારૂપ છે; કેમ કે જુઓ, મારો સેવક જે અંકુર [કહેવાય છે] તેને હું પ્રગટ કરીશ.


પછી મેં આકાશ ઊઘડેલું જોયું, તો જુઓ, એક શ્વેત ઘોડો, અને તેના પર એક જણ બેઠેલા છે, તેમનું નામ ‘વિશ્વાસુ તથા સાચા’ છે; તે પ્રામાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan