Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 32:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 વળી તેઓએ મોલેખની સેવામાં પોતાના દીકરા તથા દીકરીઓને અગ્નિમાં હોમવા માટે હિન્નોમના પુત્રની ખીણમાં બાલનાં ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે. મેં તેઓને એવી આજ્ઞા આપી નથી, ને ધિક્કારપાત્ર કામો કરીને તેઓ યહૂદિયાની પાસે પાપો કરાવે એવો વિચાર મારા મનમાં આવ્યો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 તેમણે હિન્‍નોમની ખીણમાં બઆલ દેવની પૂજા માટે ઉચ્ચસ્થાન બાંધ્યું છે; જેથી તેઓ મોલેખ દેવને પોતાનાં પુત્રપુત્રીઓને અગ્નિમાં હોમીને બલિ ચડાવે. મેં તેમને એવું કરવાની ક્યારેય આજ્ઞા આપી નથી, અરે, મારા મનમાં એનો વિચાર સરખોય આવ્યો નથી કે તેઓ એવાં ધૃણાસ્પદ કાર્યો કરીને યહૂદિયાના લોકોને પાપમાં પાડે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 ત્યાં તેઓએ મોલેખની સેવામાં પોતાના સંતાનોને અગ્નિમાં હોમવા તેમણે બેન-હિન્નોમની ખીણમાં બઆલ માટે ઉચ્ચસ્થાન બાંધ્યાં છે. મેં એવી આજ્ઞા તેઓને આપી નથી કે આવા તિરસ્કારપાત્ર કાર્ય કરીને યહૂદિયાની પાસે પાપ કરાવે. એવો વિચાર મારા મનમાં આવ્યો જ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 “તેમણે હિન્નોમની ખીણમાં બઆલ દેવ માટે ઉચ્ચસ્થાનકો બાંધ્યા છે. ત્યાં તેઓએ મોલેખની સામે પોતાનાં સંતાનોને અગ્નિમાં હોમીને બલિદાન આપ્યાં છે. મેં એવી સૂચના તેઓને કદી આપી જ નથી. તેઓ આવા ધૃણાજનક કાર્ય કરશે અને યહૂદિયાના લોકોને પાપમાં નાખશે. એવો વિચાર મારા મનમાં આવ્યો જ નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 32:35
33 Iomraidhean Croise  

કારણ કે તેઓએ મને ત્યાગીને સિદોનીઓની દેવી આશ્તોરેથને, તથા મોઆબના દેશ કમોથને તથા આમ્મોનપુત્રોના દેવ મિલ્કોમને પૂજ્યાં‌ છે, અને તેના પિતા દાઉદની જેમ મારી ર્દષ્ટિમાં જે ખરું હતું તે કરીને, તથા મારા વિધિઓ ને મારા હુકમો [પાળીને] મારા માર્ગોમાં તેઓ ચાલ્યા નથી.


પછી સુલેમાને યરુશાલેમની સામેના પર્વત પર મોઆબના ધિક્કારપાત્ર [દેવ] કમોશને માટે એક ઉચ્ચસ્થાન તથા આમ્મોનપુત્રોના ધિક્કારપાત્ર [દેવ] માલેખને માટે એક ઉચ્ચસ્થાન બાંધ્યું.


જે પાપો યરોબામે કર્યા છે તથા જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું છે તેને લીધે તે ઇઝરાયલને તજી દેશે.”


તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, તે પોતાના પિતાના માર્ગમાં તથા તેના જે પાપ વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેમાં ચાલ્યો.


જે પાપ યરોબામે કર્યાં હતાં તથા જેથી તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેને લીધે, ને જે રોષ તેણે ઇઝરાયલના ઈશ્વર યહોવાને ચઢાવ્યો હતો તે રોષને લીધે [એમ થયું].


યરોબામના માર્ગમાં, તથા ઇઝરાયલની પાસે પાપ કરાવીને જે પાપ તેણે કર્યું તેમાં‍ ચાલવાથી યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરીને તેણે જે જે પાપ કર્યા, તેને લીધે [તે મર્યો].


અને તેં મને કોપ ચઢાવ્યો છે તે કોપને લીધે, ને તેં ઇઝરાયલની પાસે પાપ કરાવ્યું છે તેને લીધે હું તારા ઘરને નબાટના દીકરા યરોબામના ઘરની માફક, ને અહિયાના દીકરા બાશાના ઘરની માફક કરી નાખીશ.


યહૂદિયાના રાજા મનાશ્શાએ આ ધિક્કારપાત્ર કામ કર્યા છે. તથા તેની અગાઉના અમોરીઓએ કર્યું હતું તે બધા કરતાં વધારે ભૂંડું તેણે કર્યું છે, ને યહૂદિયા પાસે પણ પોતાની મૂર્તિઓ વડે પાપ કરાવ્યું છે.


તેણે યહોવાનું મંદિર, જે વિષે યહોવાએ કહ્યું હતું, “હું યરુશાલેમમાં મારું નામ રાખીશ, ” તેમાં વેદીઓ બાંધી.


હિન્નોમપુત્રોની ખીણમાંના તોફેથને તેણે અશુદ્ધ કર્યું. જેથી કોઈ માણસ પોતાના દીકરાને કે પોતાની દીકરીને મોલેખની આગળ અગ્નિમાં ચલાવે નહિ.


વળી બેથેલમાં જે વેદી હતી તેને, ને નબાટનો દીકરો યરોબમ, જેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું, તેના બનાવેલા ઉચ્ચસ્થાનને, એટલે તે વેદીને તથા ઉચ્ચસ્થાનને પણ તેણે તોડી પાડ્યા. તેણે તે ઉચ્ચસ્થાનને બાળી નાખીને તેનો કૂટીને ભૂકો કર્યો, ને અશેરાને બાળી નાખી.


તોપણ નબાટના દીકરા યરોબામનાં પાપ કે જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું તેને તે વળગી રહ્યો. એમાંથી તે ખસ્યો નહિ.


વળી તેણે હિન્નોમપુત્રોની ખીણમાં પોતાનાં છોકરાંનું અગ્નિમાં બલિદાન આપ્યુ, શુકન જોવડાવ્યાં, જાદુમંત્રોનો ઉપયોગ કર્યો, ને ભૂવા તથા જાદુગરોની સાથે વ્યવહાર રાખ્યો. આ પ્રમાણે યહોવાની ર્દષ્ટિમાં ભુડું કરીને તેણે પોતાના ઉપર તેનો કોપ વહોરી લીધો.


મનાશ્શાએ યહૂદિયાને તથા યરુશાલેમના રહેવાસીઓને કુમાર્ગે ચઢાવીને જે પ્રજાઓની યહોવાએ ઇઝરાયલી લોકો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં પણ તેમની પાસે વધારે દુષ્ટતા કરાવી.


વળી યાજકોના સર્વ મુખીઓએ તથા લોકોએ પણ વિદેશીઓનાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને અનુસરીને મહાપાપ કર્યુ. યરુશાલેમમાં યહોવાએ પોતાનું જે મંદિર પવિત્ર કર્યું હતું તેને તેઓએ ભ્રષ્ટ કર્યું.


અને મૂસાએ હારુનને કહ્યું, “આ લોકોએ તને શું કર્યું કે તું તેઓના પર આવું મોટું પાપ લાવ્યો છે?”


તમે એલોનવૃક્ષો તથા હરેક લીલા ઝાડ નીચે વિષયભોગમાં મસ્ત થાઓ છો. નાળાંઓમાં ખડકોની ફાટ નીચે છોકરાંને મારી નાખો છો.


હાર્સીથ દરવાજાના નાકાની પાસે હિન્નોમના પુત્રની ખીણ છે ત્યાં જા, ને જે વચનો હું તને કહીશ તે ત્યાં પ્રગટ કરીને કહે કે,


તારા સર્વ આશકો તને વીસરી ગયા છે, તેઓ તને શોધતા નથી; કેમ કે તારાં પાપો ઘણાં થવાને લીધે તારા અપરાધો વધી ગયા છે. માટે મેં શત્રુ કરે એવા ઘાથી, હા, નિર્દય માણસ કરે એવી શિક્ષાથી, તને ઘાયલ કરી છે.


એમ છતાં પણ જે ધિક્કારપાત્ર કામનો હું તિરસ્કાર કરું છું, તે કરશો નહિ, એવું કહેવાને મેં પ્રાત:કાળે ઊઠીને મારા સર્વ સેવકોને, એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા.


કેમ કે યહોવા કહે છે, “મારી દષ્ટિમાં જે ભૂંડું હતું તે યહૂદાના પુત્રોએ કર્યું છે. જે મંદિર મારા નામથી ઓળખાય છે તેને અપવિત્ર કરવા માટે, તેઓએ તેમાં પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓ રાખી છે.


તેઓએ પોતાના દીકરાઓ તથા દીકરીઓને અગ્નિમાં બલિદાન આપવા માટે, હિન્નોમના પુત્રની ખીણમાં, તોફેથ આગળ ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે; એવું મેં ફરમાવ્યું નહોતું, ને એવું મારા મનમાં પણ આવ્યું નહોતું”


કેમ કે તેઓએ વ્યભિચાર કર્યો છે, તેઓના હાથમાં રકત છે, તેઓએ પોતાની મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે; અને તેઓએ મારાથી થયેલા તેમના પુત્રોને [અગ્નિ] મા બલિદાન આપીને તેમની પાસે ભક્ષ થવા માટે સોંપ્યા છે.


તું તારા કોઈ પણ સંતાનને અગ્નિમાં ચલાવીને મોલેખને સ્વાધીન ન કર, ને તારા ઈશ્વરનું નામ ન વટાળ; હું યહોવા છું.


તમે મોલોખનો માંડવો તથા રમ્ફા દેવનો તારો, એટલે પૂજા કરવાને જે મૂર્તિઓ તમે બનાવી, તેઓને ઊંચકીને ચાલ્યા : અને હું તમને બાબિલને પેલે પાર લઈ જઈશ.’


યહોવા તારા ઈશ્વર વિષે તું એમ કરીશ નહિ; કેમ કે જે સર્વ અમંગળ કર્મો પર યહોવાનો ધિક્કાર છે, તે તેઓએ તેમનાં દેવદેવીઓની સેવામાં કર્યાં છે, કેમ કે તેઓનાં દીકરાદીકરીઓને પણ તેઓ તેમનાં દેવદેવીઓની આગળ આગમાં બાળી નાખે છે.


તારી મધ્યે એવો કોઈ જન ન હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને ને દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે જોષ જોતો હોય, કે શકુન જોતો હોય, કે ધંતરમંતર કરનાર, કે જાદુગર,


તો તેના પહેલા પતિએ તેને કાઢી મૂકી હતી તે તેને અશુદ્ધ થયા પછી ફરીથી પોતાની પત્ની કરી ન લે, કેમ કે યહોવાની દષ્ટિમાં તે અમંગળપણું છે. અને જે દેશ યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તેના પર તું દોષ ન લાવ.


Lean sinn:

Sanasan


Sanasan