Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 32:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 તેઓએ મારી તરફ મુખ નહિ, પણ પીઠ ફેરવી છે! મેં પ્રાત:કાળે ઊઠીને ને ઉપદેશ કરીને તેઓને સમજાવ્યું છે, તોપણ તેઓએ સાંભળ્યું નહિ ને મારો બોધ લક્ષમાં લીધો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 તેમણે મારી તરફ મુખ ફેરવવાને બદલે તેમની પીઠ ફેરવી છે; હું તેમને વારંવાર આગ્રહથી બોધ કરતો આવ્યો છું, પણ તેમણે મારી વાણી સાંભળી નહિ, અને મારું શિક્ષણ સ્વીકાર્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 તેઓએ મારા તરફ મુખ નહિ, પીઠ ફેરવી છે અને જો કે હું તેઓને ઘણી ઉત્સુકતાથી ઉપદેશ આપતો રહ્યો છું, છતાંય તેઓએ સાંભળ્યું નહિ કે તે તરફ લક્ષ આપ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 “તેમણે મારા તરફ મોઢું નહિ, પીઠ ફેરવી છે, અને જો કે હું તેમને સતત ઉપદેશ આપતો રહ્યો છું, છતાંય તેઓ સાંભળતા નથી કે શીખતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 32:33
17 Iomraidhean Croise  

જે આપણને પૃથ્વીનાં પશુઓના કરતાં વધારે શીખવે છે, અને જે આપણને ખેચર પક્ષીઓના કરતાં વિશેષ જ્ઞાની કરે છે, તે મારા સરજનહાર ઈશ્વર ક્યાં છે?’


પૂર્વના પવનથી વિખેરાઈ જતા હોય તેમ હું તેઓને શત્રુઓની આગળ વિખેરી નાખીશ; તેઓની વિપત્તિને દિવસે હું તેઓના મુખ નહિ, પણ પીઠ દેખાડીશ.”


તેઓ થકને કહે છે, ‘તું મારો પિતા છે: ’ અને પથ્થરને કહે છે, ‘તેં મને જન્મ આપ્યો છે.’ તેઓએ મારી તરફ મુખ નહિ, પણ પીઠ ફેરવી છે; તોપણ તેઓ પોતાના સંકટના સમયમાં કહેશે, “તું ઊઠીને અમને તાર.”


તથા મારા સેવકોને એટલે પ્રબોધકોને હું પ્રાત:કાળે ઊઠીને તમારી પાસે મોકલતો આવ્યો છું, તેઓનાં વચનો જો તમે માનશો નહિ, ને મારું કહેવું સાંભળશો નહિ (તમે તો મારું કહેવું સાંભળ્યું નહિ);


સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “તું જઈને યહૂદિયાના માણસોને તથા યરુશાલેમના રહેવાસીઓને કહેજે કે, યહોવા કહે છે કે, [આથી] મારાં વચનો સાંભળીને તમે શિખામણ નહિ લેશો?


મેં પ્રાત:કાળે ઊઠીને મારા સર્વ સેવકોને એટલે મારા પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા, ને કહ્યું કે, તમે તમારા દુષ્ટ માર્ગોથી ફરો, ને તમારી કરણીઓ સુધારો, ને અન્ય દેવોની પાછળ વંઠી જઈને તેઓની ઉપાસના ન કરો, તો જે દેશ મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તમે વસશો, પણ તમે કાન ધર્યો નહિ, ને મારું સાંભળ્યું નહિ.


એમ છતાં પણ જે ધિક્કારપાત્ર કામનો હું તિરસ્કાર કરું છું, તે કરશો નહિ, એવું કહેવાને મેં પ્રાત:કાળે ઊઠીને મારા સર્વ સેવકોને, એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા.


યહોવા કહે છે, હમણાં તમે એ સર્વ કામો કર્યાં છે, ને હું પ્રાત:કાળે ઊઠીને તમને કહેતો હતો, પણ તમે સાંભળ્યું નહિ:મેં તમને બોલાવ્યા, પણ તમે ઉત્તર આપ્યો નહિ.


પરંતુ તેઓએ સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે તેઓ ચાલ્યા. તેઓ પાછળ હઠયા, પણ આગળ ગયા નહિ.


તેઓને તું કહેજે કે, જે પ્રજાએ તેમના ઈશ્વર યહોવાની વાણી સાંભળી નહિ, ને શિક્ષા માની નહિ, તે આ છે; સત્ય નષ્ટ થયું છે, તેઓના મુખથી તે કપાઈ ગયું છે.”


વળી પ્રભુ યહોવા કહે છે, “તેં મને વીસરી જઈને તારી પીઠ પાછળ નાખ્યો છે, તે માટે તું પણ તારી લંપટતા તથા વ્યભિચાર [નું ફળ] ભોગવ.”


પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લાવ્યો, તો જુઓ, યહોવાના મંદિરના બારણા આગળ, પરસાળ તથા વેદીની વચ્ચે, આશરે પચીસ માણસો હતા, તેઓની પીઠ યહોવાના મંદિર તરફ હતી, ને તેમનાં મુખ પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વ તરફ [જોઈને] સૂર્યની પૂજા કરતા હતા.


જેમ જેમ [પ્રબોધકોએ] તેમને તેડાવ્યા’ તેમ તેમ તેઓ તેમનાથી દૂર જતા ગયા. તેઓએ બાલીમને બલિદાન આપ્યા, ને ઘડેલી મૂર્તિઓની આગળ ધૂપ બાળ્યો.


પણ તેઓએ સાંભળવાને ના પાડી, ને પોતે સાંભળે નહિ માટે હઠીલા થઈને પૂઠ ફેરવી, ને પોતાના કાન બંધ કર્યા.


પરોઢિયે તે ફરી મંદિરમાં આવ્યા ત્યારે બધા લોકો તેમની પાસે આવ્યા અને તેમણે બેસીને તેઓને બોધ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan