Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 32:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 કેમ કે તેઓએ આ નગર બાંધ્યું ત્યારથી તે આજ સુધી તે મને કોપજનક તથા રોષજનક થઈ રહેલું છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 આ શહેરને બાંધવામાં આવ્યું ત્યારથી આજ સુધી મને ક્રોધાયમાન અને કોપાયમાન કરવામાં આવ્યો છે અને મેં તેનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 “કેમ કે તેઓએ આ નગર બાંધ્યું ત્યારથી આજદિન સુધી તે મને રોષજનક અને કોપજનક થઈ રહ્યું છે. તેથી તેઓને મારી નજર આગળથી દૂર કરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 આ નગર બાંધવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી તેઓએ હું ક્રોધિત થાઉં તેવા જ કાર્યો કર્યા છે. તેથી તેઓને દૂર કરવાનો મેં નિરધાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 32:31
17 Iomraidhean Croise  

વળી મનાશ્શાએ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરીને પોતાના પાપ વડે યહૂદિયા પાસે પાપ કરાવ્યું, તે ઉપરાંત તેણે એટલું બધું નિરપરાધી રક્ત પણ વહેવડાવ્યું કે તેથી યરુશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું.


વળી બેથેલમાં જે વેદી હતી તેને, ને નબાટનો દીકરો યરોબમ, જેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું, તેના બનાવેલા ઉચ્ચસ્થાનને, એટલે તે વેદીને તથા ઉચ્ચસ્થાનને પણ તેણે તોડી પાડ્યા. તેણે તે ઉચ્ચસ્થાનને બાળી નાખીને તેનો કૂટીને ભૂકો કર્યો, ને અશેરાને બાળી નાખી.


યહોવાએ કહ્યું, “જેમ મેં ઇઝરાયલને દૂર કર્યો છે, તેમ હું યહૂદિયાને પણ મારી નજર આગળથી દૂર કરીશ, અને આ નગર, એટલે યરુશાલેમ જેને મેં પસંદ કર્યું છે, ને જે મંદિર વિષે મેં કહ્યું, ’ત્યાં મારું નામ રહેશે, તેમને હું તજી દઈશ.’”


તેથી જુઓ, હું તમને છેક વીસરી જઈશ, ને તમને તથા જે નગર મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યું, તેને હું મારી આગળથી દૂર કરીશ.


કેમ કે તમને તમારા વતનથી દૂર કરવા માટે, ને હું તમને ખદેડી મૂકું ને તમે નષ્ટ થાઓ, તે માટે તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે.


યરુશાલેમે મહા પાપ કર્યું છે; તેથી તે ભ્રષ્ટ થઈ ગઈ છે; જેઓ તેનો આદર કરતા હતા તેઓ સર્વ તેને તુચ્છ ગણે છે, કેમ કે તેઓએ તેની નગ્નતા જોઈ છે! હા, તે મોં ફેરવીને નિસાસા નાખે છે


હે પ્રભુ, કૃપા કરીને તમારાં સર્વ ન્યાયી કૃત્યો પ્રમાણે, તમારો કોપ તથા તમારો ક્રોધ તમારા યરુશાલેમ નગર પરથી, એટલે તમારા પવિત્ર પર્વત પરથી, પાછો ફેરવો. અમારાં પાપોને લીધે તથા અમારા પિતૃઓનાં દુરાચરણને લીધે યરુશાલેમ તથા તમારા લોકો અમારી આસપાસના સર્વની નજરમાં નિંદાપાત્ર થયાં છે.


ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, ને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તેમ તારાં છોકરાંને એકત્ર કરવાનું મેં કેટલી વાર ‍ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!


Lean sinn:

Sanasan


Sanasan