Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 32:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 પણ, હે ઈશ્વર યહોવા, તમે મને કહ્યું છે, ‘તું મૂલ્ય આપીને તારે માટે ખેતર વેચાતું લે. ને સાક્ષીઓને બોલાવ, ’ તથાપિ નગર તો ખાલદીઓના હાથમાં સોંપાયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 ત્યારે મેં કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર તમે તો મને આદેશ આપ્યો કે ‘ખેતર ખરીદી લે, તેની કિંમત ચૂકવ અને તે વેચાણ માટે સાક્ષીઓ રાખ;’ જ્યારે નગર તો ખાલદીઓના હાથમાં ગયું છે!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 પણ હે પ્રભુ યહોવાહ તમે મને કહ્યું છે કે, તું મૂલ્ય આપીને તારે સારુ ખેતર વેચાતું લે અને સાક્ષીઓને બોલાવ. જો કે આ નગર તો ખાલદીઓના હાથમાં સોંપાયું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 “અને છતાં, સૈન્યોનો દેવ યહોવા મારા પ્રભુ, તેં મને આજ્ઞા કરી કે, સાક્ષીઓના દેખતાં પૈસા ચૂકવીને ખેતર ખરીદી લે; જો કે શહેર તો અત્યારે બાબિલ વાસીઓના હાથમાં જઇ રહ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 32:25
11 Iomraidhean Croise  

તમારો માર્ગ સમુદ્રમાં હતો; તમારી વાટો મહાજળમાં હતી; તમારાં પગલાં જાણવામાં આવ્યાં નહિ.


મેઘો તથા અંધકાર તેમની આસપાસ છે; ન્યાયીપણું તથા ઇનસાફ તેમના રાજ્યાસનનો પાયો છે.


વળી જે ભૂમી મેં તેઓને તથા તેઓના પૂર્વજોને આપી, તે [ભૂમિ] પરથી તેઓ નષ્ટ થાય ત્યાં સુધી હું તેઓ પર તરવાર, દુકાળ તથા મરકી મોકલીશ.”


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, એવો સમય ફરી આવશે કે જે સમયે ઘરો, ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ આ દેશમાં વેચાતાં લેવામાં આવશે.’”


આ મોચાઓ જુઓ! નગરને જીતી લેવા માટે તેની નજીક તેઓ ઊભા કરવામાં આવ્યા છે. અને તેના પર રહીને જે ખાલદીઓ લડે છે તેઓના હાથમાં તરવાર, દુકાળ તથા મરકીને લીધે, નગર આપવામાં આવ્યું છે. તમે જે બોલ્યા છો તે થયું છે; અને જુઓ, તમે તે જુઓ છો.


ત્યારે યહોવાનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું.


વળી જે દેશ વિષે તમે કહો છો કે, આ દેશ તો વસતિહીન તથા પશુહીન થઈને ઉજ્જડ થયો છે, તે ખાલદીઓના હાથમાં સોંપવામાં આવ્યો છે, તે દેશમાં ખેતરો વેચાતાં લેવામાં આવશે.


યહોવાના વચન પ્રમાણે મારા કાકાના પુત્ર હનામેલે ચોકીમાં મારી પાસે આવીને કહ્યું, ‘બિન્યામીનના દેશમાંના અનાથોથમાં મારું જે ખેતર છે તે તું વેચાતું લે; કેમ કે વારસાનો તથા મૂલ્ય આપીને છોડાવવાનો હક તારો છે. તે તારે પોતાને માટે વેચાતું લે.’ ત્યારે મેં જાણ્યું કે આ તો યહોવાનું વચન છે.


તેથી યહોવા કહે છે, “તમે દરેકે પોતાના ભાઈનો તથા પોતાના પડોશીનો છુટકારો જાહેર કરવાનું મારું [વચન] પાળ્યું નથી, તેથી યહોવા કહે છે કે, હું તમારો ત્યાગ કરીને તમને તરવાર, મરકી તથા દુકાળને સ્વાધીન કરીશ. અને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં હું તમને વિખેરી નાખીશ.


ઈસુએ ઉત્તર આપ્યો, “હું જે કરું છું, તે તું હમણાં જાણતો નથી. પણ હવે પછી તું સમજશે.”


Lean sinn:

Sanasan


Sanasan