Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 32:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને દૂધમધની રેલછેલવાળો જે દેશ તેઓને આપવાને તમે તેઓના પૂર્વજોની આગળ સમ ખાધા હતા, તે આ દેશ તમે તેઓને આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 અને તેમના પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તમે તેમને દૂધમધની રેલમછેલવાળો આ ફળદ્રુપ પ્રદેશ આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 અને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ જે મેં તેઓના પિતૃઓને આપવાના સોગન ખાધા હતા. તે આ દેશ તમે તેઓને આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “ત્યારબાદ તેમના પિતૃઓને વચન આપ્યા પ્રમાણે તેં આ ભૂમિ જ્યાં દૂધ અને મધની રેલછેલ છે તેમને આપી હતી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 32:22
28 Iomraidhean Croise  

કેમ કે જે દેશ તું જુએ છે, તે બધો હું તને તથા તારા વંશજોને સદાને માટે આપીશ.


આકાશના ઈશ્વર યહોવા, જે મારા પિતાના ઘરમાંથી ને મારી જન્મભૂમિમાંથી મને કાઢી લાવ્યા, ને જે મારી સાથે બોલ્યા, ને જેમણે સમ ખાઈને મને કહ્યું ‘આ દેશ હું તારાં સંતાનને આપીશ, ’ તે તેમનો દૂત તારી આગળ મોકલશે; અને ત્યાંથી તું મારા દિકરાને માટે પત્ની લાવ.


અને યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું તો મરવઅ પડયો છું; પણ ઇશ્વર તમારી ખબર ખચીત લેશે, ને તેમણે જે દેશ સંબંધી ઇબ્રાહિમ તથા ઇસહાક તથા યાકૂબની આગળ સમ ખાધા હતા, તે દેશમાં તે તમને આ દેશમાંથી લઈ જશે.”


તેઓની ભૂખ મટાડવા માટે તમે તેઓને આકાશમાથી અન્‍ન આપ્યું. તેઓની તૃષા છિપાવવા માટે ખડકમાંથી પાણી કાઢ્યું, અને જે દેશ તેઓને આપવા માટે તમે સોગન ખાધા હતા, તેને કબજે કરીને તેમાં વસવાની તમે તેઓને આજ્ઞા આપી.


અને જ્યારે યહોવા કનાનીઓનો તથા હિત્તીઓનો તથા યબૂસીઓનો દેશ જે તને આપવાના સોગન તેમણે તારા પિતૃઓની આગળ ખાધા હતા, તે દૂધમધની રેલછેલવાળા દેશમાં તને લાવે, ત્યારે એમ થાય કે, આ માસમાં તારે આ પ્રમાણે ક્રિયા કરવી.


અને કહ્યુમ છે કે, હું તમને મિસરનિ વિપત્તિમાંથી કાઢીને તમને કનાનીઓના તથા હિત્તીઓના તથા અમોરીઓના તથા પરીઝીઓના તથા હિવ્વીઓના તથા યબૂસીઓના દેશમાં, એટલે દૂધ તથા મધની રેલછેલવાળા દેશમાં, લઈ જઈશ.’


અને મિસરીઓના હાથમાંથી તેઓને છોડાવવા માટે, તે દેશમાંથી તોએને કાઢીને, એક સારો તથા વિશાળ દેશ, બલ્કે દૂધમધની રેલછેલવાળો દેશ જ્યાં કનાની તથા હિત્તી તથા અમોરી તથા પરીઝી તથા હિવ્વી તથા યબૂસી લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા માટે હું ઊતર્યો છું.


જેથી આજની માફક દૂધમધની રેલછેલવાળો દેશ તમારા પૂર્વજોને આપવાના મેં તેઓની આગળ સમ ખાધા તે હું પૂરા કરું’” ત્યારે મેં, “હે યહોવા, આમીન.” એમ કહીને ઉત્તર આપ્યો.


વળી દૂધમધની રેલછેલવાળો દેશ જે મેં તેઓને આપ્યો હતો, ને જે સર્વ દેશોની શોભા છે તેમાં તેઓને ન લઈ જવાને મેં અરણ્યમાં તેઓની આગળ સમ ખાધા.


તે દિવસે મેં તેઓની આગળ સમ ખાધા કે હું તેઓને મિસર દેશમાંથી કાઢીને એવા દૂધમધની રેલછેલવાળા એક દેશમાં લાવું કે જે મેં આગળથી તેમને માટે પસંદ કરી રાખ્યો હતો, ને જે સર્વ દેશોની શોભા છે.


‘યહોવાએ જે દેશ આપવાના આ લોક પ્રત્યે સમ ખાધા તેમાં આપવાના આ લોક પ્રત્યે સમ ખાધા તેમાં તે તેઓને લાવી ન શક્યા, માટે તેમણે તેઓને અરણ્યમાં મારી નાખ્યા.’


જે દેશમાં તમને વસાવવાને મેં મારો હાથ ઊંચો કર્યો છે, તેમાં જવા નહિ જ પામશે. કેવળ યફૂનેનો દિકરો કાલેબ તથા નૂનનો દિકરો યહોશુઆ જવા પામશે.


‘જે સારો દેશ તમારા પિતૃઓને આપવાને મેં પ્રતિજ્ઞા લીધી છે. તે આ દુષ્ટ પેઢીના આ માણસોમાંથી એક પણ જોશે નહિ.


જુઓ, તમારી આગળ મેં દેશ મૂક્યો છે. તો તેમાં પ્રવેશ કરો, ને જે વિષે યહોવાએ તમારા પિતૃઓની આગળ, એટલે ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી કે હું તે તમને તથા તમારી પાછળ તમારાં વંશજોને તે આપીશ, તેનું વતન સંપાદન કરો.


અને એમ થશે કે જ્યારે યહોવા તારા ઈશ્વર જે દેશ તને આપવાના તેમણે તારા પિતૃઓની આગળ, એટલે ઇબ્રાહિમની આગળ, ઇસહાકની આગળ, તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી હતી તેમાં તને લાવે. એટલે મોટાં ને ઉત્તમ નગરો જે તેં બાંધ્યાં નથી,


અને યહોવાની નજરમાં જે યથાર્થ તથા સારું હોય તે તું કર. એ માટે કે તારું ભલું થાય, ને જે ઉત્તમ દેશ તારા પિતૃઓને [આપવાની] યહોવાએ પ્રતિજ્ઞા લીધી છે તેમાં પ્રવેશ કરીને તું તેનું વતન પામે,


અને તે અમને ત્યાંથી કાઢી લાવ્યા, એ માટે કે જે દેશ તેમણે આપણા પિતૃઓને [આપવાની] પ્રતિજ્ઞા લીધી હતી તે આપવા માટે તે અમને તેમાં લઈ જાય.


અને તે તારા પર પ્રેમ રાખશે, ને તને આશીર્વાદ આપશે, ને તારો વિસ્તાર વધારશે. વળી જે દેશ તને આપવાની તેમણે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે તેમાં તે તારા પેટના ફળને તથા તારી ભૂમિના ફળને, તારા ધાન્યને તથા તારા દ્રાક્ષારસને તથા તારા તેલને, તારી ગાયોની ઊપજને તથા તારાં ઘેટાંબકરાંનાં બચ્ચાંને વરદાન આપશે.


જે સર્વ આજ્ઞાઓ આજે હું તને ફરમાવું છું તે તમે કાળજી રાખીને પાળો કે, તમે જીવતા રહો, ને વૃદ્ધિ પામે ને જે દેશ [આપવાની] યહોવાએ તમારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા કરી તેમાં જઈને તેનું વતન પામો.


બળવાન તથા હિમ્મતવાન થા. કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે.


એ રીતે યહોવાએ ઇઝરાયલને તે આખો દેશ આપ્યો કે, જે તેમના પિતૃઓને આપવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હતી; અને તેઓ તેનું વતન પ્રાપ્ત કરીને તેમાં રહ્યા.


Lean sinn:

Sanasan


Sanasan