20 તમે ઇજિપ્ત દેશમાં અજાયબ કાર્યો અને ચમત્કારો કર્યા હતા અને આજે પણ ઇઝરાયલમાં અને સમસ્ત પૃથ્વી પર એ રીતે કાર્યરત છો. તેથી તમારી કીર્તિ સર્વત્ર ફેલાઈ છે અને તે આજ સુધી કાયમ છે;
અને તમારા લોક જેવી એટલે ઇઝરાયલ જેવી પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે કે, જેને પોતાના લોકો થવા માટે છોડાવવા, પોતાનું નામ [અમર] કરવા, અને જે પોતાના લોકને તમે પોતાને માટે મિસરમાંથી, દેશજાતિઓ તથા તેઓનાં દેવદેવીઓ પાસેથી છોડાવ્યા છે તેઓના જોતાં તમારે માટે મહાન કૃત્યો તથા તમારા દેશને માટે ભયંકર કૃત્યો કરવા તમે જે ઈશ્વર તે સિધાવ્યા હોય?
તમારા ઇઝરાયલ લોકના જેવી પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે કે, જેઓને પોતાની પ્રજા [કરવા] માટે ખંડી લેવાને [તેઓનો] દેવ ગયો હોય, અને તમારા લોક જેઓને તમે મિસરમાંથી ખંડી લાવ્યા તેઓની આગળથી [બીજી] પ્રજાઓને હાંકી કાઢીને તથા મહાન ને ભયંકર કૃત્યો કરીને તે પોતાના નામનો [મહિમા] વધારે?
તમે ફારુન પર, તેના સર્વ ચાકરો પર, અને તેના દેશના સર્વ લોકો પર ચિહ્નો તથા ચમત્કારો દેખાડ્યાં; કારણ કે તમે જાણતા હતા કે, તેઓ તેમની પ્રત્યે ગર્વથી વર્તતા હતા; અને આજની જેમ તમે તમારું નામ પ્રતિષ્ઠિત કર્યું.
તમે તેઓની આગળથી સમુદ્રના બે ભાગ કરી નાખ્યા, તેથી તેઓ સમુદ્રની કોરી ભૂમી ઉપર ચાલીને પેલે પાર ગયા. અને જેમ પથ્થરને મહા જળમાં [ફેંકવામાં આવે] તેમ, તેઓની પાછળ લાગેલાઓને તમે ઊંડાણમાં ફેંકી દીધા.
અને એ માટે જે કામો મેં મિસર ઉપર કર્યાં છે, ને જે ચિહ્નો મેં તેઓ મધ્યે કર્યાં છે, તે તું તારા દીકરાને તથા તારા દીકરાના દીકરાને કહી સંભળાવે; કે તમે જાણો કે હું યહોવા છું.”
કેમ કે યહોવા કહે છે કે, જેમ કમરબંધ માણસની કમરને વળગી રહે છે, તેમ ઇઝરાયલ તથા યહૂદાના આખા વંશને મેં મારી કમરે વળગાડયો છે; જેથી તેઓ મારા લોકો, મારું નામ, મારી પ્રશંસા તથા મારું ભૂષણ થાય; પણ તેઓએ માન્યું નહિ.
અથવા જે બધું યહોવા તમારા ઈશ્વરે મિસરમાં તમારે માટે તમારી નજર આગળ કર્યું, તેમ કરીને એટલે પરીક્ષણો, ચિહ્નો તથા ચમત્કારો તથા યુદ્ધ તથા પરાક્રમી હાથ તથા લંબાવેલા બાહુ તથા મોટાં ત્રાસદાયક કૃત્યો વડે [બીજી] દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે?
એટલે જે મોટાં પરીક્ષણો તેં તારી નજરે જોયાં તે, તથા ચિહ્નો તથા ચમત્કારો તથા પરાક્રમી હાથ, તથા લંબાવેલો બાહુ કે જેઓ વડે યહોવા તારા ઈશ્વર તને કાઢી લાવ્યા [તે યાદ રાખવાં]. જે બધી પ્રજાઓથી તું બીહે છે તેઓને યહોવા તારા ઈશ્વર એ જ પ્રમાણે કરશે.