Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 32:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તમે ધારણા [કરવા] માં મોટા ને કામ [કરવા] માં સમર્થ છો; દરેકને તેનાં આચરણ પ્રમાણે તથા તેની કરણીઓ પ્રમાણે ફળ આપવા માટે તમારી દષ્ટિ મનુષ્યોનાં સર્વ આચરણ પર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 તમારા ઇરાદાઓ મહાન અને તમારાં કાર્યો અદ્‍ભુત છે. તમે માનવજાતનાં બધાં કાર્યો નિહાળો છો અને પ્રત્યેકને તેનાં આચરણ અને કાર્યો પ્રમાણે બદલો આપો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તમારી યોજના મહાન અને કામ કરવામાં તમે સમર્થ છો. દરેકને તેનાં કાર્યોને અનુરૂપ બદલો આપવા માટે તમારી આંખો માણસોનાં સર્વ આચરણ પર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તારી યોજના મહાન છે, તારાં કાર્યો પ્રચંડ છે, તારી આંખો માણસોનું બધું જ હલનચલન જુએ છે, અને તું દરેકને તેનાં કાર્યોને અનુરૂપ બદલો આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 32:19
35 Iomraidhean Croise  

તો તમે આકાશમાં સાંભળજો, ને [તે પ્રમાણે] કરજો, ને તમારા સેવકોનો ન્યાય કરીને દુષ્ટને દોષિત ઠરાવી તેનો માર્ગ તેને પોતાને માથે લાવજો. અને ન્યાયીને ન્યાયી ઠરાવી તેના ન્યાયપ્રમાણે તેને આપજો.


કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યાં કરે છે, જેથી જેઓનું અંત:કરણ તેમની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ બતાવી આપે. આમા તેં મૂર્ખાઈ કરી છે; કેમ કે હવેથી તારે યુદ્ધો કરવાં પડશે.”


કેમ કે માણસના કામનું ફળ તે તેને આપશે, અને દરેક માણસને તેના આચારવિચાર પ્રમાણે બદલો આપશે.


કેમ કે તેમની આંખો મનુષ્યના આચારવિચાર ઉપર છે, તે તેની બધી વર્તણૂક જુએ છે.


યહોવાનાં કૃત્યો મહાન છે, તેથી આનંદ માનનારાઓ તેઓને શોધી કાઢે છે.


ન્યાયીઓ પર યહોવાની કૃપાદષ્ટિ છે, તેઓની અરજ પ્રત્યે તેમના કાન [ઉઘાડા] છે.


વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે; તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો.


અજ્ઞાની માણસ તે જાણતું નથી, અને મૂર્ખ માણસ તે સમજતો નથી.


હે યહોવા, દેવો મધ્યે તમારા જેવો કોણ છે? તમારા જેવો પવિત્રતામાં મહિમાવાન, સ્તોત્રોમાં ભયયોગ્ય તથા આશ્ચર્યકર્તા [બીજો] કોણ છે?


કેમ કે મનુષ્યના માર્ગો ઉપર યહોવાની નજર છે. અને તે તેના સર્વ રસ્તાની સંભાળની તુલના કરે છે.


ડહાપણ તથા કૌશલ્ય મારાં છે; હું બુદ્ધિ છું; મને સામર્થ્ય છે.


કેમ કે દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સહિત દરેક કામનો ઈશ્વર ન્યાય કરશે.


એ [જ્ઞાન] પણ સૈન્યોના ઈશ્વર યહોવા પાસેથી મળે છે; ઈશ્વરની સૂચના અદભુત છે, ને તેમની બુદ્ધિ મહાન છે.


કોણે યહોવાનો આત્મા માપી આપ્યો છે, ને તેમનો મંત્રી થઈને તેમને કોણે શીખવ્યું?


જેવાં તેઓનાં કામ તેવાં જ ફળ તે તેઓને આપશે; અને પોતાના વૈરીઓને કોપ, પોતાના શત્રુઓને દંડ, ને સમુદ્રને કિનારે આવેલા દેશોને તે શિક્ષા કરશે.


કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.


કેમ કે તેઓના સર્વ માર્ગો ઉપર મારી નજર છે. તેઓ મારી આગળ છુપાયેલા નથી, ને તેઓનો અન્યાય મારી આંખોથી ગુપ્ત નથી.


હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંત:કરણને પારખું છું કે, હું દરેકને તેનાં આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું.


વળી યહોવા કહે છે, હું તમારાં કર્મોનાં ફળ પ્રમાણે તેમને શિક્ષા કરીશ, અને તેના વનમાં હું અગ્નિ સળગાવીશ, ને તે પોતાની આસપાસના સર્વ પદાર્થ ખાઈ જશે.”


શું ગુપ્તસ્થાનોમાં કોઈ પોતાને એવી રીતે સંતાડી શકે છે કે, હું તેને નહિ જોઉં? એવું યહોવા કહે છે. શું હું આકાશમાં તથા પૃથ્વીમાં વ્યાપક નથી? એવું યહોવા કહે છે.


ઘણી પ્રજાઓ તથા મોટા મોટા રાજાઓ તેઓની પાસે સેવા કરાવશે. અને હું તેઓનાં આચરણ પ્રમાણે તથા તેઓના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપીશ.”


આપે જોયું કે પેલી શિલા પર્વતમાંથી કોઈ [માણસના] હાથ [અડક્યા] વગર કાપી કાઢવામાં આવી, ને તેણે લોઢાને, પિત્તળને, માટીને, રૂપાને તથા સોનાને ભાંગીને ચૂરેચૂરા કર્યા, તે ઉપરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે રાજાને વિદિત કર્યું છે. ચોક્કસ એ [આપનું] સ્વપ્ન છે, ને આ તેનો સાચો ખુલાસો છે.”


પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેમની આગળ કંઈ જ વિસાતમાં નથી. તે આકાશના સૈન્યમાં તથા પૃથ્વીના રહેવાસીઓમાં પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે; કોઈ તેમનો હાથ અટકાવી શકતો નથી, અથવા તમે શું કરો છો, એવું કોઈ તેમને કહી શકતો નથી.


યહોવાના વચનરૂપી ઇશ્વરવાણી હાદ્રાખ દેશ પર છે: “દમસ્કસમાં તેનું વિશ્રામસ્થાન [થશે] ; કેમ કે યહોવાની નજર માણસો પર તથા ઈઝરાયલનાં સર્વ કુળો પર છે.


કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના દૂતો સહિત આવશે, ત્યારે તે પ્રત્યેકને તેનાં કામ પ્રમાણે બદલો ભરી આપશે.


અને જેઓએ સારાં કામ કર્યાં છે, તેઓ જીવનનું ઉત્થાન પામવા માટે, અને જેઓએ ભૂંડાં કામ કર્યાં છે, તેઓ દંડનું ઉત્થાન પામવા માટે નીકળી આવશે.


કેમ કે દરેક શરીરમાં રહીને જે જે ભલું કે ખરાબ કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્ચાયાસન આગળ પ્રગટ થવું પડશે.


જેમનામાં આપણે તેમનો વારસો નિમાયા અને જે પોતાની ઇચ્છાના સંકલ્પ પ્રમાણે સર્વ કરે છે, તેમના સંકલ્પ પ્રમાણે આપણે અગાઉથી નિર્મિત થયા હતાં,


તેમની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડાં છે.


મરકીથી હું તેના છોકરાંનો સંહાર કરીશ; અને સર્વ મંડળીઓ જાણશે કે મન તથા અંત:કરણનો પારખનાર હું છું; અને તમો દરેકને હું તમારાં કામ પ્રમાણે બદલો આપીશ.


જુઓ, હું થોડી વારમાં આવું છું. અને દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે.


Lean sinn:

Sanasan


Sanasan