Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 32:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 મેં ખતમાં સહી કરી, ને તેના ઉપર મહોર કરી. પછી મેં સાક્ષીઓને બોલાવ્યા, ને ત્રાજવામાં રૂપું તોળી આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 મેં સાક્ષીઓની રૂબરૂમાં વેચાણખત પર સહી કરીને મહોરમુદ્રા કરી અને નાણું ત્રાજવામાં તોળી આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મેં પત્રકમાં સહી કરી અને તેના પર મહોર મારી. અને સાક્ષીઓને બોલાવી અને ત્રાજવામાં ચાંદી તોળી આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 મેં વેચાણખત કરી તેના પર સહીસિક્કા અને સાક્ષી કરાવી અને કાંટા પર કિંમત ચૂકવી દીધી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 32:10
23 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમે એફ્રોનનું સાંભળ્યું; અને જેટલું તેણે હેથના દિકરાઓના સાંભળતાં કહ્યું હતું, તેટલું એટલે વેપારીઓમાં ચલણી [નાણાં પ્રમાણે] ચારસો શેકેલ રૂપું ઇબ્રાહિમે તોળીને એફ્રોનને આપ્યું.


અને હેથના દિકરાઓએ ઇબ્રાહિમને કબરસ્તાનને માટે, તે ખેતરનો તથા તેમાંની ગુફાનો કબજો નકકી કરી આપ્યો.


મારો અપરાધ કોથળીમાં બંધ કરીને ઉપર મહોર કરવામાં આવી છે, મારા અન્યાયોને તમે બાંધી રાખો છો.


મને તારા હ્રદય પર મુદ્રા તરીકે, અને તારા હાથ પર વીંટી તરીકે બેસાડ; કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે; ઈર્ષા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા અગ્નિના ચમકારા જેવા છે, તે ખુદ યહોવાનો ભડકો [છે].


પ્રભુએ મને કહ્યું, “હવે ચાલ, તેઓની રૂબરૂ પત્ર પર તે લખ, ને પુસ્તકમાં નોંધી રાખ, જેથી તે ભવિષ્યમાં સદાને માટે સાક્ષી તરીકે રહે.


એક કહેશે, ‘હું યહોવાનો છું;’ બીજો યાકૂબનું નામ ધારણ કરશે; અને ત્રીજો પોતાના હાથ પર ‘યહોવાને અર્થે’ એવી છાપ મરાવશે, ને ‘ઇઝરાયલ’ની અટક રાખશે.”


અને માસેયાના પુત્ર નેરિયાના પુત્ર બારુખના હાથમાં, મારા કાકાના પુત્ર હનામેલના દેખતાં, જે સાક્ષીઓએ વેચાણખતમાં સહી કરી હતી તેઓના દેખતાં, તથ જે યહૂદીઓ ચોકીમાં બેઠેલા હતા તે સર્વના દેખતાં, મેં વેચાણખત સોંપ્યું.


પણ, હે ઈશ્વર યહોવા, તમે મને કહ્યું છે, ‘તું મૂલ્ય આપીને તારે માટે ખેતર વેચાતું લે. ને સાક્ષીઓને બોલાવ, ’ તથાપિ નગર તો ખાલદીઓના હાથમાં સોંપાયું છે.


બિન્યામીનના દેશમાં, યરુશાલેમની ચારે બાજુના પ્રદેશમાં, યહૂદિયાના નગરોમાં, પહાડી‍ પ્રદેશનાં નગરોમાં, શફેલાનાં નગરોમાં, તથા દક્ષિણના પ્રદેશનાં નગરોમાં, લોકો મૂલ્ય આપીને ખેતરો વેચાતાં લેશે, વેચાણખતમાં સહી કરશે, તેના ઉપર મહોર મારશે, ને સાક્ષીઓ બોલાવશે, કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ” એવું યહોવા કહે છે.


સાંજ-સવાર વિષે જે સંદર્શન કહેવામાં આવ્યું છે તે ખરું છે; પણ તું તે સંદર્શન ગુપ્ત રાખ; કેમ કે તે ઘણા દૂરના કાળ વિષે છે.”


પછી તેઓ ગયા, ને પથ્થર પર મહોર કરીને તેઓએ કબર પર જાપતો રાખ્યો, અને ચોકીદારો તેમની સાથે હતા.


જેણે તેની સાક્ષી માની છે, તેણે ઈશ્વર ખરો છે, એ વાત પર મહોર મારી છે.


જે અન્‍ન નાશવંત છે તેને માટે નહિ, પણ જે અન્‍ન અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વર પિતાએ તેના પર મહોર કરી છે.”


તેમણે અમને મુદ્રાંકિત કર્યા છે, અને અમારાં હ્રદયોમાં [પવિત્ર] આત્માનું બાનું પણ આપ્યું છે.


તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને, અને તેમના પર વિશ્વાસ રાખીને, તેમનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા.


વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્‍ન ન કરો,


‘શું એ મારા ખજાનાઓની ભેગું મુદ્રિત કરાઈને મારી પાસે સંગ્રહ કરી રાખેલું નથી?


અને તે માણસો જઈને દેશમાં બધે ફર્યા, ને નગરો પ્રમાણે જઈને દેશમાં બધે ફર્યા, ને નગરો પ્રમાણે જઈને દેશમાં બધે ફર્યા, ને નગરો પ્રમાણે તેના સાત ભાગ કરીને એક નોંધપત્રમાં તેઓનું વિગતવાર વર્ણન કર્યું, ને તેઓ શીલોમાં યહોશુઆ પાસે છાવણીમાં પાછા આવ્યા.


વળી મેં બીજા એક દૂતને પૂર્વ દિશાથી ચઢતો જોયો, તેની પાસે જીવતા ઈશ્વરની મુદ્રા હતી. અને જે ચાર દૂતોને પૃથ્વી તથા સમુદ્રને ઉપદ્રવ કરવાની [સત્તા] આપવામાં આવી હતી, તેઓને તેણે મોટે અવાજે હાંક મારીને કહ્યું,


અને તેઓને એવું ફરમાવવામાં આવ્યું હતું કે, પૃથ્વીના ઘાસને, કોઈ લીલોતરીને તથા કોઈ પણ ઝાડને ઉપદ્રવ ન કરો, પણ જે માણસોના કપાળ પર ઈશ્વરની મુદ્રા નથી તેઓને ઉપદ્રવ કરો.


હવે બોઆઝ [ગામને] દરવાજે જઈને બેઠો; તો જુઓ, નજીકના સગા વિષે બોઆઝ બોલ્યો હતો તે ત્યાં આવી પહોંચ્યો. તેને તેણે કહ્યું, “અરે ફલાણા! આ બાજુ આવીને અહીં બેસ.” એટલે તે બાજુએ ફરીને ત્યાં બેઠો.


Lean sinn:

Sanasan


Sanasan