Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 31:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે એવો સમય આવશે કે જે વખતે એફ્રાઈમ પર્વત પરના ચોકીદારો પોકારશે, ‘ઊઠો, આપણે આપણા ઈશ્વર યહોવાની પાસે સિયોન પર ચઢી જઈએ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 કારણ, એવો દિવસ આવશે જ્યારે એફ્રાઈમ પ્રદેશના પર્વતો પર ચોકીદારો પોકાર કરશે, ‘ચાલો, આપણે આપણા ઈશ્વર પ્રભુ પાસે સિયોન જઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે એવો દિવસ આવી રહ્યો છે કે, જ્યારે એફ્રાઇમના પર્વતો પરથી ચોકીદારો પોકાર કરશે કે, ‘ચાલો, આપણે આપણા ઈશ્વર યહોવાહની પાસે સિયોનમાં ચઢી જઈએ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 એવો દિવસ જરૂર આવી રહ્યો છે. જ્યારે એફ્રાઇમના પર્વતો પરથી પહેરેગીરો પોકાર કરશે, ‘ચાલો આપણે સિયોનની યાત્રાએ જઇએ, આપણા દેવ યહોવાને દર્શને જઇએ.’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 31:6
23 Iomraidhean Croise  

અબિયાએ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવેલા અમારાઈમ પર્વત પર ઊભા રહીને કહ્યું, “હે યરોબામ તથા સર્વ ઇઝરાયલ, મારું સાંભળો.


ત્યારે યરુશાલેમમાં યહોવાનું મંદિર બાંધવાને જવા માટે જે કોઈના મનમાં ઈશ્વરે પ્રેરણા કરી હતી તે સર્વ, યહૂદિયાના તથા બિન્યામીનના પિતૃઓના કુટુંબોના વડીલો, યાજકો અને લેવીઓ તત્પર થયા.


જે માણસનું સામર્થ્ય તમારામાં છે, જે [સિયોનના] માર્ગો ધ્યાનમાં રાખે છે, તેને ધન્ય છે.


વળી તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશૂર દેશમાં જેઓ ખોવાયેલા હતા તેઓ, તથા મિસરમાં જેઓ કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓ આવશે; અને તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાનું ભજન કરશે.


હે સિયોન, સારી વધામણી કહેનારી, તું ઊંચા પર્વત પર ચઢી જા; હે યરુશાલેમ, સારી વધામણી કહેનારી, મોટે અવાજે પોકાર; પોકાર, બીશ નહિ; યહૂદિયાનાં નગરોને કહે, “જુઓ, તમારા ઈશ્વર!


હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે. તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંત રહેશે નહિ. યહોવાને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ.


વળી યહોવા કહે છે, “હે મારો ત્યાગ કરનાર પુત્રો, ફરો; કેમ કે હું તમારો માલિક છું; અને દરેક નગરમાંથી તમારામાંના એકકને, તથા [દરેક] કુળમાંથી બબ્બેને ચૂંટીને તમને સિયોનમાં પાછા લાવીશ;


તેઓ આવીને સિયોનના ઉચ્ચસ્થાન પર ગાયન કરશે, અને ધાન્ય, દ્રાક્ષારસ, તેલ ને ઘેટાંનાં તથા ઢોરનાં ટોળાંનાં બચ્ચાં એ બધાંમાં યહોવાની કૃપા પામવા માટે તેઓ ભેગા થશે; અને તેઓના જીવ બાગાયત જમીનની વાડી જેવા થશે; અને તેઓ કદી પણ ફરીથી શોક કરશે નહિ.


પછી ઇઝરાયલને હું તેના બીડમાં પાછો લાવીશ, ને તે કાર્મેલ તથા બાશાન પર ચઢશે, અને તેનો જીવ એફ્રાઈમ પર્વત પર તથા ગિલ્યાદમાં તૃપ્ત થશે.


મેં તમારા પર ચોકીદારો ઠરાવીને કહ્યું કે, રણશિંગડાના સાદને કાન દો; પણ તેઓએ કહ્યું, ‘અમે તો કાન નહિ દઈએ.’


“હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલ‍ પ્રજા પર ચોકીદાર ઠરાવ્યો છે; તેથી મારા મુખના વચન સાંભળીને મારા મારા તરફથી તેમને ચેતવણી આપ.


“હે મનુષ્યપુત્ર, તારા લોકોની સાથે વાત કરીને તેઓને કહે કે, જ્યારે હું કોઈ દેશ પર તરવાર લાવું ત્યારે જો તે દેશના લોકો પોતાનામાંથી એક પુરુષને પસંદ કરીને તેને પોતાના ચોકીદાર તરીકે સ્થાપે;


તે વખતે યહૂદિયાપુત્રોને ને ઇઝરાયલપુત્રોને એકત્ર થશે, ને તેઓ પોતાને માટે એક આગેવાન નીમીને દેશમાંથી ચાલી નીકળશે; કેમ કે યિઝ્‍એલનો દિવસ મોટો થશે.


એફ્રાઈમ મારા ઈશ્વરની પાસે ચોકીદાર હતો. પ્રબોધકના સર્વ માર્ગોમાં પારધીની જાળ છે, તથા તેના ઈશ્વરના મંદિરમાં વૈર છે.


Lean sinn:

Sanasan


Sanasan