Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 31:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તું ફરી સમરૂનના પર્વતો પર દ્રાક્ષાવાડીઓ રોપીશ. રોપનારા રોપશે, ને તેઓનાં ફળ ખાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તમે ફરીથી સમરૂનના ટેકરાઓ પર દ્રાક્ષાવાડીઓ રોપશો, અને એ વાડીઓ રોપનારા જ તેનાં ફળ ખાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તું ફરીથી સમરુનના પર્વતો પર દ્રાક્ષવાડીઓ રોપશે. અને રોપનારાઓ એનાં ફળ ખાવા પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તું ફરીથી સમરૂનના ડુંગરા પર દ્રાક્ષનીવાડીઓ રોપશે, ને રોપનારાઓ એનાં ફળ ખાવા પામશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 31:5
15 Iomraidhean Croise  

તેઓ ખેતરમાં વાવેતર કરે છે. અને દ્રાક્ષાવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ પેદા કરે છે.


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, એવો સમય ફરી આવશે કે જે સમયે ઘરો, ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ આ દેશમાં વેચાતાં લેવામાં આવશે.’”


તેઓ તેમા સહીસલામત રહેશે. હા, તેઓ ઘરો બાંધશે, દ્રાક્ષાવાડીઓ રોપશે, ને સહીસલામત રહેશે. એટલે તેમની આસપાસના જે લોકો તેમની ઈર્ષા કરે છે તેઓ સર્વનો ન્યાય કરીને હું તેમને શિક્ષા કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા તેમનો ઈશ્વર છું.”


પણ હે ઇઝરાયલના પર્વતો, તમારા પર તો ડાળીઓ ફૂટી નીકળશે, ને તમે મારા ઇઝરાયલ લોકોને તમારાં ફળ આપશો, કેમ કે તેઓનો [પાછા] આવવાનો [સમય] પાસે છે.


હું મારા ઇઝરાયલ લોકોની ગુલામગીરી પાછી ફેરવીશ, ને તેઓ ઉજ્જડ નગરો બાંધીને તેઓમાં વસશે. તેઓ દ્રાક્ષાવાડીઓ રોપીને


“દક્ષિણના લોકો એસાવના પર્વતનો કબજો, ને નીચાણના પ્રદેશના લોકો પલિસ્તીઓનો કબજો લેશે; અને તેઓ એફ્રાઈમની ભૂમિનો તથા સમરુનની ભૂમિનો કબજો લેશે; અને બિન્યામીન ગિલ્યાદ [નો કબજો લેશે].


[એટલે પ્રભુ કહે છે] “તેથી હું સમરુનને ખેતરમાંના ઢગલા જેવું [તથા] દ્રાક્ષાવાડી રોપવાના [સ્થાન] જેવું કરીશ; અને હું તેના પથ્થરોને નીચાણમાં ગબડાવી દઈશ, ને હું તેના પાયા ઉઘાડા કરી નાખીશ.


પણ તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે. અને કોઈ તેમને બીવડાવશે નહિ; કેમ કે સૈન્યોના યહોવાન મુખમાંથી એ [વચન] નીકળ્યું છે.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘તે દિવસે તમો સર્વ પોતપોતાના પડોશીઓને દ્રાક્ષાવેલા નીચે તથા અંજીરીઓ નીચે બોલાવશો.’”


અને જેણે દ્રાક્ષાવાડી રોપીને તેનું ફળ ખાધું ન હોય એવો કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તેને ઘેર પાછો જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય ને કોઈ બીજો તેનું ફળ ખાય.


તું જે સ્‍ત્રીની સાથે સગાઈ કરશે તેનો ઉપભોગ બીજો પુરુષ કરશે. તું ઘર બાંધશે પણ તેમાં તું રહેવા નહિ પામે. તું દ્રાક્ષાવાડી રોપશે, પણ તેનું ફળ તારા કામમાં આવશે નહિ.


દાઉદે યાજકને ઉત્તર આપીને તેને કહ્યું, “આસરે આ ત્રણ દિવસથી તો સ્‍ત્રીઓ ખરેખર અમારાથી દૂર રખાઈ છે. જ્યારે હું ચાલી નીકળ્યો ત્યારે, જો કે મુસાફરી ફક્ત સાધારણ હતી, તોપણ જુવાનોનાં પાત્રો પવિત્ર હતાં. તો આજે તેમનાં પાત્રો કેટલાં વિશેષ પવિત્ર હશે?”


Lean sinn:

Sanasan


Sanasan