Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 31:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 મુડદાંઓની તથા રાખની આખી ખીણ, કિદ્રોનના વહેળા સુધીનાં સર્વ ખેતરસહિત, પૂર્વ તરફ ઘોડાભાગળના ખૂણા સુધી, યહોવાને માટે પવિત્ર થશે; તે ફરી કદી પણ ઉખેડવામાં આવશે નહિ, ને પાડી નાખવામાં આવશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 અને જ્યાં મૃતદેહો દફનાવવામાં આવે છે અને કચરો બાળી નાખવામાં આવે છે એ આખો ખીણપ્રદેશ અને કિદ્રોનના વહેળા પરના બધાં ખેતરોથી છેક પૂર્વમાં ઘોડા દરવાજા સુધીનો બધો વિસ્તાર પ્રભુને માટે પવિત્ર થશે. તે પછી એ નગરને ફરીથી કદી તોડી પાડવામાં આવશે નહિ કે તેનો નાશ થશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 મૃતદેહો તથા રાખની આખી ખીણ કિદ્રોનના વહેળા સુધીનાં સર્વ ખેતરસહિત, પૂર્વ તરફ ઘોડા ભાગળના ખૂણા સુધી યહોવાહને સારુ પવિત્ર થશે. તે ફરી કદી પણ ઉખેડવામાં આવશે નહિ અને પાડી નાખવામાં આવશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 કિદ્રોનથી ઠેઠ ઘોડાના દરવાજા સુધી, સમગ્ર ખીણ અને દરેકે દરેક ખેતરને આ શહેરમાં સામેલ કરવામાં આવશે. જે યહોવા માટે પવિત્ર છે. અને આને ફરીથી કયારેય ઉખેડવામાં કે નાશ કરવામાં નહિ આવે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 31:40
23 Iomraidhean Croise  

અને આખો દેશ પોક મૂકીને રડ્યો, ને બધા લોક પેલી પાર ગયા. રાજા પંડે પણ કિદ્રોન નાળું ઊતર્યો, અને બધા લોકો રાનમાં માર્ગ તરફ પેલી પાર ગયા.


માટે તેઓએ તેને માર્ગ આપ્યો. અને ઘોડાના અંદર આવવાને રસ્તે થઈને તે રાજા મહેલ આગળ ગઈ. ત્યાં તેને મારી નાખવામાં આવી.


આહાઝની મેડી પરની ઓરડીના ધાબા પરની વેદીઓ જે યહૂદિયાના રાજાઓએ બાંધી હતી, ને જે વેદીઓ મનાશ્શાએ યહોવાના મંદિરનાં બે આંગણાંમાં બાંધી હતી, તેઓને રાજાએ તોડી પાડી, ને [તે] ત્યાંથી તોડી પાડીને તમનો ભૂકો કિદ્રોન નાળામાં ફેંકી દીધો.


તે અશેરાને યહોવાના મંદિરમાંથી કાઢીને યરુશાલેમ બહાર કિદ્રોન નાળા પાસે લાવ્યો, ને કિદ્રોન નાળા પાસે તેને બાળી નાખી, ને તેને કૂટીને ભૂકો કરીને તે ભૂકો સાધારણ લોકોની કબરો પર નાખ્યો.


એ પ્રમાણે તેઓએ તેને રસ્તો આપ્યો, અને જે રાજાના મહેલ પાસે ઘોડાના દરવાજાના નાકામાં આવી. અને ત્યાં તેઓએ તેને મારી નાખી.


આશ્વભાગળ ઉપર યાજકો પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા.


હે ઈશ્વર, અમે તમારા મંદિરમાં તમારી કૃપા વિષે વિચાર કર્યો છે.


તારા યહોવા તથા તારા ઈશ્વર, જે પોતાના લોકોને માટે વાદ કરનાર છે, તે એવું કહે છે, “જો લથડિયાં ખવડાવનારો પ્યાલો, ને મારા કોપનો કટોરો મેં તારા હાથમાંથી લઈ લીધો છે; તેમાંનું તું હવે પછી કદી પીનાર નથી.


ઉખેડવા તથા પાડી નાખવા, અને વિનાશ કરવા તથા ખંડન કરવા, તેમ જ બાંધવા તથા રોપવા માટે, મેં આજે તને પ્રજાઓ તથા રાજ્યો પર નીમ્યો છે.”


જે વખતે હું કોઈ પ્રજા વિષે કે કોઈ રાજ્ય વિષે, તેને ઉખેડવા, પાડી નાખવા તથા નાશ કરવા માટે બોલું.


હવે જે નગર વિષે તમે કહો છો કે, તે તરવાર, દુકાળ તથા મરકીના કારણથી બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવ્યું છે, એ નગર વિષે ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે,


સૂર્ય, ચંદ્ર તથા આકાશનું સર્વ સૈન્ય, જેઓને તેઓએ ચાહ્યાં છે, તેઓ [વંઠી] ગયા છે, જેઓને તેઓએ શોધ્યાં છે, અને જેઓની આરાધના તેઓએ કરી છે, તેઓની આગળ આ હાડકાં વેરી નાખશે. તેઓને એકઠાં કરવામાં નહિ આવે, અને દાટવામાં નહિ આવે. તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતરરૂપ થઈ જશે.


તેમણે મને તેમને પડખે પડખે ચારે તરફ ફેરવ્યો; અને જુઓ, તેઓ ખીણની સપાટી પર પુષ્કળ હતાં. અને તેઓ બહું સૂકાં હતાં.


વળી જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો હતો, જેમાં તમારા પૂર્વજો રહેતા હતા, તેમં તેઓ રહેશે. તેઓ, તેઓનાં છોકરાં તથા તેઓનાં છોકરાંનાં છોકરાં તેમાં સદા રહેશે. મારો સેવક દાઉદ સદાને માટે તેઓનો સરદાર થશે.


અને હું પછી કદી મારું મુખ તેઓથી અવળું ફેરવીશ નહિ. કેમ કે મેં ઇઝરાયલ લોકો પર મારો આત્મા રેડ્યો છે, એમ પ્રભુ યહોવા કહે છે.”


તેની ચોતરફનું [માપ] અઢાર હજાર [દંડ] થાય; અને તે દિવસથી તે નગરનું નામ ‘યહોવા-શામ્મા, ’ એટલે ‘યહોવા ત્યાં છે’ એવું પડશે.”


“આથી તમે જાણશો, હું મારા પવિત્ર પર્વત સિયોન પર રહેનાર તમારો ઈશ્વર યહોવા છું, તે વખતે યરુશાલેમ પવિત્ર થશે, ને ત્યાર પછી કદી પણ કોઈ પરદેશીઓ તેમાં થઈને જશે નહિ.


માણસો તેમાં વસશે, ને ફરીથી શાપ આવશે નહિ; પણ યરુશાલેમ સહીસલામત રહેશે.


તે દિવસે ઘોડાઓની ઘંટડીઓ ઉપર ‘યહોવાને માટે પવિત્ર’ [એ શબ્દો] હશે; અને યહોવાના મંદિરમાંનાં તપેલાં વેદી આગળના પ્યાલા જેવાં થશે.


એ વાતો કહીને ઈસુ પોતાના શિષ્યો સહિત કિદ્રોન નાળાને પેલે પાર ગયા. ત્યાં એક વાડી હતી, જેમાં પોતે તથા તેમના શિષ્યો ગયા.


Lean sinn:

Sanasan


Sanasan