Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 31:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 યહોવા કહે છે, “જુઓ, એવા દિવસો આવે છે કે જ્યારે હું ઇઝરાયલના તથા યહૂદાના વંશમાં મનુષ્યનું બી તથા પશુનું બી વાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે ઇઝરાયલ અને યહૂદિયાના પ્રદેશોને હું જનજનાવરથી ભરચક કરી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 યહોવાહ કહે છે “જુઓ, એવા દિવસો આવી રહ્યા છે કે “જ્યારે હું ઇઝરાયલમાં અને યહૂદિયામાં માણસોનું બી તથા પશુનું બી વાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 યહોવા કહે છે, “એ દિવસો આવી રહ્યા છે કે જ્યારે હુ ઇસ્રાએલને અને યહૂદિયાને માણસોને તથા તેના પશુધનને પુષ્કળ વધારીશ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 31:27
8 Iomraidhean Croise  

તોયે તે કંગાલોને સંકટમાંથી કાઢીને ચઢતીમાં લાવે છે, અને તેનાં કુટુંબોને ટોળાની માફક વધારી દે છે.


તેઓમાં આભારસ્તુતિ તથા હર્ષ કરનારાઓનો સાદ સંભળાશે. હું તેઓને વધારીશ, ને તેઓ ઓછા નહિ થશે; હું તેઓને મહિમાવાન કહીશ, ને તેઓ નમાલા થશે નહિ.


હું તમારા પર મનુષ્યોની વસતિ વધારીશ, એટલે ઇઝરાયલનો આખો વંશ, હા, આખો [વંશ વધારીશ] અને નગરોમાં વસતિ થશે, ને વેરાન જગાઓમાં ઈમારતો બાંધવામાં આવશે.


હું તમારા પર માણસો તથા પશુઓની વૃદ્ધિ કરીશ. તેઓ વૃદ્ધિ પામશે ને ફળદ્રુપ થશે; અને હું તમને તમારી આગળની સ્થિતિ પ્રમાણે વસાવીશ, ને તમારા આરંભના કરતાં તમારું વધારે ભલું કરીશ; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


કેમ કે, જુઓ, હું તમારા પક્ષમાં છું, હું તમારી તરફ ફરીશ, ને તમારામાં ખેડાણ તથા વાવેતર થશે.


હું મારે માટે તેને દેશમાં રોપીશ; જે કૃપા પામેલી નહોતી તેના પર હું કૃપા કરીશ. અને જેઓ મારા લોક નહોતા તેઓને હું કહીશ, ‘તમે મારી પ્રજા છો;’ અને તેઓ કહેશે, ‘ [તમે] અમારા ઈશ્વર [છો.] ”’


અગર જો હું તેમને અન્ય પ્રજાઓમાં વાવીશ, તોપણ દૂરના દેશોમાં તેઓ મારું સ્મરણ કરશે; અને તેઓ પોતાનાં છોકરાં સહિત જીવશે, અને પાછા આવશે.


અને તારા હાથનાં સર્વ કામમાં, તારા પેટના ફળમાં, ને તારાં પશુઓના ફળમાં, ને તારી ભૂમિના ફળમાં યહોવા તારા ઈશ્વર તને હિતાર્થે પુષ્કળતા આપશે; કેમ કે જેમ યહોવા તારા પિતૃઓ પર પ્રસન્‍ન હતા તેમ તે ફરી તારા પર તારા ભલાને માટ પ્રસન્‍ન થશે.


Lean sinn:

Sanasan


Sanasan