Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 31:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 “તારે માટે માર્ગમાં નિશાનો કરી મૂક, તારે માટે સ્તંભો ઊભા કર; જે માર્ગે તું ગઈ હતી તે રાજમાર્ગ તું ધ્યાનમાં રાખ. હે ઇઝરાયલની કુમારી, પાછી આવ, આ તારાં નગરોમાં પાછી આવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 હે ઇઝરાયલના લોકો, તમારે માટે રસ્તાઓ દર્શાવતી નિશાનીઓ મૂકો, અને માર્ગદર્શક સ્તંભો ઊભા કરો. તમે જે રાજમાર્ગે ગયા હતા, તે ધ્યાનમાં રાખો. તમે પાછા ફરો; તમારાં નગરોમાં પાછા આવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જ્યારે તું બંદીવાસમાં જાય ત્યારે રસ્તામાં ઇઝરાયલનો માર્ગ સૂચવતાં નિશાન કર. અને માર્ગદર્શક સ્તંભો બનાવ. તું જે રસ્તે ગઈ હતી તે બરાબર ધ્યાનમાં રાખ. કેમ કે હે ઇઝરાયલની કુમારી, તું ફરીથી તારાં નગરોમાં અહીં પાછી ફરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 “જ્યારે તું બંદીવાસમાં જાય ત્યારે રસ્તામાં ઇસ્રાએલનો માર્ગ સૂચવતાં નિશાન કર. અને માર્ગદર્શક સ્તંભો બનાવ. તું જે રસ્તે ગઇ હતી તે બરાબર ધ્યાનમાં રાખ. કારણ કે હે ઇસ્રાએલની કુમારી, તું ફરીથી તારાં નગરોમાં અહીં પાછી ફરશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 31:21
23 Iomraidhean Croise  

વળી તે પવિત્ર મંદિરને માટે જે બધું મેં તૈયાર કર્યુ છે તે ઉપરાંત, મારા ઈશ્વરના મંદિર પર મારો પ્રેમ હોવાથી મારી પાસે મારો પોતાનો સોનારૂપાનો ભંડાર છે તે હું મારા ઈશ્વરના મંદિરને માટે આપું છું.


તેઓની પાછળ ઇઝરાયલના સર્વ કુળોમાંથી જેઓએ ઇઝરાયલના ઈશ્વર યહોવાને શોધવામાં પોતાનાં અંત:કરણ લગાડ્યાં હતાં. તેઓ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની આગળ યજ્ઞ કરવા માટે યરુશાલેમ આવ્યા હતા.


આથી યહોશાફાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો. અને તેણે આખા યહૂદિયામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પિટાવ્યો.


જુલમ પર ભરોસો રાખો નહિ, અને લૂંટમાં અભિમાન કરો નહિ; જો ધન વધે, તો તે પર મન લગાડો નહિ.


જે માણસનું સામર્થ્ય તમારામાં છે, જે [સિયોનના] માર્ગો ધ્યાનમાં રાખે છે, તેને ધન્ય છે.


તે પર મેં સારી રીતે વિચાર કર્યો; હું સમજ્યો, અને મને શિખામણ મળી.


બાબિલમાંથી નીકળો, ખલદીઓની પાસેથી નાસી જાઓ. હર્ષનાદથી આ જાહેર કરીને સંભળાવો; પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો; કહો કે, યહોવાએ પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.


વળી તે કહેશે, “સડક બાંધો, સડક બાંધો, માર્ગ તૈયાર કરો, મારા લોકોના માર્ગોમાંથી હરેક ઠોકરલ ખવડાવનારી વસ્તુ ઉઠાવી લો.”


દરવાજાઓમાં થઈને, દરવાજાઓમાં થઈને જાઓ; લોકોને માટે માર્ગ તૈયાર કરો; બાંધો, સડક બાંધો; પથ્થરો વીણી કાઢો; લોકોને માટે ધ્વજા ઊંચી કરો.


તું જઈને આ વચનો ઉત્તર તરફ જાહેર કરીને કહે, ‘હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ, તું ફર, યહોવા એમ કહે છે; હું ક્રોધાયમાન દષ્ટિથી તમને જોઈશ નહિ; કેમ કે યહોવા કહે છે કે, હું દયાળું છું, હું સર્વકાળ [કોપ] કાયમ રાખીશ નહિ.


વળી યહોવા કહે છે, “હે મારો ત્યાગ કરનાર પુત્રો, ફરો; કેમ કે હું તમારો માલિક છું; અને દરેક નગરમાંથી તમારામાંના એકકને, તથા [દરેક] કુળમાંથી બબ્બેને ચૂંટીને તમને સિયોનમાં પાછા લાવીશ;


હે ઇઝરાયલની કુમારી, હું ફરી તને બાંધીશ, ને તું બંધાઈશ; તું ફરી તારા ડફોથી પોતાને શણગારીશ, ને હર્ષ કરનારા ગાયકગણની સાથે બહાર જઈશ.


હે મિસરની કુંવારી દીકરી, તું ગિલ્યાદ પર ચઢીને શેરીલોબાન લે; તું ઘણાં ઓસડનો ઉપચાર કરશે, પણ એ તો નિરર્થક જશે. તું સાજી થઈશ નહિ.


તેઓ સિયોન તરફ પોતાનાં મુખ રાખીને ત્યાં જવાનો માર્ગ પૂછશે, અને કહેશે, ‘ચાલો, નહિ વીસરાય એવો સર્વકાલીન કરાર કરીને આપણે યહોવાની સાથે મળી જઈએ.’


તરવારથી બચેલા, તમે ચાલ્યા જાઓ, ઊભા ન રહો; દૂરથી યહોવાનું સ્મરણ કરો, ને તમારા મનમાં યરુશાલેમ યાદ આવે.


તમે દરેક તમારા પ્રાણ બચાવો, બાબિલમાંથી નાસો. [ત્યાં રહીને] તેની દુષ્ટતા [ની શિક્ષા] માં તમે નાશ ન પામો; કેમ કે બદલો લેવાનો યહોવાનો સમય આવ્યો છે; તે તેને પ્રતિફળ આપશે.


યહોવા આમ બોલે છે, “માર્ગોમાં ઊભા રહીને જુઓ, ને પુરાતન માર્ગોમાં જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તેમાં ચાલો, એટલે તમારા જીવને વિશ્રાંતી મળશે. પણ તેઓએ કહ્યું, ‘અમે [તે માર્ગમાં] ચાલીશું નહિ.’


તે માણસે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર તારી આંખોથી જો, ને તારા કાનોથી સાંભળ, ને જે હું તને બતાવું તે સર્વ પર તારું ચિત્ત લગાડ; કેમ કે હું તને તે બતાવું એ માટે હું તને અહીં લાવ્યો છું. જે તું જુએ છે તે બધું ઇઝરાયલ લોકોને કહી બતાવ.”


તો હવે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તમારા માર્ગો વિષે વિચાર કરો.


અગર જો હું તેમને અન્ય પ્રજાઓમાં વાવીશ, તોપણ દૂરના દેશોમાં તેઓ મારું સ્મરણ કરશે; અને તેઓ પોતાનાં છોકરાં સહિત જીવશે, અને પાછા આવશે.


ત્યારે તેણે તેમને કહ્યું, “જે સર્વ વાતોની હું આજે તમારી આગળ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો. અને એ વિષે તમારાં છોકરાંને આ કરો કે, આ નિયમનાં સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં મૂકે.


Lean sinn:

Sanasan


Sanasan