Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 31:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 વળી યહોવા કહે છે, “જ્યારે હું ઇઝરાયલને વિશ્રાંતિ આપવા ગયો, ત્યારે તરવારથી બચેલા લોકો વગડામાં કૃપા પામ્યા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 વળી, હું પ્રભુ એ પણ કહું છું કે જે લોકો તલવારથી બચી ગયા તેમના પર રણપ્રદેશમાં મેં દયા દર્શાવી હતી. જ્યારે ઇઝરાયલ પ્રજા વિસામો શોધતી હતી,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જ્યારે હું ઇઝરાયલને વિશ્રાંતિ આપવા ગયો ત્યારે જે લોકો તલવારથી બચી ગયા છે, તેઓ અરણ્યમાં કૃપા પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 અને યહોવા કહે છે, “જ્યારે ઇસ્રાએલે રાહત શોધી ત્યારે જે લોકો તરવારથી બચી ગયા છે, તેઓને અરણ્યમાં કૃપા મળી.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 31:2
32 Iomraidhean Croise  

પણ તે પોતાના લોકોને ઘેટાંની જેમ કાઢી લાવ્યા, અને અરણ્યમાં ટોળાંની જેમ તેઓને દોર્યા.


માટે મેં મારા કોપમાં સમ ખાધા, “તેઓ મારા વિશ્રામમાં પેસશે નહિ.”


“જ્યારે તમે હિબ્રૂ સ્‍ત્રીઓ પાસે દાયણનું કામ કરવા જાઓ, ને જ્યારે તમે તેઓને પ્રસુતિ સમયે જુઓ, ત્યારે જો છોકરો જન્મે તો તેને જીવતી રહેવા દેવી.”


અને ફારુને પોતાના સર્વ લોકોને ફરમાવ્યું, “જે પ્રત્યેક છોકરો જન્મે તેને તમારે નદીમાં ફેંકી દેવો, અને પ્રત્યેક છોકરીને તમારે જીવતી રહેવા દેવી.”


અને ઇઝરાયલીઓ રામસેસથી સુક્કોથ આવ્યા; તેઓ બાળકો સિવાય સુમારે છ લાખ પાયદળ પુરુષો હતા.


હવે ઘણા દિવસો વીત્યા પછી એમ થયું કે મિસરનો રાજા મરી ગયો. અને ગુલામીના કારણથી ઇઝરાયલીઓ નિસાસા નાખતા હતા ને વિલાપ કરતા હતા, ને ગુલામીના કારણથી તેમનો વિલાપ ઊંચે ઈશ્વરને પહોંચ્યો.


અને યહોવાએ કહ્યું, “મારી સમક્ષતા તારી સાથે આવશે, ને હું તને વિસામો આપીશ.”


અને તેઓએ તેમને કહ્યું, “યહોવા તમારા ઉપર દષ્ટિ કરીને ન્યાય કરો. કેમ કે ફારુનની દષ્ટિમાં તથા તેમના સેવજોની દષ્ટિમાં તમે અમને ધિકકારપાત્ર કરી નાખ્યા છે, ને એમ કરીને અમને મારી નાખવા માટે તેઓના હાથમાં તરવાર આપી છે.”


“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે, યહોવા કહે છે, ‘રાનમાં, પડતર પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે સમયે યુવાવસ્થામાં જે તારો સ્નેહ, તથા વિવાહસંબંધ થતી વખતનો તારો પ્રેમ, તે હું તારા લાભમાં સંભારું છું.


અને હું તમને વિદેશીઓના અરણ્યમાં લાવીને ત્યાં તમારી સાથે મોઢામોઢ વાદ કરીશ.


મેં તેઓને માનવી બંધનોથી, પ્રમની દોરીઓથી ખેંચ્યા; હું તેમના પ્રત્યે તેમની ગરદન પરથી ઝૂંસરી ઉઠાવી લેનારના જેવો હતો, ને મેં તેઓની આગળ ખાવાનું મૂક્યું.


અને તેઓએ યહોવાના પર્વતથી ત્રણ દિવસનો માર્ગ કાપ્યો. અને એ ત્રણ દિવસમાં યહોવાનો કરારકોશ તેઓને માટે વિશ્રામસ્થાન શોધવા માટે તેઓની આગળ ચાલ્યો.


અને યહોવાએ કહ્યું, “તારા કહેવા પ્રમાણે મેં તેઓને ક્ષમા કરી છે.


ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.


યહોવા તમારા ઈશ્વર જે તમારી આગળ ચાલે છે, તે તમારા માટે યુદ્ધ કરશે. મિસરમાં જે બધાં કૃત્યો તેમણે તમારી આંખો આગળ કર્યાં તે પ્રમાણે [તે કરશે].


જો કે રસ્તે તમારે માટે તંબુઓ તાણવાની જગા શોધી કાઢવાને, [તથા] તમારે ક્યે રસ્તે જવું તે બતાવવાને, રાત્રે અગ્નિરૂપે ને દિવસે મેઘરૂપે તે તમારી આગળ ચાલતા હતા તોપણ.


કેમ કે જે વિશ્રામ તથા વારસો યહોવા તારા ઈશ્વર તને આપવાના છે તેમાં તમે હજી સુધી પહોંચ્યા નથી.


કેમ કે યહોવા તારા ઈશ્વરે તારા હાથનાં સર્વ કામ પર આશીર્વાદ આપ્યો છે. આ મોટા અરણ્યમાં તારું ચાલવું તેણે જાણ્યું છે. આ ચાળીસ વર્ષ સુધી યહોવા તારા ઈશ્વર તારી સાથે રહ્યા છે. તને કશાની ખોટ પડી નથી.


જેમણે અરણ્યમાં માન્‍ના કે જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી તારું પોષણ કર્યું, એ માટે કે તે તને નમાવે ને આખરે તારું ભલું કરવા માટે તે તારું પારખું કરે.


“યહોવાના સેવક મૂસાએ તમને જે વાત કહી હતી કે, તમારા ઈશ્વર યહોવા તમને વિસામો આપે છે અને તમને આ દેશ આપશે, તે યાદ રાખો.


Lean sinn:

Sanasan


Sanasan