Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 31:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 યહોવા કહે છે કે, તું વિલાપ કરીને રુદન કરવાનું ને તારી આંખોમાંથી આંસુ પાડવાનું બંધ કર; કેમ કે તારો શ્રમ સફળ થશે, એવું યહોવા કહે છે; તેઓ શત્રુના દેશમાંથી પાછા આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 હું પ્રભુ તેને આ પ્રમાણે કહું છું: ધ્રૂસકે ધ્રૂસકે રડવાનું બંધ કર, અને તારાં આંસુ સારવાનું બંધ કર. કારણ, તારું કષ્ટ વ્યર્થ જશે નહિ. તારાં સંતાનો શત્રુના દેશમાંથી તારી પાસે પાછાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પરંતુ યહોવાહ કહે છે; વિલાપ કરીને રુદન કરવાનું બંધ કર, તારાં આંસુ લૂછી નાખ; તારાં કષ્ટો વ્યર્થ નહિ જાય, તારાં બાળકો શત્રુના દેશમાંથી પાછા આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પરંતુ યહોવા કહે છે: “રૂદન બંધ કરો, આંસુ લૂછી નાખો, તારાં કષ્ટો વ્યર્થ નહિ જાય, તારા બાળકો દુશ્મનના દેશમાંથી પાછા આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 31:16
27 Iomraidhean Croise  

અને તે પોતાનું મુખ ધોઈને બહાર આવ્યો; અને ડૂમો શમાવીને કહ્યું, “રોટલી પીરસો.”


અને યૂસફ પોતાની પાસે સર્વ ઊભા રહેનારાઓની આગળ ડૂમો શમાવી ન શકયો. અને તેણે મોટેથી કહ્યું, “મારી આગળથી પ્રત્યેક માણસને બહાર કાઢો.” અને યૂસફે તેના ભાઈઓને પોતાને ઓળખાવ્યો, ત્યારે તેની પાસે કોઈ નહોતું.


પણ તમે બળવાન થાઓ, ને તમારા હાથ ઢીલા પડવા ન દો, કેમ કે તમારા પ્રયત્નનું ફળ તમને મળશે.”


જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે તેઓ હર્ષનાદસહિત લણશે.


કેમ કે તેમનો કોપ માત્ર ક્ષણિક છે; પણ તેમની મહેરબાની જિંદગીભર છે. રુદન રાતપર્યંત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.


તારે રસ્તે ચાલ્યો જા, આનંદથી તારી રોટલી ખા, અને ખુશ દિલથી તારો દ્રાક્ષારસ પી; કેમ કે ઈશ્વર તારાં કામનો સ્વીકાર કરે છે.


પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવા સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે; અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે:કેમ કે યહોવાનું વચન એવું છે.


હે યરુશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહિ; તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે; તે સાંભળતાં જ તને ઉત્તર આપશે.


જુઓ, પ્રભુ યહોવા વીરની જેમ આવશે, ને તેમનો ભુજ તેમને માટે અધિકાર ચલાવશે; તેમનું ઈનામ તેમની સાથે, ને તેમનું પ્રતિફળ તેમની આગળ છે.


વળી જે જે દેશોમાં મેં મરા ટોળાને હાંકી કાઢયું છે, તે સર્વમાંથી બાકી રહેલાઓને હું ભેગા કરીશ, ને તેઓને તેઓના વાડાઓમાં પાછા લાવીશ. અને તેઓ સફળ થશે ને વૃદ્ધિ પામશે.


વળી યહોવા કહે છે, હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ, ને જે પ્રજાઓમાં તથા સર્વ સ્થળોમાં મેં તમને હાંકી કાઢયા છે તે સર્વમંથી હું તમને એકત્ર કરીશ, એવું યહોવા કહે છે; અને જે સર્વ સ્થળોમાંથી મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે, તે જ સ્થળોમાં હું તમને પાછા લાવીશ.”


યહોવા કહે છે, “જુઓ, હું યાકૂબના તંબુઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ને તેનાં ઘરો પર દયા કરીશ. અને નગર પોતાની ટેકરી પર બંધાશે, ને રાજમહેલ [માં રજવાડા] ની રીત પ્રમાણે લોકો વસશે.


કેમ કે યહોવા કહે છે, જો, એવો સમય આવે છે કે, જ્યારે હું મારા લોકોનો એટલે ઇઝરાયલ તથા યહૂદિયા નો બંદીવાસ ફેરવી નાખીશ; અને જે દેશ મેં તેઓના પૂર્વજોને આપ્યો હતો તેમાં હું તેઓને પાછા લાવીશ, ને તે તેઓનું વતન થશે, એમ યહોવા કહે છે.”


હર્ષ તથા આનંદનો સ્વર, વરકન્યા [ના વિનોદ] નો સ્વર; અને ‘સૈન્યોના [ઈશ્વર] યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા સારા છે, ને તેમની કૃપા સદાકાળ [ટકે] છે, ’ એવું કહેનારાઓનાઓ સ્વર, અને યહોવાના મંદિરમાં આભારાર્થાર્પણો લાવનારાઓનો સ્વર હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવા કહે છે.


હું યહૂદિયાનો તથા ઇઝરાયલનો બંદીવાસ ફેરવી નાખીશ, ને આગળ હતા તેમ તેઓને બાંધીશ.


અને તેમને કહે કે, પ્રભુ યહોવા એમ કહે છે કે, જુઓ, જે પ્રજાઓમાં ઇઝરાયલ લોકો ગયા છે તેઓમાંથી તેઓને બહાર કાઢીને હું તેમને બધે સ્થળેથી ભેગા કરીશ, ને તમને તેમના પોતાના દેશમાં લાવીશ.


તે વખતે યહૂદિયાપુત્રોને ને ઇઝરાયલપુત્રોને એકત્ર થશે, ને તેઓ પોતાને માટે એક આગેવાન નીમીને દેશમાંથી ચાલી નીકળશે; કેમ કે યિઝ્‍એલનો દિવસ મોટો થશે.


કેમ કે ઈસુ મરણ પામ્યા ને પાછા ઊઠયા એવો જો આપણે વિશ્ચાસ કરીએ છીએ, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલાં છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે.


પણ વિશ્વાસ વગર [ઈશ્વરને] પ્રસન્‍ન કરવા એ બનતું નથી. કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.


કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વીસરે એવા અન્યાયી નથી.


યહોવા તારા કામનું ફળ તને આપો, ને જે ઇઝરાયલના ઈશ્વર યહોવાની પાંખો નીચે આશ્રય લેવા તું આવી છે તેનાથી તને પૂરો બદલો મળો.”


Lean sinn:

Sanasan


Sanasan