Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 30:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેમનો યુવરાજ તેઓમાંનો જ થશે, ને તેઓમાંથી તેમનો અધિકારી થશે; અને હું તેને પાસે લાવીશ, ને તે મારી પાસે આવશે. કેમ કે મારી પાસે આવવા જેણે હિમ્મત ધરી છે તે કોણ? એવું યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 તેમનો શાસક તેમના પોતાનામાંનો જ હશે, અને તેમની મધ્યેથી જ તેમનો અધિકારી થશે; હું તેને આમંત્રણ આપીશ, એટલે તે મારી પાસે આવશે. કારણ, મારા આમંત્રણ વગર મારી પાસે આવીને, પોતાનો જીવને જોખમમાં નાખવાની હિંમત કોણ કરે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેઓનો આગેવાન તેઓના પોતાનામાંથી જ થશે, તેઓમાંથી તેઓનો અધિકારી થશે જ્યારે હું તેને મારી પાસે લાવું ત્યારે તેઓ મારી પાસે આવશે. કેમ કે મારી પાસે આવવાની જેણે હિંમત ધરી છે તે કોણ છે?” એમ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તેઓને ફરીથી પોતાનો રાજા મળશે, જે પરદેશી નહિ હોય, હું તેને મારી પાસે બોલાવીશ, અને તે મારી પાસે આવશે. કારણ કે વગર આમંત્રણે મારી પાસે આવવાની કોની હિંમત છે?

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 30:21
53 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમ બોલ્યો, “જો હવે હું ધૂળ તથા રાખ છતાં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરું છું:


અને ઇબ્રાહિમે કહ્યું, “યહોવાને રોષ ન‍ ચઢે, તો હું ફરી બોલું:કદાચિત ત્યાં ત્રીસ મળે તો?” પ્રભુએ કહ્યું, “જો ત્યાં ત્રીસ મળે, તોયે હું એમ નહિ કરીશ.”


અને ઇબ્રાહિમે કહ્યું, “પ્રભુને રોષ ન ચઢે, તો હું ફરીથી એક જ વાર બોલું, “કદાચિત ત્યાં દશ જ મળે તો?” પ્રભુએ કહ્યું, “દશને લીધે પણ હું તેનો નાશ નહિ કરીશ.”


શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.


તે મારા નામને માટે ઘર બાંધશે, ને તેનું રાજ્યાસન હું સદાને માટે સ્થાપિત કરીશ.


તેઓ ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બુલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ તથા બાનાની સાથે આવ્યા. ઇઝરાયલી લોકની સંખ્યા :


મેં યરુશાલેમને મારા ભાઈ હનાનીના તથા કિલ્લાના અમલદાર હનાન્યાના હવાલામાં સોંપ્યું, કેમ કે તે માણસ વિશ્વાસપાત્ર તથા બીજાઓ કરતાં ઈશ્વરથી વિશેષ બીનારો હતો.


જેને તમે પસંદ કરીને પાસે લાવો છો, જે તમારાં આંગણાંમાં વસે છે તેને ધન્ય છે. અમે તમારા ઘરની, એટલે તમારા મંદિરના પવિત્રસ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું.


તેનાં સંતાન સદા રહે, એવું પણ હું કરીશ. આકાશના દિવસોની જેમ તેનું રાજ્ય [સદા ટકશે].


ત્યારે ઈશ્વરે કહ્યું, “અહીં નજીક ના આવતો. તારા પગમાંથી તારાં ચંપલ કાઢ, કેમ કે જે જગાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે.”


આ જે અદોમથી, હા, બોસરાથી કિરમજી રંગનાં વસ્ત્ર પહેરીને જે આવે છે, આ જે પોશાકથી દેદીપ્યમાન, પોતાના પુષ્કળ સામર્થ્યમાં મહાલતો આવે છે, તે કોણ છે? “હું જે ન્યાયીપણાથી બોલનાર, ને તારવાને શક્તિમાન, તે હું છું.”


પણ તેઓના ઈશ્વર યહોવાની સેવા તેઓ કરશે, તથા તેઓને માટે તેઓના રાજા તરીકે હું દાઉદને ઊભો કરીશ, તેની [સેવા તેઓ કરશે].”


તે સમયે તથા તે વેળાએ હું દાઉદને માટે ન્યાયીપણાનો અંકુર ઉગાડીશ; અને દેશમાં તે ન્યાય તથ નીતિ પ્રવર્તાવશે.


જુઓ, સિંહ યર્દનના પૂરથી ચઢી આવે તેમ તે કાયમના રહેઠાણ પર ચઢી આવશે; પણ હું તેને ઓચિંતો ત્યાંથી નસાડીશ. અને જેને મેં પસંદ કર્યો છે તેને હું તેના પર ઠરાવીશ; કેમ કે મારા જેવો કોણ છે? અને મારે માટે મુદત કોણ ઠરાવે? અને મારી સામે ઊભો રહે એવો ઘેટાંપાળક કોણ છે?


જુઓ, સિંહ યર્દનના પૂરમાંથી ચઢી આવે, તેમ તે કાયમના રહેઠાણ પર ચઢી આવશે. પણ હું તેમને ઓચિંતા તેની પાસેથી નસાડીશ; અને જે પસંદ થયેલો છે તેને હું તેના પર ઠરાવીશ; કેમ કે મારા જોવો કોણ છે? અને મારે માટે મુદત કોણ ઠરાવે? અને મારી સામે ઊભો રહે એવો ઘેટાંપાળક કોણ છે?


મારો સેવક દાઉદ તેઓને શિર રાજા થશે. તે સર્વનો એક પાળક થશે. વળી તેઓ મારી આજ્ઞાઓ પ્રમાણે ચાલશે, મારા વિધિઓ પાળશે, ને તેમનો અમલ કરશે.


તે વખતે યહૂદિયાપુત્રોને ને ઇઝરાયલપુત્રોને એકત્ર થશે, ને તેઓ પોતાને માટે એક આગેવાન નીમીને દેશમાંથી ચાલી નીકળશે; કેમ કે યિઝ્‍એલનો દિવસ મોટો થશે.


એ માટે કે તેઓ ઇઝરાયલ પ્રજા માટે સ્મરણરૂપ થાય કે, જે હારુનના સંતાનનો ન હોય એવો પારકો યહોવાની સમક્ષ ધૂપ ચઢાવવાને ન આવે કે, તેના હાલ કોરાના તથા તેની સભાનતા જેવા ન થાય. યહોવાએ મૂસાની હસ્તક તેને કહ્યું તેમ.


અને તેણે કોરાને તથા તેની આખી ટોળીને કહ્યું, “કોણ તેના છે, ને કોણ પવિત્ર છે, ને કોને તે પોતાની રૂબરૂ બોલાવશે, તે યહોવા કાલે બતાવશે. જેને તે પસંદ કરશે તેને તે પોતાની રૂબરૂ બોલાવશે.


“યહૂદીઓના જે રાજા જન્મ્યા છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને અમે તેમનું ભજન કરવા આવ્યા છીએ.”


અને તેમના સંબંધીનું લખેલું તહોમતનામું તેમના માથાની ઉપર તેઓએ લગાડ્યું કે, ‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’


અને જુઓ, આવી આકાશવાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું.”


શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું?”


તેમને ઈશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા તારનાર થવાને ઊંચા કર્યા છે કે, તે ઇઝરાયલના મનમાં પશ્ચાતાપ [કરાવે] તથા તેઓને પાપની માફી આપે.


તો [તેઓને] દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુ પામ્યા, હા જે મૂએલામાંથી પાછા પણ ઊઠયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થતા પણ કરે છે.


તો જેને યહોવા તારા ઈશ્વર પસંદ કરે તેને જ તારે રાજા ઠરાવવો. તારા ભાઈઓમાંથી એકને તારે તારે શિર રાજા ઠરાવવો. કોઈ પરદેશી કે જે તારો ભાઈ નથી તેને તું તારે શિર રાજા ઠરાવતો નહિ.


હું તેમને માટે તેમના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઊભો કરીશ. અને હું મારાં વચનો તેના મુખમાં મૂકીશ, ને જે સર્વ હું તેને ફરમાવું તે તે તેઓને કહેશે.


અને જ્યારે લોકોના આગેવાનો અને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાં, ત્યારે યહોવા યશુરૂનમાં રાજા હતા.


તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે, તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન [પિતા] ની જમણી તરફ ઉચ્‍ચસ્થાને બેઠા છે.


અને તે આપણાં પાપનું પ્રાયશ્ચિત છે; અને માત્ર આપણાં જ નહિ પણ આખા જગત [નાં પાપ] નું [તે પ્રાયશ્ચિત છે].


તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર “રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ” એવું નામ લખેલું છે.


Lean sinn:

Sanasan


Sanasan