Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 3:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મેં જોયું કે, મારો ત્યાગ કરનાર ઇઝરાયલે વ્યભિચાર કર્યો, તે જ કારણથી મેં તેને કાઢી મૂકી હતી, ને તેને છૂટાછેડા આપ્યા હતા, તોપણ તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા બીધી નહિ; તેણે પણ વ્યભિચાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ઇઝરાયલે મારો ત્યાગ કર્યો અને વેશ્યાગીરી આચરી, તેથી મેં લગ્નવિચ્છેદ કરીને તેને કાઢી મૂકી તે પણ યહૂદિયાએ જોયું; છતાં એનાથી ઇઝરાયલની બહેન બેવફા યહૂદિયા ગભરાઈ નહિ અને તેણે પણ વેશ્યાગીરી આચરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મેં એ પણ જોયું કે, મારો ત્યાગ કરનાર ઇઝરાયલે વ્યભિચાર કર્યો, તે જ કારણથી મેં તેને હાંકી કાઢી હતી. મેં તેને છૂટાછેડા પ્રમાણ પત્ર આપ્યા હતા. તેમ છતાં, તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા ડરી નહિ, તેણે પણ વ્યભિચાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેણે એ પણ જોયું કે, વ્યભિચાર કરવા માટે મેં બેવફા ઇસ્રાએલને છૂટાછેડા આપી હાંકી કાઢી છે, તેમ છતાં, એની બેવફા બહેન યહૂદિયા ડરી નહિ, તેણે પણ જઇને વેશ્યાના જેવો વર્તાવ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 3:8
20 Iomraidhean Croise  

વળી તેણે યહૂદિયાના પર્વતોમાં ઉચ્ચસ્થાનો પણ બનાવ્યાં, ને યરુશાલેમનાં રહેવાસીઓની પાસે મૂર્તિપૂજા કરાવી, ને યહૂદિયાના લોકોને ખોટે રસ્તે દોર્યા.


યહોવા એવું પૂછે છે, “જે ફારગતીથી મેં તમારી માને તજી દીધી તે ક્યાં છે? અથવા મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા છે? જુઓ, તમારા અન્યાયને લીધે તમે વેચાયા હતા, ને તમારા અપરાધોને લીધે તમારી માને તજી દીધી હતી.


તારી પોતાની દુષ્ટતા તને શિક્ષા કરશે, તથા તારાં બંડખોરીનાં કામો તને ઠપકો આપશે; માટે તારે સમજી લેવું કે, તેં યહોવા તારા ઈશ્વરને છોડી દીધા છે ને તેને તેમનું ભય નથી; આ તો ભૂંડું તથા કડવું છે, ” એમ પ્રભુ, એટલે સૈન્યોનો [ઈશ્વર] યહોવા, કહે છે.


તેઓ કહે છે, ‘જો પુરુષ પોતાની સ્ત્રીને કાઢી મૂકે, અને તે [સ્ત્રી] તેની પાસેથી જઈને બીજા પુરુષની [સ્ત્રી] થાય, તો શું તે તેની પાસે પાછો જાય? [જો એવું થાય] તો તે દેશ અતિ ભ્રષ્ટ નહિ ગણાય?’ પણ તેં ઘણા આશકોની સાથે વ્યભિચાર કર્યો છે! તથાપિ મારી પાસે પાછી આવ, ” એવું યહોવા કહે છે.


“આ લોકો કહે તે તું ધ્યાનમાં લેતો નથી? [તેઓ કહે છે કે,] ‘જે બે ગોત્રને યહોવાએ પસંદ કર્યાં હતાં તેઓનો યહોવાએ અનાદર કર્યો છે, ’ એમ કહેતાં તેઓ મારા લોકોનો તિરસ્કાર કરે છે કે તેઓની નજરમાં મારા લોકોની પ્રજાની ગણતરીમાં ન ગણાય.


“હું કેમ કરીને તને ક્ષમા કરી શકું? તારા પુત્રોએ મારો ત્યાગ કર્યો છે, ને જેઓ ઈશ્વર નથી તેઓના સમ ખાધા છે; મેં તેઓને [ખવડાવીને] તૃપ્ત કર્યા હતા, ત્યારે તેઓએ વ્યભિચાર કર્યો, અને વેશ્યાઓનાં ઘરોમાં [તેઓનાં ટોળેટોળાં] ભેગાં થયાં.


તારી મોટી બહેન સમરૂન છે, જે પોતાની પુત્રીઓ સાથે તારી ડાબી બાજુએ રહે છે. અને તારે જમણે હાથે રહેનારી તારી નાની, બહેન તે સદોમ તથા તેની પુત્રીઓ છે.


તોપણ તું તેઓના માર્ગે ચાલીને ને તેમનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુસરણ કરીને [સંતોષ પામી] નથી. પણ [જાણે કે એ તો] નજીવી વાત હોય તેમ સમજીને તું તારા સર્વ આચરણમાં તેઓના કરતાં વધારે ભ્રષ્ટ થઈ.


સમરૂને તારાથી અર્ધા પાપ પણ નથી કર્યા, પણ તેં તેમના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે, ને જે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તેં કર્યા છે તેઓથી તેં [તારા પ્રમાણમાં] તારી બહેનોને નિર્દોષ ઠરાવી છે.


પછી જેમ લોક વેશ્યાની પાસે જાય છે તેમ તેઓ તેની પાસે ગયા, એવી રીતે તેઓએ તે છિનાળ સ્ત્રીઓ ઓહોલા તથા ઓહોલિબા સાથે શયન કર્યું.


તેથી મેં તેના પ્રીતમોના હાથમાં, એટલે આશૂરીઓ કે જેમના પર તે આશક હતી તેમના હાથમાં તેને સોંપી દીધી.


કેમ કે ઇઝરાયલ લાંબી મુદત સુધી રાજારહિત, અધિકારીરહિત, યજ્ઞરહિત, ભજનસ્તંભરહિત તથા એફોદ કે તરાફીમરહિત રહેશે;


જ્યારે કોઈ પુરુષ સ્‍ત્રી પરણી લાવે ત્યારે એમ થાય કે જો તેને તેનામાં કંઈ નાલાયક વાત માલૂમ પડ્યાથી તે તેની નજરમાં કૃપા ન પામે તો તે તેને છૂટાછેડા લખી આપે, ને તે તેના હાથમાં મૂકીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકે.


અને જો તેના બીજા પતિની તેના પર નાખુશી થાય, અને તે પણ તેને છૂટાછેડા લખી આપે, ને તે તેના હાથમાં મૂકીને પોતાના ઘરમાંથી તેને કાઢી મૂકે, અથવા જે બીજા પતિએ તેને પોતાની સ્‍ત્રી કરી લીધી હતી, તે જો મરણ પામે,


Lean sinn:

Sanasan


Sanasan