Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 3:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અમે અમારી લાજમાં પડી રહીએ, ને અમારું અપમાન અમને ઢાંકે, કેમ કે અમે તથા અમારા પિતૃઓએ અમારી તરુણાવસ્થાથી આજ સુધી અમારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે; અને અમારા ઈશ્વર યહોવાનું કહ્યું અમે માન્યું નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 અમારી શરમ અમારી પથારી છે અને અમારી લાજ અમારું ઓઢવાનું વસ્ત્ર છે; કારણ, અમે અને અમારા પૂર્વજોએ યુવાનીથી માંડીને અત્યાર સુધી અમારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ પાપ કર્યાં છે અને તેમની આજ્ઞાઓને આધીન થયા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 અમે લજ્જિત થયા છીએ. અમારું અપમાન અમને ઢાંકે, અમે અમારા ઈશ્વર યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે. અમે તથા અમારા પિતૃઓએ અમારી તરુણાવસ્થાથી તે આજ સુધી, અમારા ઈશ્વર યહોવાહનું કહ્યું માન્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 અમે લજ્જિત થયા છીએ અને અમે જેને લાયક છીએ તે અપમાન સહન કરવા તૈયાર છીએ, કારણ કે અમે અને અમારા વડીલોએ બાળપણથી જ અમારા યહોવા દેવની વિરુદ્ધ પાપ કર્યું છે; અને અમે તેમને આધીન થયા નથી, અને અમે તેના હુકમોને માન્યાં નથી.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 3:25
38 Iomraidhean Croise  

અમારા પિતૃઓએ તેમ અમે પણ પાપ કર્યું છે, અમે અન્યાય કર્યો છે. અમે દુષ્ટતા કરી છે.


મિસરમાંના તમારા ચમત્કારો અમારા પિતૃઓ સમજ્યા નહિ; તેઓએ તમારી અપાર કૃપા સંભારી નહિ; પણ સમુદ્ર પાસે એટલે લાલ સમુદ્ર પાસે, તેઓએ તમને ચીડવ્યા.


મારા શત્રુઓ વસ્‍ત્રની જેમ લાજથી છવાઈ જાઓ, અને ડગલાની જેમ તેઓ પોતાની શરમથી ઢંકાઈ જાઓ.


જે શિખામણનો ત્યાગ કરે છે તેને દરિદ્રતા તથા બદનામી [મળશે] ; પણ જે ઠપકાને ગણકારશે તે માન પામશે.


શા માટે મારા શિક્ષકોનું કહેવું મેં માન્યું નહિ, અને મને શિક્ષણ આપનારના [શબ્દો] પર મેં કાન ધર્યો નહિ!


વળી તેં સાભળ્યું નહિ; વળી તેં જાણ્યું નહિ; વળી તારા કાન અગાઉથી ઊઘડયા નહિ; કેમ કે હું જાણતો હતો કે, તું તદ્દન કપટી છે, ને ગર્ભસ્થાનથી માંડીને તું બંડખોર કહેવાતો આવ્યો છે.


જુઓ, સર્વ અગ્નિ સળગાવનારા, કમરે બળતાં ખોયણાં બાંધનારા, તમે તમારા [સળગાવેલા] અગ્નિની જ્વાળામાં તથા તમે પોતે સળગાવેલાં ખોયણાંમાં ચાલો. મારા હાથથી તમારે માટે એ જ નિર્ણિત થયેલું છે; તમે વિપત્તિ સ્થાનમાં પડી રહેશો.


કેમ કે, હે યહૂદિયા, જેટલાં તારાં નગર તેટલા તારા દેવ થયા છે! અને તમે તે નિર્લજ્જ વસ્તુને નામે યરુશાલેમના મહોલ્લાઓ જેટલી વેદીઓ બાંધી છે, એટલે બાલની આગળ ધૂપ બાળવા માટે વેદીઓ બાંધી છે.


તેઓએ ઘઉં વાવ્યા છે, પણ કાપણી કાંટાની કરી છે; તેઓએ મહેનત કરી, પણ તેમને કંઈ લાભ થયો નહિ. અને યહોવાના કોપાવેશને લીધે તેઓ પોતા [ના ખેતરો] ની ઊપજથી લજ્જિત થશે.”


હે યહોવા, અમે અમારી દુષ્ટતા, અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; કેમ કે તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.


[મારા લોકો પોકારે છે,] “હે યહોવા, જો કે અમારા અપરાધો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તોપણ તમારા નામની ખાતર કંઈક કરો; કેમ કે અમે વારંવાર પાછા હઠયા છીએ, તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.


જ્યારે યહોવા તારો ઈશ્વર તને માર્ગમાં ચલાવતો હતો ત્યારે તેં તેને છોડી દીધો, તેથી તું તારી આ દશા તારા પોતાના પર લાવ્યો નથી?


તારી પોતાની દુષ્ટતા તને શિક્ષા કરશે, તથા તારાં બંડખોરીનાં કામો તને ઠપકો આપશે; માટે તારે સમજી લેવું કે, તેં યહોવા તારા ઈશ્વરને છોડી દીધા છે ને તેને તેમનું ભય નથી; આ તો ભૂંડું તથા કડવું છે, ” એમ પ્રભુ, એટલે સૈન્યોનો [ઈશ્વર] યહોવા, કહે છે.


“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે, યહોવા કહે છે, ‘રાનમાં, પડતર પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે સમયે યુવાવસ્થામાં જે તારો સ્નેહ, તથા વિવાહસંબંધ થતી વખતનો તારો પ્રેમ, તે હું તારા લાભમાં સંભારું છું.


ચોર પકડાય છે ત્યારે તે લજવાય છે, તેમ ઇઝરાયલના વંશને, એટલે તેઓના રાજાઓ, તેઓના સરદારો, તેઓના યાજકો, તથા તેઓના પ્રબોધકોને શરમ લાગે છે.


કષ્ટ તથા દુ:ખ ભોગવવા તથા લજ્જિત રહીને મારા દિવસો પૂરા કરવા માટે હું ગર્ભસ્થાનમાંથી કેમ બહાર આવ્યો?


હું તારી આબાદીના વખતમાં તને કહેતો; ત્યારે તું બોલતો કે, ‘હું સાંભળીશ નહિ’ તારી તરુણાવસ્થાથી તારી રીતભાત એવી હતી કે, તેં મારા કહ્યા પર લક્ષ આપ્યું નહિ.


યહોવા કહે છે કે, તું માત્ર તારો અપરાધ કબૂલ કર, [ને કહે] કે, મેં મારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, તથા દરેક લીલા ઝાડ નીચે હું પારકાઓની પાસે ગઈ છું, ને મારા [ઈશ્વરનું] કહ્યું માન્યું નથી.”


ખરેખર મારા ફેરવાયા પછી મેં પશ્ચાત્તાપ કર્યો, અને બોધ પામ્યા પછી મેં જાંઘ પર થબડાકો મારી; મેં મારી તુણાવસ્થાનાં [પાપને લીધે] અપમાન સહ્યું, તેથી હું લજ્જિત તથા વ્યાકુળ થયો.’


રે મારા લોકની દીકરી, ટાટ પહેરીને રાખમાં આળોટ; જેમ કોઈ પોતાના એકના એક પુત્રને માટે શોક તથા ભારે આક્રંદ કરે તેમ તું કર; કેમ કે આપણા પર લૂંટારા એકાએક આવશે.


યહોવા કહે છે, “શું તેઓ મને રોષ ચઢાવે છે? શું પોતાના મુખની લાજને અર્થે તેઓ પોતાને જ ચીડવતા [અને બદનામ કરતા] નથી?”


[પ્રભુના લોકોએ કહ્યું,] ‘આપણે કેમ બેસી રહ્યા છીએ? એકત્ર થઈને કિલ્લાબંધ નગરોમાં જઈએ, ને ત્યાં મરી જઈએ, કેમ કે આપણા ઈશ્વર યહોવાએ આપણો નાશ કર્યો છે, અને આપણને ઝેર પાયું છે, કેમ કે આપણે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.


તેઓ વહેલી આવે, ને આપણે માટે વિલાપ કરે કે, જેથી આપણી આંખોમાંથી ચોધાર આંસુઓ વહે, ને આપણાં પોપચાંમાંથી પુષ્કળ પાણી વહી જાય.


અમારા માથા પરથી મુગટ પડી ગયો છે. અમને હાય હાય! કેમ કે અમે પાપ કર્યું છે.


અમારા પૂર્વજોએ પાપ કર્યું, અને તેઓ તો રહ્યા નથી! અને તેઓના અપરાધોનું ફળ અમને મળ્યું છે.


તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને ઇઝરાયલી લોકો પાસે, એટલે જે બંડખોર પ્રજાઓએ મારી વિરુદ્ધ બંડ કર્યુ છે તેમની પાસે, મોકલું છું. તેઓના પૂર્વજો તથા તેઓ પોતે છેક આજ સુધી મારી વિરુદ્ધ અપરાધ કરતા આવ્યા છે.


પ્રભુ યહોવા કહે છે કે, તમારે જાણવું કે તમારી ખાતર હું એ નથી કરતો.હે ઇઝરાયલના વંશજો, તમારાં આચરણને લીધે લજ્જિત થાઓ તથા ઝંખવાણા પડો.


મારા પ્રત્યે યાજકપદ બજાવવા તથા મારી કોઈ પણ પવિત્ર વસ્તુની પાસે, પરમપવિત્રવસ્તુઓની પાસે આવવા તેઓ મારી હજૂરમાં ન આવે. પણ તેઓ પોતાની લજ્જા તથા પોતાના ધિક્કારપત્ર કૃત્યોનું ફળ ભોગવે.


તેઓ ટાટ પણ પહેરશે, ને ત્રાસ તેમને ઢાંકી દેશે. અને સર્વના મુખ પર શરમ છવાઈ જશે, ને તે સર્વના માથાં મૂંડાવેલા હશે.


અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઊઠશે, કેટલાક અનંતજીવનમાં [દાખલ થશે] અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કારપાત્ર થશે.


અરણ્યમાં દ્રાક્ષા [મળે] તેમ ઇઝરાયલ મને મળ્યા. અંજીરીની પહેલી મોસમમાં તેનું પ્રથમફળ [જોવામાં આવે] તેમ મેં તમારા પૂર્વજોને જોયા, પણ તેઓ બાલ-પેઓર પાસે જઈને તે લજ્જાકારક વસ્તુને સમર્પિત થયા, ને તેઓ પોતાની પ્રિય વસ્તુના જેવા ધિક્કારપાત્ર થયા.


[પ્રભુ કહે છે,] “હું માણસો ઉપર એવું સંકટ લાવીશ કે, તેઓ આંધળા માણસોની જેમ ચાલશે, કેમ કે તેઓએ યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે; અને તેમનું રક્ત ધૂળની જેમ વહેવડાવવામાં આવશે, તથા તેમનું માંસ વિષ્ટાની જેમ [ફેંકી દેવામાં] આવશે.


તો જે કામોથી તમે હમણાં શરમાઓ છો, તેથી તમને તે વખતે શું ફળ હતું? કેમ કે તે [કામો] નું પરિણામ મરણ છે.


અને તમે આ દેશના રહેવાસીઓની સાથે કંઈ કરાર ન કરો. તેઓની વેદીઓ તોડી નાખો:પણ મારું વચન તમે ધ્યાનમાં લીધું નહિ. તમે એમ કેમ કર્યું છે?


Lean sinn:

Sanasan


Sanasan