યર્મિયા 3:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અમારી તરુણાવસ્થાથી અમારા પિતૃઓના શ્રમનું ફળ, તેઓનાં ઘેટાં તથા તેઓનાં ઢોરઢાંક, તેઓના પુત્રો તથા તેઓની પુત્રીઓ, તે બધાંને એ લજ્જાસ્પદ [વસ્તુ] ખાઈ ગઈ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 તોે અમારા પૂર્વજોએ જેમને માટે પરિશ્રમ કર્યો હતો એટલે તેમનાં ઘેટાંબકરાં અને તેમનાં ઢોરઢાંક અરે, તેમના પુત્રો અને પુત્રીઓ એ સૌ આ લજ્જાસ્પદ બઆલની પૂજામાં ગુમાવી દીધાં છે એ અમારા યૌવનકાળથી જોતા આવ્યા છીએ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 અમારી તરુણાવસ્થાથી અમારા બાપદાદાઓના શ્રમનું ફળ, તેઓનાં ટોળાંઓ, અન્ય જાનવરો, તેઓના દીકરાઓ અને દીકરીઓ તેઓ સર્વને તે લજ્જાસ્પદ મૂર્તિઓ ખાઈ ગઈ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ24 અમે અમારા બાળપણથી જોયું છે. અમારા વડીલો પાસે જે હતું તે બધું ઘેટાં-બકરાં, ઢોરઢાંખર તથા પુત્ર-પુત્રીઓ. તેઓએ યાજકો પાછળ તથા મૂર્તિઓ પાછળ વેડફી નાખ્યું. ઘૃણાસ્પદ દેવતા બઆલ એ બધાંને ભરખી ગયો છે. Faic an caibideil |