Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 3:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પરંતુ જેમ સ્ત્રી વિશ્વાસઘાત કરીને પોતાના પતિને તરછોડે છે, તેમ, ઓ ઇઝરાયલના વંશ, તમે મારો વિશ્વાસઘાત કર્યો છે, ” એવું યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 પરંતુ પોતાના પતિને બેવફા થનાર પત્નીની જેમ હે ઇઝરાયલના વંશજો, તમે મને બેવફા નીવડયા છો. હું પ્રભુ એ કહું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જેમ સ્ત્રી વિશ્વાસઘાત કરીને પોતાના પતિને તરછોડે છે તેમ, ઓ ઇઝરાયલના વંશજો, તમે મારો વિશ્વાસઘાત કર્યો છે. એવું યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 પણ તમે મારો વિશ્વાસઘાત કર્યો છે. તમે મારાથી દૂર ચાલ્યા ગયા છો. અને અસંખ્ય વિદેશી દેવોને તમે સોંપાઇ ગયા છો. વ્યભિચારી પત્ની પોતાના પતિનો ત્યાગ કરે તેવા તમે થઇ ગયા છો.” આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 3:20
11 Iomraidhean Croise  

પૃથ્વીને છેડેથી આપણે, ‘ન્યાયીઓનો મહિમા [થાઓ] , ’ એવાં ગીત સાંભળ્યાં છે. પણ મેં કહ્યું, હું સુકાઈ જાઉં છું, હું સુકાઈ જાઉં છું, મને અફસોસ! ઠગનાર ઠગે છે; ઠગનાર ઠગાઈ કરીને ઠગે છે.


વળી તેં સાભળ્યું નહિ; વળી તેં જાણ્યું નહિ; વળી તારા કાન અગાઉથી ઊઘડયા નહિ; કેમ કે હું જાણતો હતો કે, તું તદ્દન કપટી છે, ને ગર્ભસ્થાનથી માંડીને તું બંડખોર કહેવાતો આવ્યો છે.


હે યહોવા, જ્યારે હું તમારી સાથે વિવાદ કરું ત્યારે તમે ન્યાયી ઠરો છો, તોપણ હું તમારી આગળ [મારી] ફરિયાદ વિષે દલીલ રજૂ કરીશ: દુષ્ટોનો માર્ગ શા માટે સફળ થાય છે? જેઓ અતિશય વિશ્વાસઘાત કરે છે તેઓ સર્વ શા માટટે મુખી હોય છે?


કેમ કે ઇઝરાયલના વંશ તથા યહૂદાના વંશે મારો ઘણો વિશ્વાસઘાત કર્યો છે, ” એવું યહોવા કહે છે.


યહોવાએ મને કહ્યું, “ફરીથી જા, ને જો કે ઇઝરાયલ પ્રજા અન્ય દેવો તરફ ફરી જાય છે, ને સૂકી દ્રાક્ષાની ભાખરીઓના શોખીલા થાય છે, તે છતાં યહોવા તેમના પર પ્રેમ રાખે છે તેવી જ રીતે તું તેના યારને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી ઉપર પ્રેમ કર.”


તેઓએ યહોવાની વિરુદ્ધ કપટ કર્યું છે; કેમ કે તેઓએ પારકાના પેટના છોકરાંને જન્મ આપ્યો છે; હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓને તેઓનાં વતનો સહિત સ્વાહા કરી જશે.


પણ તેઓએ આદમની જેમ કરારનું ઉલ્લંઘન કર્યું છે. તેમાં તેઓએ મારી વિરુદ્ધ કપટ કર્યું છે.


યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, અને ઈઝરાયલમાં તથા યરુશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવાને વહાલા પવિત્રસ્થાનને યહૂદાએ ભ્રષ્ટ કર્યું છે, અને તેણે પારકા દેવની પુત્રી સાથે લગ્ન કર્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan