Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 3:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 એ બધું છતાં તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા ખરા મનથી નહિ, પણ કેવળ ઢોંગ કરીને મારી તરફ પાછી ફરી છે, ” એવું યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 આ બધું કર્યા પછી ઇઝરાયલની બહેન બેવફા યહૂદિયા સાચા દિલથી નહિ, પણ માત્ર ઢોંગથી પાછી ફરી છે. હું પ્રભુ પોતે આ બોલું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 આમ છતાં, તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા સાચા હૃદયથી નહિ પણ માત્ર ઢોંગ કરીને મારી તરફ ફરી છે. એમ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 આ બધું છતા, ઇસ્રાએલની બહેન યહૂદિયા સાચા હૃદયથી મારી પાસે આવી નથી. એ માત્ર આવવાનો ઢોંગ કરે છે.” આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 3:10
13 Iomraidhean Croise  

યોશિયાએ ઇઝરાયલી લોકોના તાબાના સર્વ દેશમાંથી સર્વ અમંગળ વસ્તુઓ દૂર કરી; અને ઇઝરાયલમાંના જે મળી આવ્યા તેઓની પાસે તેણે યહોવાની સેવા કરાવી. તેની કારકિર્દીમાં તેઓ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાને અનુસરતા રહ્યા.


મારે વિષે સાંભળતાં જ તેઓએ મારું માન્યું; પરદેશીઓ મારે શરણે આવ્યા.


ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.


અધર્મી પ્રજાની સામે હું તેને મોકલીશ, ને મારા કોપને પાત્ર થએલા લોકોની વિરુદ્ધ તેને આજ્ઞા આપીશ કે, તે લૂંટ કરે, ને શિકાર પકડે, ને તેઓને ગલીઓના કાદવની જેમ ખૂંદી નાખે.


વળી પ્રભુએ કહ્યું, “આ લોકો તો મારી પાસે આવે છે, ને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હ્રદય મારાથી દૂર રાખ્યું છે, ને તેઓમાં મારી જે બીક છે તે [માત્ર] પાઠે કરેલી માણસની આજ્ઞા છે;


હે ઇઝરાયલીઓ જેમની સામે તમે ભારે ફિતૂર કરેલું છે, તેમની તરફ ફરો.


તેમના જે પૂર્વજોએ મારાં વચન સાંભળવાની ના પાડી, તે પૂર્વજોનાં પાપની તરફ તેઓ ફર્યા છે; અને અન્ય દેવોની સેવા કરવા માટે તેમની પાછળ ગયા છે. ઇઝરાયલના વંશજોએ તથા યહૂદિયાના વંશજોએ તેઓના પૂર્વજોની સાથે કરેલો મારો કરાર તોડયો છે.”


તમે તેઓને રોપ્યા છે. વળી તેઓની જડ બાઝી છે. તેઓ વધે છે, વળી ફળ આપે છે. તમે તેઓનાં મોંમા છો, પણ તેઓનાં મનથી તમે દૂર છો.


મારા લોકોની દીકરીના કતલ થયેલાઓને માટે રાતદહાડો રુદન કરવા માટે મારું માથું પાણી હોત, ને મારી આંખો આંસુનો ઝરો હોત, તો કેવું સારું!


તેઓએ પોતાના અંત:કરણથી મને હાંક મારી નથી, પણ તેઓ પોતાના બિછાનામાં [સૂતા સૂતા] બૂમરાણ કરે છે; તેઓ ધાન્ય તથા મદ્યને માટે એકત્ર થાય છે, તેઓ મારી વિરુદ્ધ બંડ કરે છે.


હું તમારા પર લૂની તથા ગેરવાની આફત લાવ્યો; તમારાં સંખ્યાબંધ બાગો, દ્રાક્ષાવાડીઓ, અંજીરીઓ તથા જૈતવૃક્ષોને જીવડાં ખાઈ ગયાં છે, તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે.


યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, અને ઈઝરાયલમાં તથા યરુશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવાને વહાલા પવિત્રસ્થાનને યહૂદાએ ભ્રષ્ટ કર્યું છે, અને તેણે પારકા દેવની પુત્રી સાથે લગ્ન કર્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan