Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 29:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 તેથી યહોવા કહે છે, જુઓ, હું શમાયા નેહેલામીને તથા તેના સંતાનને જોઈ લઈશ; તેના વંશમાંનો કોઈ પુરુષ આ પ્રજામાં વસવા પામશે નહિ, ને મારા લોકોનું હું જે હિત કરીશ તે તે જોવા પામશે નહિ. કેમ કે તે યહોવાની વિરુદ્ધ બંડ [નાં વચન] બોલ્યો છે, ” એવું યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 તેથી હું પ્રભુ તેને વિષે આ પ્રમાણે કહું છું: હું શમાયાને અને તેનાં સંતાનોને સજા કરીશ. તેના વંશમાં કોઈ વ્યક્તિ આ પ્રજામાં બચશે નહિ અને હું મારા લોકને જે સુખશાંતિના દિવસો આપીશ તે જોવા તે જીવતો રહેશે નહિ; કારણ, તેણે મારા લોકને મારી વિરુદ્ધ બંડ કરવા ઉશ્કેર્યા છે. હું પ્રભુ આ બોલું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 માટે યહોવાહ કહે છે કે; જુઓ, હું શમાયા નેહેલામીને અને તેના સંતાનોને શિક્ષા કરીશ, તેના વંશજોમાંથી કોઈ આ પ્રજામાં વસવા પામશે નહિ અને મારા લોકનું જે હિત કરીશ તે જોવા પામશે નહિ.’ ‘કેમ કે તેણે યહોવાહની વિરુદ્ધ બંડ કર્યું છે એવું યહોવાહ કહે છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 માટે હું તેને તથા તેના પરિવારને શિક્ષા કરીશ, મારા લોકો માટે જે સારી બાબતો મેં રાખી મૂકી છે, તે તેના વંશજો જોવા પામશે નહિ, કારણ કે તેણે તમને યહોવાની વિરુદ્ધ બંડ કરવાનું શીખવ્યું છે.’” આ હું યહોવા બોલું છું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 29:32
24 Iomraidhean Croise  

પછી પેલા વૃદ્ધ પ્રબોધકે એને કહ્યું, ”હું પણ તમારી માફક પ્રબોધક છું; અને યહોવાના કહેવાથી એક દૂતે મને કહ્યું, ‘એને તારી સાથે તારે ઘેર પાછો તેડી લાવ, કે તે રોટલી ખાય ને પાણી પીએ.’” [પણ] તે એને જૂઠું કહેતો હતો.


માટે નામાનનો કોઢ તને તથા તારાં સંતાનને સદા વળગી રહેશે.” આથી તે હિમ જેવો કોઢિયો થઈને તેની આગળથી ચાલ્યો ગયો.


ત્યારે જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો તેણે ઈશ્વરભક્તને ઉત્તર આપ્યો, “જો યહોવા આકાશમાં બારીઓ કરે તોપણ એ વાત બની શકે શું?” અને એલિશાએ કહ્યું, “જો, તું તે નજરે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,


તને તેમની સાથે દાટવામાં આવશે નહિ, કેમ કે તેં પોતાના દેશનો નાશ કર્યો છે, પોતાના લોકને કતલ કર્યા છે. ભૂંડું કરનારાઓના સંતાનનાં નામ સર્વકાળ સુધી કોઈ લેશે નહિ.


વળી સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “હું તેઓની સામો ઊઠીશ, અને બાબિલમાંથી [તેઓનું] નામ તથા શેષ ને પુત્રપૌત્રાદિ કાપી નાખીશ, ” યહોવાનું વચન એવું છે.


તે રણમાંની બોરડી જેવો થશે, ને હિત થશે ત્યારે તે તેના જોવામાં આવશે નહિ. તે અરણ્યમાંની સૂકી જગાઓમાં, ખારવાળા તથા વસતિહીન દેશમાં વાસો કરશે.


વળી હે પાશહૂર, તું ને તારા ઘરમાં રહેનારાં સર્વ બંદીવાન થશો, ને બાબિલ જશો. ત્યાં તું તેમ જ તારા સર્વ મિત્રો જેઓને તેં ખોટું ભવિષ્ય કહ્યું છે, તેઓ પણ ત્યાં મરશે, ને ત્યાં જ તેઓને દાટવામાં આવશે.”


યહોવા કહે છે કે, લખી રાખો કે, આ પુરુષ નિ:સંતાન જશે, તેની આખી જિંદગીમાં તે સુખી થશે નહિ; અને તેના વંશમાંનો કોઈ પુરુષ દાઉદના રાજ્યાસન પર બેસીને, તથા યહૂદિયામાં અધિકાર ચલાવીને આબાદ થશે નહિ.”


તથી યહોવા કહે છે કે, હું પૃથ્વીના પૃષ્ઠ પરથી તને ફેંકી દઈશ; આ વર્ષે તું મરશે, કેમ કે તું યહોવાની વિરુદ્ધ બંડ [નાં વચનો] બોલ્યો છે.”


[પ્રભુ કહે છે,] “શમાયા નેહેલામીને તું કહેજે કે,


યહોવા તરફથી જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ કે,


માટે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, ‘રેખાબના પુત્ર યોનાદાબ [ના વંશ] માં મારી આગળ ઊભા રહેનાર માણસની ખોટ કદી પડશે નહિ.’”


હું તેને, તેનાં સંતાનને તથા તેના સેવકોને તેઓનાં દુષ્કર્મોને લીધે શિક્ષા કરીશ; અને તેઓનાં પર જે વિપત્તિ લાવવા વિષે હું બોલ્યો છું, ને તેઓએ સાંભળ્યું નહિ, તે સર્વ વિપત્તિઓ હું તેઓ પર, યરુશાલેમના રહેવાસીઓ પર તથા યહૂદિયાના માણસો પર લાવીશ.”


અને હું તમારામાંથી બંડખોરોને તથા મારી વિરુદ્ધ અપરાધ કરનારાઓને જુદા કાઢીશ. જે દેશમાં તેઓ રહે છે તેમાંથી તો હું તેઓને બહાર કાઢી લાવીશ, પણ તેઓ ઇઝરાયલના દેશમાં પ્રવેશ કરવા પામશે નહિ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


એ માટે યહોવા કહે છે, ‘તારી સ્ત્રી નગરમાં વેશ્યા બનશે, ને તારો દેશ દોરીથી માપીને વહેંચવામાં આવશે. અને તું પોતે અપવિત્ર ભૂમિમાં મરણ પામશે, ને ઇઝરાયલ લોકને પોતાના દેશમાંથી ગુલામ કરીને નક્કી લઈ જવામાં આવશે.’”


મારા લોકમાંના જે પાપીઓ કહે છે, ‘અમને આપત્તિ કદી પકડી પાડશે નહિ એમ અમારી સામી પણ આવશે નહિ, ’ તેઓ સર્વ તરવારથી માર્યા જશે.


અને તે પ્રબોધકને અથવા તે સ્વપ્નખોરને મારી નાખવો; કેમ કે યહોવા તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, ને જેમણે બંદીખાનામાથી તને છોડાવ્યો, તેમની વિરુદ્ધ બંડખોર વાત તે બોલ્યો છે, એ માટે કે જે માર્ગમાં ચાલવાની યહોવા તારા ઈશ્વરે તને આ કરી છે તેમાંથી તે તને ભમાવી દે. એવી રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.


Lean sinn:

Sanasan


Sanasan