Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 29:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 ‘યહોયાદા યાજકના સ્થાને યહોવાએ તને યાજક નીમ્યો છે, જેથી તમે યહોવાના મંદિરમાં અધિકારીઓ થાઓ, અને જે કોઈ માણસ ઘેલો છતાં પોતાને પ્રબોધક કહેવડાવે છે તેને તું બેડી પહેરાવીને હેડમાં નાખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 ‘પ્રભુએ યહોયાદા યજ્ઞકારને સ્થાને તને પ્રભુના મંદિરમાં મુખ્ય અધિકારી તરીકે નીમ્યો છે. તારી જવાબદારી છે કે જો કોઈ ઘેલો માણસ પોતાને સંદેશવાહક કહેવડાવે તો તેને ગળામાં સાંકળ પહેરાવી તેને લાકડાની હેડમાં પૂરવો.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 “યહોવાહે યાજક યહોયાદાને સ્થાને તને યાજક નીમ્યો છે કે જેથી તમે યહોવાહના ભક્તિસ્થાનના અધિકારી થાઓ. અને જે કોઈ માણસ ઘેલો છતાં પોતાને પ્રબોધક તરીકે કહેવડાવતો હોય તેને તું બેડી પહેરાવી કેદમાં નાખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 ‘યહોવાએ તમને યાજક તરીકે યાજક યહોયાદાને સ્થાને નીમ્યા છે, અને મંદિરના અધિકારી તરીકે જે કોઇ ગાંડો માણસ પોતાને પ્રબોધક તરીકે ખપાવતો હોય તેને સજા કરવાના માંચડામાં મૂકવાની ફરજ આવી છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 29:26
28 Iomraidhean Croise  

યહોયાદા યાજકે સૈન્યના ઉપરી શતાધિપતિઓને આજ્ઞા કરીને તેમને કહ્યું, “તેને બહાર કાઢીને સિપાઈઓની હારોની વચ્ચે લાવો. જે કોઈ તેની પાછળ આવે તેને તરવારથી મારી નાખો.” કેમ કે યાજકે કહ્યું, “તેને યહોવાના મંદિરમાં મારી નાખવી નહિ.”


પછી દેશના સર્વ લોક બાલના મંદિરમાં ગયા, ને તે ભાંગી નાખ્યું. તેઓએ તેની વેદીઓના તથા તેની મૂર્તિઓના છેક ચૂરેચૂરા કરી નાખ્યા, ને બાલના યાજક માત્તાનને વેદીઓ આગળ મારી નાખ્યો. અને યાજકે યહોવાના મંદિર પર કારભારીઓ નીમ્યા.


ત્યાર પછી યેહૂ પોતાના ધણીના ચાકરો પાસે બહાર આવ્યો; અને એક જણે તેને પૂછ્યું, “બધું ઠીક છે કે નહિ? એ ગાંડો માણસ તારી પાસે શા માટે આવ્યો હતો?” તેણે તેમને કહ્યું, ”એ માણસને તમે ઓળખો છો, ને તેણે શી વાત કરી તે તમે જાણો છો.”


તે સાંભળીને આસાએ તે દષ્ટા પર ગુસ્સે થઈને તેને જેલમાં પૂર્યો. કેમ કે તેણે જે કહ્યું હતું તેને લીધે આસા તેના પર ક્રોધાયમાન થયો હતો. તે જ સમયે આસાએ કેટલાક લોકો પર કેર વર્તાવ્યો.


અને તેમને કહો કે, રાજાનો હુકમ છે કે, આને બંદીખાનામાં રાખજો, ને હું ફતેહ પામીને પાછો આવું ત્યાં સુધી સૂકી રોટલીથી તથા પાણીથી તેનો નિર્વાહ કરજો.”


તો હવે અનાથોથનો યર્મિયા જે પોતાને તમારો પ્રબોધક મનાવે છે તેને તેં કેમ ધમકાવ્યો નથી?


યરુશાલેમને જીતી લેવામાં આવ્યું ત્યાં સુધી યર્મિયા ચોકીમાં રહ્યો.


ત્યારે તેઓએ યર્મિયાને પકડીને રાજાના પુત્ર માલ્ખિયાના ચોકી નીચેના ટાંકામાં નાખ્યો. અને તેઓએ યર્મિયાને દોરડાં બાંધીને તેમાં ઉતાર્યો. તે ટાંકામાં પાણી ન હતું, પણ કાદવ હતો. અને યર્મિયા કાદવમાં કળી ગયો.


શિક્ષાના દિવસો આવ્યા છે, બદલો લેવાના દિવસો આવ્યા છે! ઇઝરાયલ તે જાણશે. તારા પુષ્કળ અન્યાયને લીધે તથા અધિક વૈરને લીધે, પ્રબોધક મૂર્ખ [ગણાય] છે, ને જે માણસમાં ઈશ્વરનો આત્મા છે તે ઘેલો [મનાય] છે.


સૈન્યોના ઈશ્વર પ્રભુ કહે છે: “તે દિવસે દાઉદના વંશજોનાં તથા યરુશાલેમના રહેવાસીઓનાં પાપ તથા અશુદ્ધતા [દૂર કરવા] ને માટે એક ઝરો ઉઘાડવામાં આવશે.


પછી મંદિરમાં આવીને તે બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ તેમની પાસે આવીને કહ્યું, “તું કયા અધિકારથી એ કામો કરે છે? અને એ અધિકાર તને કોણે આપ્યો?”


અને તેમનાં સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું, “તે ઘેલો છે.”


તેઓમાંના ઘણાએ કહ્યું, “તેને અશુદ્ધ આત્મા વળગેલો છે, અને તે પાગલ છે. તમે તેનું કેમ સાંભળો છો?”


યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો, “કોઈ સારા કામને લીધે અમે તને પથ્થર મારતા નથી, પણ ઈશ્વરનિંદાને લીધે! અને તું માણસ છતાં પોતાને ઈશ્વર ઠરાવે છે, તેને લીધે.”


શું તું અમારા પિતા ઇબ્રાહિમ કરતાં મોટો છે? તે તો મરણ પામ્યા છે અને પ્રબોધકો પણ મરણ પામ્યા છે; તું કોણ હોવાનો દાવો કરે છે?”


એવી આજ્ઞા મળવાથી તેણે તેઓને અંદરના બંદીખાનામાં પૂર્યા, અને તેઓના પગ હેડમાં બાંધી દીધા.


મેં સર્વ સભાસ્થાનોમાં ઘણી વાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવાને પ્રયત્ન કર્યા. અને તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરરાજ્યનાં શહેરો સુધી પણ મેં તેઓને સતાવ્યા.


આ પ્રમાણે તે પ્રત્યુત્તર આપતો હતો એટલામાં ફેસ્તસે મોટે અવાજે કહ્યું, “પાઉલ, તું ઘેલો છે; તારી ઘણી વિદ્યાએ તને ઘેલો કરી નાખ્યો છે.”


પણ પાઉલે કહ્યું, “નેકનામદાર ફેસ્તસ, હું ઘેલો નથી; પણ સત્યની તથા ડહાપણની વાતો કહું છું.


તેઓ લોકોની આગળ વાત કરતા હતા એટલામાં યાજકો, મંદિરનો સરદાર, તથા સાદૂકીઓ તેઓ પર ધસી આવ્યા.


અને પ્રેરિતો ઉપર હાથ નાખીને તેઓએ તેમને બંદીખાનામાં પૂર્યા.


હવે જ્યારે મંદિરના સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધી તેઓ બહુ ગૂંચવણમાં પડયા કે, આનું શું પરિણામ આવશે?


પણ મને ટોપલામાં બેસાડીને બારીમાં થઈને કોટ પરથી ઉતારી મૂકવામાં આવ્યો, અને એ પ્રમાણે હું તેના હાથમાંથી બચી ગયો.


તારે જે જે સહન કરવું પડશે, તેનાથી ગભરાઈશ નહિ. જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે. અને દશ દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan