Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 28:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મારી અગાઉ તથા તારી અગાઉ પુરાતન કાળના જે પ્રબોધકો હતા તેઓએ ઘણા દેશોની વિરુદ્ધ તથા મોટાં રાજ્યોની વિરુદ્ધ લડાઈ, વિપત્તિ તથા મરકી વિષે ભવિષ્ય કહ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તારી અને મારી પહેલાં પ્રાચીનકાળમાં થઈ ગયેલા સંદેશવાહકોએ ઘણા દેશો અને મહાન પ્રજાઓ વિરુદ્ધ યુદ્ધ વિપત્તિ અને રોગચાળાની આગાહી કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તારા અને મારા પહેલાં થઈ ગયેલા પ્રાચીન પ્રબોધકોએ ઘણાં દેશો વિરુદ્ધ પ્રબોધ કર્યો હતો. અને મોટા રાજ્યોની વિરુદ્ધ યુદ્ધ, દુકાળ તથા મરકી વિષે ભવિષ્ય કહ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તારા અને મારા પહેલાં થઇ ગયેલા પ્રાચીન પ્રબોધકોએ અનેક દેશો વિરુદ્ધ પ્રબોધ કર્યો હતો. અને હંમેશા યુદ્ધ, દુકાળ તથા મરકી વિષે ચેતવણી આપી હતી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 28:8
25 Iomraidhean Croise  

ગિલ્યાદમાં આવી વસેલાઓમાંના તિશ્બી એલિયાએ આહાબને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે હવેના વરસોમાં ઝાકળ તથા વરસાદ ફક્ત મારા કહેવા પ્રમાણે જ પડશે.”


મિખાયાએ કહ્યું, “મેં સર્વ ઇઝરાયલને પાળક વગરનાં ઘેટાંની માફક પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા. અને યહોવાએ કહ્યું, ‘એમનો કોઈ ધણી નથી; તેઓ પ્રત્યેક પોતપોતાને ઘેર શાંતિએ પાછા જાય.’


ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હજી એક માણસ છે કે, જેની મારફતે આપણે યહોવાને પૂછી જોઈએ. એ તો યિમ્લાનો દીકરો મિખાયા છે. પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિષે સારું નહિ પણ માઠું ભવિષ્ય કહે છે. “યહોશાફાટે કહ્યું, “રાજાએ એમ ન બોલવું જોઈએ.”


આમોસના પુત્ર યશાયાને સંદર્શનમાં પ્રાપ્ત થઈ તે બાબિલ વિશેની ઈશ્વરવાણી.


ધનુષ્યો જુવાનોના ટુકડેટુકડા કરી નાખશે; અને ગર્ભસ્થાનના ફળ પર તેઓ દયા રાખશે નહિ. તેમની દષ્ટિમાં બાળકો કૃપાપાત્ર થશે નહિ.


યહૂદિયાના રાજા ઉઝિયાની કારકિર્દીમાં તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામની કારકિર્દીમાં ધરતીકંપ થયો તે પહેલા બે વર્ષ અગાઉ, તકોઆના ગોવાળોમાંના આમોસને જે વચન પ્રાપ્ત થયાં તે.


તેણે કહ્યું, “યહોવા સિયોનમાંથી ગર્જના કરશે, યરુશાલેમમાંથી ઘાંટો પાડશે; અને ભરવાડોના ગૌચરો શોકાતુર થશે, ને કાર્મેલનું શિખર કરમાઈ જશે.”


પછી યહોવાનું વચન બીજી વાર યૂનાની પાસે આવ્યું,


Lean sinn:

Sanasan


Sanasan